Abtak Media Google News

કોમોડીટી પ્રોડકટનું એકસ્પોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં દર મહિને રૂા.19.55 લાખનું વળતર આપવાનું કહી બે વર્ષ બાદ પેમેન્ટ આપવાનો ઇન્કાર કરી ધમકી દીધી: ગ્લેસિયર ઇન્ટરનેશનલ, ધ્વની ઇન્ટરનેશનલ અને બાલાજી એકઝીમના સંચાલકો સામે નોંધાતો ગુનો

લોભીયાનું ધન ધુતારા ખાય તે ઉક્તિ અનુસાર આજી જીઆઇડીસીના કારખાનેદારે કોમોડીટીની પ્રોડકટ એર્ક્સ્પોટ-ઇમ્પોર્ટ કરવાના ધંધામાં રુા.1.50 કરોડનું રોકાણ કરી દર મહિને રુા.19.55 લાખની કમાણી કરવાની લોભામણી લાલચમાં ફસાતા છે. 1.50 કરોડ ગુમાવનાર કારખાનેદારે ગ્લેસિયર ઇન્ટરનેશન, ધ્વની ઇન્ટરનેશનલ અને બાલાજી એકઝીમના સંચાલકો સામે કાવતરુ રચી રુા.1.50 કરોડની છેતરપિંડી કરી ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રણછોડનગરમાં રહેતા અને આજી જીઆઇડીસીમાં ઇન્ડિયા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવતા દિલીપભાઇ રણછોડભાઇ સખીયાએ જામનગર રોડ પર વાંકાનેર સોસાયટીમાં રહેતા અને ગોંડલ રોડ પર જીમ્મી ટાવરમાં ગ્લેસિયર ઇન્ટરનેશલન નામની ઓફિસ ધરાવતા રોહિત હેમંત ચંદ્રાલા, ધ્વની ઇન્ટરનેશનલના પ્રોપરાઇટર વિજયકુમાર તોતલમલ મંગલાણી અને શ્રી બાલાજી એકઝીમના પ્રોપરાઇટર મહેન્દ્ર ધરમશી કગથરા સામે પૂર્વ યોજીત કાવતરુ રચી કોમોડીટી પ્રોડકટનું એક્સ્પર્ટ ઇમ્પોર્ટના વ્યવસાયમાં રોકાણ કરાવી દર મહિને રુા.19.55 લાખનો નફો કરાવી દેવાની લોભાણી લાલચ દઇ છેતરપિંડી કર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.દિલીપભાઇ સખીયાને ત્યાં એકાઉન્ટ લખવા આવતા હિમાન્શુભાઇ ગંગદેવના દ્વારા રોહિતભાઇ ચંદ્રાલાનો 2018માં પરિચય થયો હતો. ત્યારે પોતે જીમ્મી ટાવરમાં ગ્લેસિયર નામની ઓફિસ ધરાવતા હોવાનું અને કોમોડીટી પ્રોડકટનું એકસ્પોર્ટ-ઇમ્પોર્ટનું કામ કરે છે. પોતાને અવાર નવાર મોટી રકમની જરુર પડે છે. પોતાના ધંધામાં રુા.1.50 કરોડનુ રોકાણ કરવાથી દર મહિને રુા.19.55 લાખનો નફો આપવાની લાલચ દીધી હતી. આથી દિલીપભાઇ સખીયાએ ગત તા.5-7-18ના રોજ પોતાની માતાના બેન્ક એકાઉન્ટમાંથી રુા.30 લાખ, ભાઇ યશવંતના બેન્ક ખાતામાંથી 20 લાખ, પિતા રણછોડભાઇના બેન્ક ખાતામાંથી રુા.20 લાખ, પોતાના બેન્ક એકાઉન્ટમાંથી રુા.30 લાખ એમ મળી એક કરોડ ધ્વની ઇન્ટરનેશનલ અને શ્રી બાલાજી એકઝીમના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ રોહિતભાઇને વધારે પૈસાની જરુર પડતા તા.16-4-19ના રોજ વધારે રુા.50 લાખ રોહિતભાઇના કહેવા અનુસાર બાલાજી એકઝીમના ખાતામાં જમા કરાવ્યા હતા.

રોહિતભાઇ દ્વારા બે વર્ષ સુધી નિયમીત દર મહિને રુા.19.55 લાખ ચુકવ્યા હતા. ત્યાર બાદ તેઓએ નફો આપવાનું બંધ કરી દેતા  રોહિતભાઇ પાસે પૈસાની ઉઘરાણી કરતા તેઓએ પોતાની પાસે કંઇ માગતા જ ન હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. તમે ધ્વની ઇન્ટરનેશલ અને શ્રી બાલાજી એકઝીમને રુા.1.50 કરોડ આપ્યા છે તેની પાસે ઉઘરાણી કરવા કહ્યું હતું. આથી દિલીપભાઇ સખીયાએ વિજયકુમાર મંગલાણી અને મહેન્દ્રભાઇ કગથરાનો સંપર્ક કરતા તેઓએ રોહિતભાઇના કહેવાથી પોતાની પેઢીના બેન્ક એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી અને તેઓને આપી દીધા હોવાથી તેમની પાસે ઉઘરાણી કરવા જણાવ્યું હતું.રોહિતભાઇ, વિજયકુમાર મંગલાણી અને મહેન્દ્રભાઇ કગથરાએ અગાઉથી જ કાવતરુ રચી રુા.1.50 કરોડની છેતરપિંડી કરી ઉઘરાણી કરતા ધમકી દીધાનું ફરિયાદમાં જણાવતા બી ડિવિઝન પી.એસ.આઇ. પી.બી.ત્રાજીયા સહિતના સ્ટાફે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.