Abtak Media Google News

શિયાળાની શરૂઆત થઈ જવા પામી છે.  વાતાવરણમાં  ઠંડીનો   ચમકારો  વધતા જ   રાજકોટવાસીઓ ગરમ કપડાની માર્કેટ તરફ દોડમૂકી છે. તેવું કહી શકાય. રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી  ભૂતખાના ચોક પાસે તિબેટીયન  માર્કેટ ભરાય છે.  આ વખતે તિબેટીયન માર્કેટમાં અવનવી ડિઝાઈન, કલરના   સ્વેટર,  સ્કાફ, મફલર,  જેકેટ, હુડી, શાલ સહિતના  ગરમ કપડાની વિશાળ રેન્જ જોવા મળી રહી છે.

Advertisement

શિયાળાનું આગમન થતા  સ્વેટર, શાલ, હુડી, મફલર, ટોપીનું ધૂમ વેચાણ

શિયાળો શરૂ થતા જ ગરમ કપડાની બજારમાં   ગ્રાહકોનો  ઘસારો જોવા મળીરહ્યો છે. બસ સ્ટેન્ડ પાસે ભૂતખાનાં ચોકમાં આવેલી અને છેલ્લા  50 વર્ષથી શહેરીજનોને  જુદી જુદી  વેરાયટી   ડિઝાઈન, કલરનાં ગરમ કપડા  પહેરાવતી  તિબેટીયન રેફયુજી વુડન બજારમાં  ખરીદીનો  માહોલ જામ્યો છે.

આ  વર્ષે ગરમ કપડાની  બજારમાં  બાળકો, મહિલાઓ અને પુરૂષો  માટે અનેક  પ્રકારના ગરમ કપડા જેવા કે વિવિધ પ્રકારના સ્વેટર, મફલર,  સ્કાફ, જેકેટ, હુડી  સહિતની  મનગમતી  ડિઝાઈન  જોવા મળી રહી છે. હિમાચલ, ઉતરાખંડ અને ઉતર ભારતમાંથી દર વર્ષે  શિયાળામાં  રાજકોટમાં  ખાસ ગરમ  કપડાની  બજાર ભરાય છે. આ ગરમ કપડાનાં વેપારીઓ શિયાળો પૂરો થાય ત્યારથી જ આગલા વર્ષની તૈયારીઓમાં લાગી જાય છે. સરકાર દ્વારા પણ આ વેપારીઓને  અનેક રાહત અને મદદ પૂરી પાડવામાં આવે છે. હાલ જયાં બજાર  ભરાય છે. તેનું ભાડુ પણ લેવામાં આવતું નથી અને માલસામાનની હેરાફેરી માટે પણ કોઈ ટેકસ  વસૂલવામાં આવતોનથી.

તિબેટીયન માર્કેટ ગરમ કાપડનો ખજાનો છે: વેપારી

અબતક સાથેની વાતચીતમાં તિબેટીયન માર્કેટના વેપારી જણાવે છે કે,ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમ કાપડાની ખરીદી લોકો કરી રહ્યા છે જેમાં રાજકોટની પ્રખ્યાત તિબેટીયન માર્કેટ ગરમ કપડાના ખજાના તરીકે ઉભરી આવે છે પુરુષો,મહિલાઓ અને બાળકો માટે તમામ પ્રકારના ગરમ કપડા તિબેટીયન માર્કેટ ખાતે મળી રહે છે.તેઓ છેલ્લા 50 વર્ષથી પણ વધુ સમયથી ભારતમાં સ્થાયી થયા છે તેઓ ભારતના શરણાર્થી છે તેમને સરકાર દ્વારા રોજગારી આપવા માટેનો આ પ્રયાસ છે તથા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી ચાર મહિના માટે આ તિબેટીયન માર્કેટ ખુલી રહે છે જેમાં તેમને રોજગારીની વિશાળ તકો મળી રહે છે તથા ફક્ત રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઘણી જગ્યાએ આ પ્રકારની માર્કેટ ઉપલ્બ્ધ છે જ્યાં તમામ પ્રકારના ગરમ કાપડ એક જ સ્થળે મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.