Abtak Media Google News

હેમુગઢવી નાટયગૃહમાં બુધ-ગુરૂ 400 વિદ્યાર્થીઓ તેમની નૃત્યકક્ષલાનું કામણ પાથરશે: ‘અબતક’ના આંગણે આયોજકોએ આપી માહિતી

મહાત્માગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતિ જે.જે.કુંડલીયા કોમર્સ કોલેજ તથા શ્રીમતી  જે.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંગ્રેજી માધ્યમની સુવર્ણ  જયંતિ પ્રસંગે નૃત્ય સંગમ 2022નું આયોજન હેમુ ગઢવી હોલ નાટયગૃહ ખાતે તા.21 તથા 22ના  રોજ યોજાનાર છે. ત્યારે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા ડો. અલ્પનાબેન ત્રિવેદી, યજ્ઞેશ જોશી, પ્રિતિબહેન ગણાત્રા, સ્મીતાબેન ઝાલા, વિનોદભાઈ ગજેરા, હર્ષિત મહેતા, સ્વાતીબેન પંડયા વિગેરેએ વિશેષ માહિતી આપી  હતી.

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ એ રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 57 વર્ષથી ટ્રસ્ટનાં પાયાનાં પથ્થર , આદ્ય સ્થાપક અને શિક્ષણ સેવા જગતનાં ‘ગુરુ’  લાભુભાઈ ત્રિવેદી ,  રમેશભાઈ છાયા ,  જયંતિભાઈ કુંડલિયા ,  વિનોદભાઈ બુચ ,  અશ્વિનભાઈ મહેતાનાં આર્શીવાદથી અને સંસ્થા હાલ મેનેજિંગ ટ્રસ્ટી  મનસુખભાઈ જોષી તથા ટ્રસ્ટી ડો . અલ્પનાબેન ત્રિવેદી અને  ધીરૂભાઈ ધાબલિયાનાં નેજા હેઠળ અવિરત શિક્ષણ પરબ ચલાવી રહ્યું છે . ટ્રસ્ટનો ધ્યેય મંત્ર છે ‘આત્મ દીપો ભવ’ એટલે કે આપણે જ આપણો વિકાસ કરીએ . જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન દરેક વિદ્યાર્થીને અહીં આપવામાં આવે છે.

Dsc 4992

સંસ્થા સંચાલિત શ્રીમતી જે . જે . કુંડલિયા કોમર્સ કોલેજ તથા શ્રીમતી જે . જે . કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણજયંતિ નિમિતે નૃત્યોત્સવ ” નૃત્ય સંગમ’નું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થાના બાલમંદિરના ભૂલકાઓથી માંડી કોલેજના દીકરા – દીકરીઓની આંતરિક કલાચેતનાન વગર કરવાનો પ્રયાસ એટલે  નૃત્ય સંગમ -2022 . સૌરાષ્ટ્રનાં લોકનૃત્યોથી લઈને ભારતના વિવિધ પ્રદેશના લોકનૃત્યોને સાથે સેમી કલાસીકલ કૃતિઓની રજૂઆત એટલે નૃત્ય સંગમ -2022 . આ નૃત્ય સંગમમાં શિક્તની આરાધના પણ છે. ને શિવતાંડવ ને શિવની રવાડી પણ છે, રામની કથા છે, તો બાલગોપાલ નંદલાલાની લીલા પણ છે . જવારા, નાગલા ને ચૂંદડી છે, તો ફૂલોનો વરસાદ પણ છે. ગરબા, મટૂકી ને દીવડા છે તો માંડવડી, છત્રી ને રૂમાલ પણ છે . તલવાર ને ઢાલ છે , તો ઘંટ ને કરતાલ પણ છે . ગાગર, ઘડૂલીયા ને મટૂકી છે, તો રાસડા ને મયૂરનાચ પણ છે . પંજાબનું ભાંગડા અને મહારાષ્ટ્રનું ગૌધણ છે , સાથે રાજસ્થાની કાબેલીયાના કરતબ પણ છે.

રંગબેરંગી વસ્ત્રો , પાત્ર અનુરૂપ સાજસજ્જા અને અઢળક પ્રોપર્ટીઝ સાથે આપણી પરંપરા , લોક્જીવન અને સંસ્કૃતિનું અદલોઅદલ ચિત્ર આ ‘નૃત્ય સંગમ’માં રજૂ થશે . આ કાર્યક્રમમાં ટ્રસ્ટની 17 સંસ્થાઓના 400 વિદ્યાર્થીઓ , 20 જેટલા નૃત્યનિર્દેશક , તમામ સંસ્થાના આચાર્ય તથા કો- ઓર્ડીનેટર્સ સતત દોઢ માસથી આ કાર્યક્રમની સફળતા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે . આ બેનમૂન કાર્યક્રમ માત્ર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ માટે જ નહીં , પરંતુ સમગ્ર રાજકોટ તા કલાપ્રેમી લોકો માટે એક અમૂલ્ય નજરાણું બની રહેશે . હીરાની પરખ કરીને , તેમને ચમક આપી અણમોલ બનાવવાની નેમ ડો. અલ્પનાબેન ત્રિવેદી એ લીંઘી છે અને તેમના વિચારને સંયોજક નૃત્યનિર્દેશક સુશ્રી સોનલબેન સાગઠીયાએ સૂપેરે મૂર્તિમંત કર્યો છે. ‘નૃત્ય સંગમ -2022’  રાજકોટનાં હેમુ ગઢવી નાટયગૃહમાં આગામી તારીખ 21 તથા 22 સપ્ટેમ્બરનાં રોજ યોજનાર છે.

કાર્યક્રમમાં મહાનુભાવોની  ઉપસ્થિતિ

યોજાનાર કાર્યક્રમમાં આયોજકોએ ‘અબતક’ મીડિયાના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા ખાસ રૂબરૂ આમંત્રણ પાઠવ્યું હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાનાં સભ્ય છે . ગોવિંદભાઈ પટેલ , રાજકોટ જિલ્લાના ક્લેક્ટર  અરૂણ મહેશ બાબુ , મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા , પીજીવીસીએલનાં જેઇન્ટ એમ.ડી. શ્રી પ્રીતિ શર્મા , ડેપ્યુટી મેયર ડો . દર્શિતાબેન શાહ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.ગીરિશભાઇ ભીમાણી , રાજકોટ ડી.ઈ.ઓ.  કૈલા, હાસ્ય ક્લાકાર અને કેળવણીકાર  સાંઈરામ દવે , હર્ષલ માંકડ (યુવા સ2કા2) , અગ્રણી નાટ્યકાર  ભરતભાઈ યાજ્ઞિક અને રૈણુ યાજ્ઞિક, સરગમ ક્લબનાં પ્રમુખ  ગુણવંતભાઈ ડેલાવાળા ખાસ ઉપસ્થિત 2હેશે . રાજકોટ , સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ગુણીજનો તથા માનવંતા મહેમાનો બેક ટુ બેક સતત ત્રણ શો  માં ઉપસ્થિત રહી કાર્યક્રમને ગરિમા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.