રાજકોટ: જંગલેશ્વરમાંથી 150 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

કોર્પોરેશનના અધિકારીઓ આખી રાત દોડ્યા: મેટલ પેચ અને મોરમ પાથરવાની કામગીરી પુરજોશમાં: ચાલુ વરસાદે મેનહોલ સફાઈ કામગીરી: લોકોને સતત સાવચેત કરાયા

શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં રસ્તાના મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, પાની નિકાલ અને મોરમ પાથરવા સહિતની કામગીરી રાત્રીના સમયમાં પણ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાના આદેશ અનુસાર વરસાદ પહેલા, ચાલુ વરસાદે અને વરસાદ બાદ તુરંત જ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેનપાવર વધારી રાત્રે પણ રોડ-રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવી રહી છે. વરસાદનું પાણી સરળતાથી પસાર થઇ શકે તે માટે તાત્કાલિક ધોરણે મેનહોલ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજે પણ જ્યાં જ્યાં આવશ્યકતા દેખાઈ તે તમામ રોડ રસ્તાનું રિસ્ટોરેશન કરવાની કામગીરી થઇ રહી છે તેમજ ગઈકાલ રાતે જંગલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં કોર્પોરેશનાના અધિકારીઓ ખડે પગે રહી આશરે 150 જેટલા લોકોનું શાળા નં. 70માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

મ્યુનિ. કમિશનર આ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વરસાદના કારણે મેનહોલમાં ફસાયેલ કચરાને તાત્કાલિક સાફ કરવામાં આવેલ છે, પોપટપરા નાલામાં તાત્કાલિક સફાઈ કામગીરી કરવામાં આવી હતી તેમજ ચાલુ વરસાદે પણ સફાઈ કર્મચારી દ્વારા મેનહોલ ચોખ્ખી રાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેનાથી વરસાદી પણ સરળતાથી વહી જાય અને પાણીનો સંગ્રહ ન થાય. વોર્ડ નં. 02માં ગાંધીજીના સ્ટેચ્યુની સામેના વિવિધ વિસ્તારમાં, વોર્ડ નં. 03માં મોચી બજાર, કોર્ટ ચોક વિગેરે વિસ્તારો, વોર્ડ 07માં સોની બજારના વિસ્તારોમાં વિવિધ રોડ રિસ્ટોરેશનનની કામગીરી, વોર્ડ નં. 17માં સુભાષનગર સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં. 14માં 80 ફૂટ રોડ ખાતે મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્લોક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે.

વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં જેવા કે વોર્ડ નં. 01ના દ્વારકેશ પાર્ક થી સોપાન હાઇટસ સુધીનો ડ્રીમ સીટીવાળો રોડ, રામાપીર ચોક થી રૈયાધાર ઇ.એસ.આર. સુધીનો રોડ, રામાપીર ચોક થી રૈયાધાર ઇ.એસ.આર. સુધીનો રોડ, લાખનાં બંગલાવાળો રોડ, પ્રજાપતિ વાડી સામે, રૈયા ગામ-રવિરાજ ગેરેજ પાસે, વોર્ડ નં. 08માં નાનામવા ચોક, વેસ્ટ ઝોન ઓફિસવાળો રોડ, અક્ષર માર્ગ-પંચવટી હોલવાળો રોડ કોર્નર, વોર્ડ નં. 09માં રૈયા મેઇન રોડ, સાધુ વાસવાણી રોડ, વોર્ડ નં. 10માં તોરલ પાર્ક મેઇન રોડ, બી.ટી.સવાણી હોસ્પી.વાળો રોડ, કાલાવડ રોડ – ન્યારી ઇ.એસ.આર. પાસે, પ્રદ્યુમન ટાવર્સ ટી.પી. રોડ, પોસ્ટ ઓફિસ-જુનો યુનિ. રોડ, રૈયા ટેલીફોન એકસ., ઇન્દીરા સર્કલ, નવો યુનિ. રોડ-સેન્ટમેરી સ્કુલ પાસે, વોર્ડ નં. 11માં વગડ ચોક થી સગુન ચોક સુધી, સ્પીડવેલ ચોક થી જેટકો ચોક સુધી, ભીમનગર ચોક થી અંબિકા બ્રીજ, સિલ્વર ગોલ્ડ રેસી.વાળો રોડ, નાનામવા સર્કલ પાસે, મવડી ચોકડી, ઉદયનગર, 150 ફુટ રીંગ રોડ – આર.કે.પ્રાઇમ પાસે, વોર્ડ નં. 12માં મવડી મેઇન રોડથી હરિદ્વાર સોસા. એપ્રોચ, ઉદગમ સ્કુલ થી ગોવિંદરત્ન વિગેરે વિસ્તારમાં મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્લોક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે.

ઈસ્ટ ઝોનના વિવિધ વિસ્તારો જેમાં આજી જીઆઈડીસીના મુખ્ય માર્ગો, વોર્ડ નં. 18માં કોઠારીયા વિસ્તારના વિવિધ વિસ્તારો, વોર્ડ નં. 04માં રાધા-મીર રોડ પર રોડ રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જે જે રસ્તા પર આવશ્યક જણાય છે તે તમામ રોડ રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. ગઈરાતે ભારે વરસાદના કારણે વોર્ડ નં. 16ના જંગલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં કોર્પોરેશનાના અધિકારીઓ ખડે પગે રહી આશરે 150 જેટલા લોકોનું શાળા નં. 70માં સ્થળાંતર કરવામાં આવેલ જે સવારે પાછા પોતપોતાના ઘરે જતા રહ્યાં હતા. વોર્ડ નં. 06માં આવેલ રાંદરડા  પ્રદ્યુમન પાર્ક પાસે વરસાદી પાણી સરળતાથી વહી જાય તે માટે ગાંડીવેલ દુર કરી સફાઈ કામગીરી કરવામાં આવી હતી.