Abtak Media Google News
  • ગુજરાત વિધાનસભામાં સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગની માંગણીઓ મંજુર
  • મસ્કયુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનિક્ધયુરોલોજીકલ સ્થિતિ જેવા દિવ્યાંગોને માસીક એક હજારની સહાય

વિધાનસભા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા મંત્રી   બાબરીયા એ ઉમેર્યું કે, નાણાંમંત્રી એ વર્ષ 2024-25 માટે રાજ્યનું કુલ રૂ.3,32,465 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. જેમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના (જઈજઙ) સહિત કુલ રૂ. 11,524 કરોડ 47 લાખની જોગવાઇ કરી છે.જે ગત વર્ષ કરતા રૂ. 430.23 કરોડનો વધારો સૂચવે છે.

મંત્રી  એ ઉમેર્યું કે,શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.609 કરોડની અને વિકસતી જાતિ કલ્યાણ માટે અંદાજે રૂ.1657 કરોડની જોગવાઇ મળી કુલ રૂ. 2266 કરોડ,આર્થિક ઉત્કર્ષની યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.134 કરોડની અને વિકસતી જાતિ કલ્યાણની રૂ.890 કરોડની મળી કુલ રૂ. 1024 કરોડ,આરોગ્ય, વસવાટ અને અન્ય સામાજિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.180 કરોડની અને વિકસતી જાતિ કલ્યાણની રૂ. 238 કરોડની મળી કુલ રૂ. 418 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.એ જ રીતે વિચરતી-વિમુકત જાતિઓ માટે રૂ.141 કરોડ, લઘુમતી વિકાસની  વિવિધ યોજનાઓ  માટે બજેટમાં રૂ.75 કરોડ અને બિન અનામત વર્ગો માટે રૂ. 603 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રી શ્રીમતી બાબરીયા એ વર્ષ 2024-25માં નવા આયોજનની બાબત વિગતો આપતાં કહ્યું કે, રાજય સરકારે ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંત સુરદાસ યોજના માંથી બી.પી.એલ કાર્ડનું તથા 0 થી 17 વર્ષનું ઉમરનું ધોરણ દુર કરી લાભ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે રૂા. 28 કરોડની જોગવાઈ કરી છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીકન્યુરોલોજીકલ જેવી સ્થિતીમાંઔ40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.1 હજારની સહાય આપવામાં આવશે જે માટે રૂ.1.63 કરોડની તેમજ પાંચ નવા ચિલ્ડ્રન હોમ નિર્માણ માટે રૂ. 15 કરોડની જોગવાઈ કરી છે.

મંત્રી  એ ઉમેર્યું કે, અમારી સરકારે હંમેશા ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપ્યું છે. ક્ધયાઓ સારી રીતે ભણીને સ્વનિર્ભર થઈ શકે તે માટે

સુરેન્દ્રનગર, કોડિનાર, બારડોલી અને બાલાસિનોર ખાતે નવા સમરસ ક્ધયા છાત્રાલયો નું બાંધકામ કરવામાં આવશે.જે માટે બજેટમાં રૂ.67.55 કરોડની જોગવાઈ કરાઈ છે.ઉપરાંત વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કાર્યરત ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોમાં 2750

વિદ્યાર્થીઓનો સંખ્યા વધારો કરવા માટે રૂ.6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે ભાવનગર ખાતે રૂ. 17.31 કરોડના ખર્ચે કોલેજ કક્ષાના સરકારી કુમાર છાત્રાલય અને સરકારી ક્ધયા છાત્રાલયનું તેમજ જુનાગઢ ખાતે રૂ.19.63 કરોડના ખર્ચે ક્ધયા આદર્શ નિવાસી શાળા માટે અદ્યતન સુવિધા સાથેના નવી બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવશે.આ ઉપરાંત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રૂ.84.68 કરોડના ખર્ચે મોડાસા તથા પાલનપુર ખાતે આદર્શ નિવાસી શાળા અને મોડાસા,વેરાવળ, વઢવાણ, અને ગાંધીનગર ખાતે સરકારી ક્ધયા છાત્રાલયો માટે અધતન સુવિધા સાથેના નવા મકાનોનું બાધકામ કરવામાં આવશે.

ડો. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન બાંધવા માટે રૂ. 1.20 લાખ લેખે સહાય આપવા માટે બજેટમાં રૂ. 243 કરોડની જોગવાઈ, કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત 61,500 ક્ધયાઓને મામેરા માટે સહાય આપવા માટે રૂ.74 કરોડની જોગવાઈ, ડો.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં 800 યુગલોને યુગલ દીઠ રૂ.2.50 લાખની સહાય આપવા માટે રૂ.20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રી   એ ઉમેર્યું કે,સમાજમાં સૌથી મોટો પડકાર દિવ્યાંગજનો ને સાનુકૂળ વાતાવરણ મળી રહે એ માટે દિવ્યાંગજનોના કલ્યાણ તથા પુન:સ્થાપન અર્થે વર્ષ 2024-25માં રૂ.2178. 39 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યકિતને આર્થિક સહાય આપવાની યોજનામાં દિવ્યાંગતાની ટકાવારી 50% કરીછે.આ યોજના અંતર્ગત 70 હજાર મનોદિવ્યાંગોને લાભ આપવા માટે કુલ 84 કરોડ,દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં કુલ 1400 લાભાર્થીઓને લાભ આપવા માટે કુલ રૂ.7 કરોડ,દિવ્યાંગોને એસ.ટી.માં મફત મુસાફરીની યોજનામાં કુલ 3.68 લાખથી વધુ લાભાર્થીઓ માટે કુલ રૂ. 44 કરોડ,પાલક માતા પિતા યોજનામાં રૂ.74 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કુલ 20,500 લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એક અનોખી પહેલ દ્વારા યોજનાકિય લાભોનું લાઈવ ટેલીકાસ્ટ કરીને નિગમ હસ્તકની વિવિધ યોજનામાં અરજી કરનાર તમામ લાભાર્થી લાઈવ નિહાળી શકે તે માટે વિવિધ યોજનાઓનો સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી કમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરી તેનું યુ- ટયુબમાં લાઈવ પ્રસારણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.