આવતીકાલે તા. 1 ઓકટોબરના રોજ અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે ‘હેલો કમલશકિત’ કાર્યક્રમનું લોન્ચીંગ

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના 1પ0 થી વધુ બહેનો અમદાવાદ રવાના થશે

શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી જયોતિબેન વાછાણી, પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે અમદાવાદ જીએમડીસી ક્ધવેનશલ હોલ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના વરદ હસ્તે કમલ શકિત (મહિલા કોન્કલેવ) નું લોન્ચીંગ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં મહિલાઓ સાથે સંવાદ યોજાશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી જયોતિબેન વાછાણી, કિરણબેન માકડીયા, કિરણબેન શુકલ, લીનાબેન રાવલની આગેવાનીમાં 1પ0 થી વધુ બહેનો ત્રણ બસોમાં અમદાવાદ રવાના થશે.