Abtak Media Google News

જયુંબીલી નજીકનાં વેપારીઓએ ટ્રાફિક પોલીસની કનડગતના વિરોધમાં આજે સવારે 11 વાગ્યાથી બંધ પાળ્યો છે.ટોઈંગ પોલીસની કનડગતના વિરોધમાં જયુબીલી નજીકમાં રસ્તાની બંને તરફનાં વેપારીઓએ યોગ્ય ઉકેલ ન આવે અને કનડગત બંધ નહી કરાયતો બંધના એલાનથી ચીમકી આપી છે. જયુબીલી નજીકના વેપારીઓએ જણાવ્યુ હતુ કે રસ્તા પર અમારી દુકાનો પાસે અમારા તથા અમારે ત્યાં આવતા ગ્રાહકો પોતાના વાહનો પાર્ક કરે છે.

Dsc 3882

વાહન રસ્તા પર દોરેલા પટ્ટામાં જ નિયમ મુજબ મૂકવામાં આવે છે. છતાં રોજ સવાર સાંજ ટ્રાફીક પોલીસની ટોઈંગ વાહન આવીને અમારા તથા ગ્રાહકોનાં રસ્તા પર દોરેલી રેખામાં જ પાર્ક કરેલા સવાહનો ઉઠાવી જવાય છે.રસ્તા પર પાર્કિંગ માટે દોરાયેલા પટ્ટામાં જ વાહનો પાર્ક થયા હોવા છતાં ટ્રાફીક ટોઈંગ વાળા બળજબરી કરી વાહનો ટોઈંગ કરી ઉપાડી જાય છે.અમારા વાહનો અમારી દુકાન પાસે જ અને નિયંત્રણ રેખામાં જ પાર્ક કરાયેલા હોવા છતાં વાહનો ઉપાડી જઈ હેરાનગતિ કરાય છે. આવારા વાહનો ઉપરાંત ગ્રાહકોનાં વાહનો પણ બળજબરીથી ઉઠાવી જવાય છે. જેને લીધે અમારા વેપારી ધંધાને અસર થાય છે. વાહનો પણ વ્યવસ્થિત રાખવામાં આવે છે છતાં ટ્રાફીક પોલીસની ટોઈંગ વાહનની કનડગત થાય છે. આજે અમે સવારે 11 વાગ્યાથી અમારા વેપાર ધંધા બંધ રાખી અમે અમારો અવાજ રજૂ કર્યો છે. આગામી સમયમાં અમરી આ હેરાનગતિ દૂર નહી થાય તો અમારે વેપાર ધંધો બંધ રાખવા એલાન કરવું પડશે તેમ યુવા વેપારી અગ્રણી સંજયભાઈએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.