Abtak Media Google News

શહેરમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલમાં આજે બપોરના સમયે જનરેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી. ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુજબુજથી હોસ્પિટલમાં રહેલા અગ્નિ સામક યંત્ર દ્વારા આગ પર તાત્કાલિક કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે આ બનાવની જાણ ફાયર વિભાગને થતા સ્ટાફ વન તાત્કાલિક દોડી આવ્યો હતો અને તેમના દ્વારા પણ આગ બુઝાવવા આવી હતી.બનાવની મળતી માહિતી મુજબ ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલમાં આજ બપોરના સમયે આગ લાગી આવવાની જાણ ફાયર વિભાગને થતા ફાયર નો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયો હતો ત્યાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલ ની અંદર આવેલ જનરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા ની સાથે જ હોસ્પિટલમાં રહેલા સ્ટાફ દ્વારા સતર્કતા વાપરી હોસ્પિટલમાં રહેલા ફાયરના યંત્રો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ થોડી ઘણી આગ રહી જતા તે ફાયર વિભાગના સ્ટાફ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી. જેથી હોસ્પિટલના સ્ટાફે સતર્કતા વાપરતા મોટી જાનહાની ટળી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.