Abtak Media Google News

ટેક્સ બ્રાન્ચે ધોકો પછાડતાં રૂ.44 લાખની વસૂલાત: વેસ્ટ ઝોનમાં સૌથી વધુ બાકીદારોને નોટિસ અપાય

કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા એક પખવાડીયાથી ટેક્સની હાર્ડ રિક્વરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે અલગ-અલગ વિસ્તારોમાં બાકીદારોની 54 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે 11 મિલકતો સીલ કરી દેવામાં આવી છે.

બપોર સુધીમાં 44 લાખની વસૂલાત થવા પામી છે. આજે ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત વોર્ડ નં.1માં 150 ફૂટ રીંગ રોડ પર ધ સ્પાર બિલ્ડીંગમાં 6 યુનિટ, વોર્ડ નં.4માં મોરબી રોડ પર અવધ રેસ્ટોરન્ટ મેંગો માર્કેટમાં આરઆર ફ્રૂટને, વોર્ડ નં.5માં રણછોડનગર વિસ્તારમાં ચાર મિલકતોને, વોર્ડ નં.6માં વોકલી રોડ પર 3 મિલકત અને પેડક રોડ પર ચાર મિલકતોને, વોર્ડ નં.9માં સાધુવાસવાણી રોડ પર પાંચ મિલકતોને, વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ પર 13 મિલકતને, વોર્ડ નં.13માં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 6 મિલકતોને, વોર્ડ નં.14માં ડેકોરા ફર્નીચરને, બાપુનગરમાં ત્રણ મિલકતને, વોર્ડ નં.15માં સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે મિલકતોને અને વોર્ડ નં.16માં વિવેકાનંદ નગર અને કોઠારીયા રોડ પર જેસાણી હોલને નોટિસ આપવામાં આવી છે.

જ્યારે વોર્ડ નં.7માં રજપૂતપરામાં ઉમેશ કોમ્પ્લેક્સમાં ત્રણ મિલકત, આકાશ મિલકતમાં ચાર મિલકત અને લોધાવડ ચોકમાં મારૂતિ કોમ્પ્લેક્સમાં બે સહિત કુલ 11 મિલકતોને સીલ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.