Abtak Media Google News

નંબર પલેટ વગરની ગાડીઓને પોલીસે કરી ડીટેઈન

શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાથી અને ગુના ખોરીનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો હોવાથી પોલીસ એક્શન મોડમાં આવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકો સાથે સંવાદ કરી રહી છે.ત્યારે આજે પોલીસ અધિકારીઓ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જંગલેશ્વર હુડકો અને કોઠારીયા રોડ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

Img 20230223 Wa0050

આ ઉપરાંત નંબર પ્લેટ વગરના વાહનોને પણ સ્થળ પર ડીટેઇન કરવામાં આવ્યા હતા.શહેરમા થોડા સમયથી આવારા તત્વોનો ત્રાસ વધવા પામ્યો છે ત્યારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ જોઈન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા, ડીસીપી ઝોન 1 સજનસિંહ પરમાર, એ સી.પી બી.વી.જાધવ અને પોલીસ ઇન્સપેકટર મયુરધ્વજસિંહ સરવૈયા સહિતનો ભકિતનગર પોલીસના સ્ટાફના દ્વારા ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક કે માથાભારે ઇસમોથી કોઇ પણ પ્રકારની કનડગત કે રંજાડ કે હેરાનગતી સામાન્ય પ્રજાને ન થાય તે હેતુથી જંગલેશ્વર, હુડકો, નિલકંઠ પાર્ક કોઠારીયા મેઇન રોડ સહીતના વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરી નાના-મોટા વેપારીઓ સોડાની લારી વાળા, ખાણી પીણીની લારી વાળા, બુધવારી બજારના વેપારીઓને સીનીયર અધિકારીઓના મોબાઇલ નંબર સાથેનુ પ્રેમપ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા લોકોને હેરાન કરવામાં આવે તો સીધો અધિકારીઓનો સંપર્ક કરી જાણ કરવા માટેની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

Img 20230223 Wa0047

આ સાથો સાથ પણ પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનોને પણ સ્થળ પર ડીટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હિસ્ટ્રીસિટરોને તપાસવામાં આવ્યા હતા.અને પોલીસ દ્વારા નાના બાળકોને તેમની કામગીરી બદલ વાકેફ માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સ્વામિનારાયણ ચોકમાં આવારા તત્વો દ્વારા કાર પર પથ્થરના ઘા કરી કાચ તોડવામાં આવ્યા હતા જે બાદ પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે.

માથાભારે શખ્સોની કનડગત હોઈ તો સીધો પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવો: જેસીપી સૌરભ તોલંબીયા

Foot Petroling Press Note 23.02

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.