Abtak Media Google News

રાજકોટની જીવાદોરી સમાન આજી છલકાતા નેતાઓએ એકબીજાના મોઢા મીઠા કરાવી અભિનંદન પાઠવ્યા

રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતો જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફ્લો થતા નવા નીરના વધામણા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી,રાજ્યસભાના સાંસદ અને મેયર સહિતના કોર્પોરેશન પદાધિકારીઓએ કર્યા હતા. એકબીજાના મોઢા મીઠા કરવી અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટને પીવાનું પાણી પુરું પાડતા અને શહેરીજનોના દિલ સાથે જોડાયેલા આજી-1 ડેમ આજે સવારે ઓવરફ્લો થયો છે.

Rmc Aji Dem Copy

નવા નીરના વધામણા રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો.પ્રદિપ ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડે.કમિશ્નર આશિષકુમાર, સી.કે.નંદાણી, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતી ચેરમેન દેવાંગભાઈ માંકડ, એડી.સિટી એન્જીનીયર દેથરીયા તથા વોટર વર્કસના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા. આજી-1 ડેમ 1954માં બંધાયેલ અને 29 ફૂટ ઊંડાઈ ધરાવે છે. અત્યાર સુધીમાં 18 વખત ઓવરફ્લો થયેલ છે. છેલ્લા ચાર વર્ષ એટલે કે 2019 થી 2022 દરમ્યાન ઓવરફ્લો થયેલ છે. આ ડેમમાં 918 એમસીએફટી પાણી સંગ્રહિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.