Abtak Media Google News

પોલીસ ચોકી નજીક  શોપીંગ સેન્ટરને નિશાન બનાવી: જાણભેદુ હોવાની  આશંકા

વિંછીયામાં પોલીસ ચોકી નજીક તસ્કરોએ  તરખાટ મચાવી ત્રણ દુકાનોને નિશાન બનાવી  ખાખાકોરી કરી પરચૂરણ અને ચીજ વસ્તુની  ચોરી કરી ગયાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ પેટ્રોલીંગના ધજીયા ઉડાડયા છે.

વધુ વિગત મુજબ વિંછીયાના આંબલીચોક પોલીસ ચોકી નજીક નવકાર  શોપીંગ સેન્ટરમાં ત્રણ દુકાનમાં તસ્કરોએ  તાળા તોડી  પરચુરણ અને માલમતા ચોરી કરી ગયાની જાણ પોલીસને થતા સ્ટાફ  દોડી જઈ જીણવટ ભરી તપાસ ચલાવી રહી છે. સ્થાનીક  હોમગાર્ડને અન્ય શહેરોમાં  બંદોબસ્તમાં હોય આથી તસ્કરોને જાણે રેઢુ પડ હોવાથી જાણ ભેદુએ ચોરી કર્યાની આશંકા સાથે પોલીસે  તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.