Abtak Media Google News

શિયાળો જામી ગયો હોવાથી  બજારોમાં શિયાળુ વસાણાની  માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.શિયાળા ઠંડી સામે રક્ષણ મેળવવા માટે  ગૃહિણીઓ  આરોગ્યવર્ધક વસાણા બનાવતી હોય છે.

જેમાં ગુંદર પાક,મેથી પાક અને અડદીયા પાક જેવા વસાણા બનાવવામાં આવી રહ્યા છે.ત્યારે સૂકા મેવાના ભાવમાં 10 ટકા વધારો નોંધાયોે છે. તેમ છતાં શિયાળુ વસાણાની બનાવટમાં વપરાતી સામગ્રીની ખરીદી પર કોઇ ઘટાડો નોંધાયોે નથી.

સુકો મેવો, ગુંદના લાડુ, ચિક્કી, કચરિયું, મેથીપાક વગેરેની માંગમાં વધારો

It Is Best To Treat 'Vasanathi' 'Addiya' To Increase Immunity In Winter
It is best to treat ‘Vasanathi’ ‘Addiya’ to increase immunity in winter

ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે ગૃહિણીઓ  શિયાળુ વસાણા બનાવતી જોવા મળી રહી છે.જેથી બજારોમાં શિયાળુ વસાણા માટે જરૂરી કોપરૂ,ખારેક,પીસ્તા,જાયફળ  સૂંઠ અને ગંઠોડાની જેવી સામગ્રીની માંગમાં વધારો જોવા મળી રહ્યો  છે.ત્યારે સૂકા મેવાના ભાવમાં 10 ટકા ભાવમાં વધારો તેમજ તેજાના ભાવ અને ગરમ માસાલાના ભાવમાં એકંદરે ઘટાડો નોંધાયો છે.

આમ,વસ્તુઓના ભાવમાં થતાં વધારા ઘટાડાની કોઇ અસર  શિયાળુ વસાણા માંગમાં જોવા મળી રહ્યો નથી.તેમજ બજારોમાં પણ ચિક્કી,કચરિયુ  મેથીપાક અને અડદિયા પાકનું  વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.વર્ષોથી પરંપરાગત રીત અનુસાર  ગૃહિણીઓ દ્વારા ગુંદરના લાડુ,અડદિયા પાક અને ચિક્કી બનાવવામાં આવી રહ્યા છે

જેથી શિયાળુ વસાણાની માંગ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષોથી પરંપરાગત રીતે ગૃહિણી દ્વારા શિયાળો આવતા જ વસાણા બનાવવામાં આવે છે. શિયાળામાં  ઠંડી સામે રક્ષણ મેળવવામાં માટે આ વસાણા ખૂબ ગુણકારી સાબિત થતા હોવાને કારણે શિયાળુ વસાણાની માંગ મોટાપાયે જોવા મળે છે.તેમજ આ વર્ષે વસ્તુઓના ભાવ એકદંરે સામાન્ય હોવાથી સામાન્ય વર્ગના લોકો પણ શિયાળુ વસાણાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે

It Is Best To Treat 'Vasanathi' 'Addiya' To Increase Immunity In Winter
It is best to treat ‘Vasanathi’ ‘Addiya’ to increase immunity in winter

શિયાળાની ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રકારની સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવામાં આવતી હોય છે, જેમાં અડદિયા લોકોની પ્રથમ પસંદગી છે. અડદિયા પાકની બનાવટ ખૂબ જ સરળ હોય છે.  અડદિયાને દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે. ત્યારે જાણો આ અડદિયા પાક ઘરે કેવી રીતે બનાવી શકાય છે.અડદિયા એટલે શિયાળાનો કિંગ. આપણા ઘરમાં શિયાળામાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, પણ તેમાં સૌથી પહેલા હોય છે અડદિયા. કારણ કે, શિયાળામાં અડદિયા ખાવાથી શક્તિ મળે છે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. અડદિયા એટલે ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળામાં આરોગાતી વાનગી છે.

અડદની દાળમાંથી બનતી આ વાનગીમાં ઘણા ડ્રાયફ્રૂટ્સ અને તેજાના નાખવામાં આવે છે. ત્યારે અડદિયાનું વેચાણ શરૂ થઈ ગયું છે.શિયાળામાં અડદિયા પાક ખાવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. કારણ કે, આ અડદિયા પાક ખાવાથી શરીરને આખા વર્ષની તાકાત મળી જાય છે.  શિયાળો શરૂ થતાં જ અડદિયા ઝાપટવાનું શરૂ કરી દીધું છે. કારણ કે, આ અડદિયાને દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે, જેથી આ અડદિયાને રાજકોટની બહાર પણ કુરિયર કરવામાં આવે છે. આ અડદિયાનો સ્વાદ કોઈ એક વખત કરે એટલે બીજી વખત ખાધા વગર રહી ન શકે અને તેના ભાવની વાત કરવામાં આવે તો, અડદિયા 600થી 1000 રૂપિયા પ્રતિ કિલો હોય છે. અડદિયામાં, દેશી ઘી, અડદનો લોટ, ગુંદ, ડ્રાયફ્રૂટ, સુંઠ પાવડર, ખાંડ, માવો, દૂધ, જાવંત્રી સહિતના મસાલાનો ઉપયોગ કરીને આ અડદિયા બનાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.