Abtak Media Google News

સલાડ સ્ટુડીયો અને એમ. ઝેડ ફિટનેસ હબ દ્વારા ફુડ અને ફિટનેસની અનોખી વિન્ટર સ્પેશિયલ ઇવેન્ટ

સ્વાસ્થ્ય પ્રદાન કરતા શિયાળાનું આગમન થઇ ચૂકયું છે. આ એ અમૂલ્ય ઋતુ છે જેમાં તમે આખું વર્ષ સ્વસ્થ અને સાજા રહેવાની તૈયારી કરી શકો. શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક શાકભાજી, ફુટ વગેરેની કુદરતે આપણને ભેટ આપેલી છે. જો શિયાળામાં તમે તમારા આરોગ્યનું ઘ્યાન રાખશો તો આખુ વર્ષ તમે નિરોગી રહી શકશો. શિયાળાની ઠંડી ઋતુમાં વસાણાનું પણ ખાસ મહત્વ છે. જુદી જુદી સ્વાસ્થ્યવર્ધક સામગ્રી વડે આ વસાણા ખુબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે. ગૃહિણીઓ અનેક પ્રકારે પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે સ્વાદિષ્ટ અને સ્વાસ્થય વર્ધક શિયાળુ પાક બનાવતી હોય છે. જો તમે પણ વિવિધ શિયાળુ પાક  બનાવતા હો તો તમારી કલા દર્શાવવાની આ અનેરી તક છે. અબતક ની શુભેચ્છા મુલાકાતે આવતા મુળુરાજસિંહ ઝાલા જણાવ્યું હતે કે,સલાડ સ્ટુડીયો અને એમ ઝેડ ફિટનેશ હબ એક અલગ જ પ્રકારની વિન્ટર સ્પેશિયલ કુકીંગ કોમ્પટિશન

Advertisement

શિયાળુ પાક સ્પર્ધા લઇને આવ્યું છે આ સ્પર્ધા તા. 19-11 શનિવારના રોજ બપોરે 4 થી 7 દરમિયાન એમ ઝેડ ફિટનેસ હબ, અનંત છાયા કોમ્પલેકસ, પહેલા માળે અમીન માર્ગ પર યોજાશે. જેમાં શ્રેષ્ઠ રેસીપીઓને નિષ્ણાંતો દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવશે. ફુડ સાથે ફિટનેસને ઘ્યાનમાં લેતા ઝુંબા ડેમોસ્ટેશન, હેલ્ધી સ્નેકસ, હેલ્ધી રહેવાની ટિપ્સ અને સ્યોર ગિફટ પણ આપવામા આવશે.

વાનગીમાંતલ, ખજુર, તમામ પ્રકારના ડાયફુટ, ગાજર, દુધ, નાળીયેર, મખાના, ડાર્ક ચોકલેટ, ક્રિસ્પી લોટ, દુધ, મગફળી ,, ખાદ્ય ગુંદર, તમામ પ્રકારના સીડસ બદામ, પરંપરાગત વસાણા, ઘી, મધ, ગોળ, ખાંડ, આમળા, આદુ, બીટ વિવિધ હેલ્થી આઇટમ વાપરી શકાશે. આ તમામ સામગ્રી ને ઘ્યાનમાં રાખીને વાનગી બનાવવાની રહેશે. રેસીપી અને ફાયદાઓ લખીને તમારી સાથે રાખવાાના રહેશે. તમારી વાનગીના ટેસ્ટ, ડેકોરેશન હેલ્ધીનેસને ઘ્યાનમાં રાખીને માકીંગ

આપવામાં આવશે કોઇ વ્યકિત બે થી વધુ વાનગીઓ બનાવી શકે નહી. જો તમે ર થી વધુ વાનગીઓ તૈયાર કરી હોય અને સાથે લાવ્યા હોય તો પણ તમારે ફકત ર જ વાનગીઓ રજુ કરવાની રહેશે. આ માટેની એન્ટ્રી ફી ફકત ર00 રાખવામાં આવી છે ભાગ લેવા માટે

મો.નં. 99250 15455 તથા 92653 31907 નંબર પર સંપર્ક કરી શકશો. અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન માટેન અંતિમ તારીખ 17 નવેમ્બર રહેશે ફકત સ્પર્ધા જોવા  માટે આવનારને પણ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.દર્શના અનડકટ, કવિતા રાયચુરા તેમજ દર્શીતા, નંદની સચદેવ અબતકની શુભેચ્છા મુલાકાતે લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.