Abtak Media Google News

છ ટ્રક સહિત 180 ટન વજન સાથે સતત  96 કલાક કરાયું છે બ્રિજનું ટેસ્ટીંગ: કાલે કે.કે.વી. બ્રીજનું લોકાર્પણ થતાં જ શહેરીજનોને મળશે ટ્રાફિકની સમસ્યાથી મૂક્તિ

કેકેવી બ્રિજના નિર્માણમાં 6500 ટન લોખંડ અને 60 હજાર ઘન મીટર કોંક્રિટનો ઉપયોગ કરાયો

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.234.08 કરોડના ખર્ચે  નિર્માણ પામેલ જુદા જુદા પ્રોજેક્ટોનું લોકાર્પણ  કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ  જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે  મહા પાલિકા દ્વારા રૂ.234.08 કરોડના ખર્ચે  નિર્માણ પામેલ જુદા જુદા પ્રોજેક્ટોનું લોકાર્પણ થશે.

કોર્પોરેશન દ્વારા  કે.કે.વી. ચોક ખાતેના હયાત ઓવરબ્રિજ પર રૂ.129.53 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવેલ છે,

ફોર લેન સેક્ધડ લેવલ ફ્લાયઓવર બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા બ્રિજની બન્ને તરફ સર્વિસ રોડ તથા ફુટપાથ સેન્ટ્રલ સ્પાનમાં 45.00 મીટરનો સ્ટીલ ગર્ડર સર્વિસ યુટીલીટી ડકટ તથા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

1.15 કિ.મી.લંબાઈનો આ બ્રિજ બનાવવામાં 6500 ટન લોખંડ, 60,000 ઘન મીટર કોક્રિટનો ઉપયોગ, 40 વિશાળ પીઅર, 45 મીટરના સાત સ્ટીલ ગર્ડર, બ્રિજની ચકાસણી માટે સ્ટીલ ગર્ડર પર 30 ટન વજન ભરેલ 6 ટ્રકો એટલે કે કુલ 180 ટન વજન સાથે અને બ્રિજની બંને બાજુ સિમેન્ટના ગર્ડર પર  34 ટન ભરેલી 4 ટ્રક સાથે કુલ 96 કલાકનું ટેસ્ટિંગ કરાયું છે.

રાજકોટ મહાનગરપાલિકામાં નવા ભળેલ વિસ્તારોના કારણે શહેરનો વિસ્તાર તથા વસ્તીમાં ખુબ જ વધારો થયેલ છે. જેથી ટ્રાફિક સમસ્યા હળવી બને તેવા શુભ આશયથી અત્યાર સુધીમાં કુલ 18 ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ બનાવવામાં આવેલ છે. છેલ્લા એક વર્ષમાં એકસાથે પાંચ ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં.-10માં કાલાવડ રોડ પર, જડુસ ચોક ફલાય ઓવર બ્રીજ, વોર્ડ નં.-1માં રામાપીર સર્કલ પર આવેલ ફલાય ઓવરબ્રીજ, વોર્ડ નં.-8માં નાનામવા સર્કલ ફલાય ઓવર બ્રીજ , સિવિલ હોસ્પીટલ ચોક થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રીજ,વોર્ડ નં.-8માં લક્ષ્મીનગર અન્ડર બ્રીજ  ,આમ્રપાલી અન્ડરબ્રીજ વોર્ડ નં.-6 માં આજી નદી ઉપર ચુનારાવાડ રોડ પર નવો દૂધસાગર હાઇલેવલ બ્રીજ ,વોર્ડ નં.-11માં મવડી સર્કલ પર આવેલ ફલાય ઓવર બ્રીજ,વોર્ડ નં.-1માં રૈયા સર્કલ પર આવેલ ફલાય ઓવર બ્રીજ, રેલનગર અન્ડરબ્રીજ વોર્ડ નં.-4 માં ભગવતીપરા પાસે આવેલ  ફલાય ઓવર બ્રીજ ,વોર્ડ નં.-11માં અંબિકા બ્રીજ – ભીમનગર ચોક પાસે મવડી મે.રોડ/ ગોંડલ મે.રોડ, પી.ડી.એમ કોલેજ પાસે – ઓવરબ્રિજ, વોર્ડ નં.-8માં કે.કે.વી. ચોક (કે.કે.વી. ચોક થી ઇન્દીરા સર્કલ તરફનો) ફલાય ઓવર બ્રીજ ,વોર્ડ નં.-8માં મહિલા કોલેજ અન્ડર બ્રીજ ,વોર્ડ નં.-6 માં રામનાથપરા સ્મશાન પાસે આવેલ ઇન્દીરા ફલાય ઓવર બ્રીજ , વોર્ડ નં.-15 માં 80 ફૂટ રોડ પર આવેલ ચંપકભાઈ વોરા બ્રીજ વોર્ડ નં.-4 માં પારેવડી ચોક પાસે આવેલ કેસરી હિન્દ ફલાય ઓવર બ્રીજ, વોર્ડ નં.-4 માં પારવડી ચોક પાસે આવેલ કેસરી હિંન્દ બ્રીજનો સમાવેશ થાય છે.

આગામી તા.27/07/2023ના રોજ કે.કે.વી જંક્શનનો મલ્ટીલેવલ ફ્લાયઓવરબ્રિજનું લોકાર્પણ થશે. આ બ્રિજ થતા રાજકોટથી કાલાવડ અને કાલાવડથી રાજકોટ આવન જાવન કરતા અંદાજે 1.5 લાખ જેટલા વાહનો ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.