Abtak Media Google News

રાજકોટ મેયર ઈલેવને ગાંધીનગર મેયર ઈલેવનને ૧૦ વિકેટે જયારે કમિશનર ઈલેવને ગાંધીનગરને ૧૬૪ રને પરાજય આપ્યો

રાજકોટ મહાનગરપાલિકાની યજમાનીમાં રમાઈ રહેલી ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ મેયર ઈલેવન અને મ્યુનિસિપલ કમિશનર ઈલેવને ગાંધીનગર મેયર ઈલેવન તથા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ઈલેવનને પરાજય આપી વટભેર સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. કાલે રમાનારા સેમીફાઈનલમાં બંને ટીમો અમદાવાદ સામે ટકરાશે.

સોમવારે રમાયેલા પ્રથમ મેચમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઈલેવને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિકુંજ પંડયાનાં ધુંવાધાર ૧૨૬ રન અને જીજ્ઞેશ જોશીનાં ૫૭ રનની મદદથી ૨૦ ઓવરનાં અંતે ૨ વિકેટનાં ભોગે ૨૨૨ રનનો તોતીંગ જુમલો ખડકયો હતો જેના જવાબમાં ગાંધીનગર કમિશનર ઈલેવન માત્ર ૫૮ રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ રાજકોટ કમિશનર ઈલેવનનો ૧૬૪ રનને શાનદાર વિજય થયો હતો.

રાત્રે ૮ કલાકે રમાયેલા રાજકોટ મેયર ઈલેવન અને ગાંધીનગર ઈલેવન વચ્ચેનાં મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરનાર ગાંધીનગર મેયર ઈલેવન માત્ર ૬૩ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. રાજકોટવતી ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાએ ૧૦ રન આપી ૪ વિકેટે ખેડવી હતી જયારે કશ્યપભાઈ શુકલએ ૩ અને પુષ્કર પટેલ તથા મુકેશ રાદડિયાએ એક-એક વિકેટો ખેડવી હતી. ૬૪ રનનાં લક્ષ્યાંક સાથે મેદાનમાં પડેલી રાજકોટ મેયર ઈલેવનની ટીમે માત્ર ૫ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક હાંસલ કરી ૧૦ વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ઓપનર પુષ્કરભાઈ પટેલે ૧૬ બોલમાં ૮ ચોગ્ગાની મદદથી ૩૯ રન અને કશ્યપભાઈ શુકલએ ૧૫ બોલમાં ૨ ચોગ્ગાની મદદથી ૧૯ રન બનાવ્યા હતા. આવતીકાલે રાજકોટ મેયર ઈલેવન અને મ્યુનિ.કમિશનર ઈલેવન સેમીફાઈનલમાં અમદાવાદ મેયર ઈલેવન અને મ્યુનિ.કમિશનર ઈલેવન વચ્ચે ટકરાશે.

રનનાં લક્ષ્યાંક સાથે મેદાનમાં પડેલી રાજકોટ મેયર ઈલેવનની ટીમે માત્ર ૫ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક હાંસલ કરી ૧૦ વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ઓપનર પુષ્કરભાઈ પટેલે ૧૬ બોલમાં ૮ ચોગ્ગાની મદદથી ૩૯ રન અને કશ્યપભાઈ શુકલએ ૧૫ બોલમાં ૨ ચોગ્ગાની મદદથી ૧૯ રન બનાવ્યા હતા. આવતીકાલે રાજકોટ મેયર ઈલેવન અને મ્યુનિ.કમિશનર ઈલેવન સેમીફાઈનલમાં અમદાવાદ મેયર ઈલેવન અને મ્યુનિ.કમિશનર ઈલેવન વચ્ચે ટકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.