Abtak Media Google News

 

Advertisement

રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાનું ભયંકર ધોવાણ થઈ જતાં શહેરજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. દરમિયાન રાજ્ય સરકારે તાત્કાલીક ગ્રાન્ટ ફાળવતા ફટાફટ ટેન્ડર પ્રક્રિયા આપીને મહાનગરપાલિકા દ્વારા ડામર કામ શરૂ કરી દેવામાં આવ્યા છે. તે દરમિયાન આજે સવારે મ્યુનિસિપલ કમિશનર બ્ંછનિધિ પાની તેમની સાથે અમુક ઉચ્ચ અધિકારીઓએ ડામર કામની સરપ્રાઇઝ ચેંકિંગ કર્યું હતું. કિસાનપરા ચોક, ટાગોર રોડ, કાલાવડ રોડ,  હનુમાનમઢી ચોક, અને રૌયરોડ સહિતના વિસ્તારોમા ચાલતા પેચવર્ક અને ડામર કામનું સરપ્રાઇઝ ચેકિંગ કરીને જરૂરી સૂચના આપી હતી. તાજેતરમાં જ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ અંતર્ગત નબળા ડામર કામ માટે કોન્ટ્રાકટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓ જવાબદારી ફિક્સ કરવા આદેશ આપ્યો હતો. જેના અનુસંધાને હવે તંત્ર દોડધામ કરવા લાગ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.