Abtak Media Google News

સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અટલ સરોવરની મુલાકાત લેતા પટેલ

રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલી અવિરત કામગીરીનાં અનુસંધાને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે  સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અટલ સરોવરની મુલાકાત કરી હતી તેમણે અટલ સરોવરને આપતા આખરી ઓપની કામગીરી ઝડપી પુરી કરવા સંબંધિત અધિકારી અને એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી.

Advertisement

રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં હાલ કામગીરી પૂર્ણતાના આરે છે જયારે અટલ સરોવરને પણ આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. આ બંને પ્રોજેક્ટ સાંભળી રહેલ એજન્સીઓ સાથેની વાતચીત દરમ્યાન મ્યુનિ. કમિશનર આનંદ પટેલે બંને એજન્સીઓને બકીર રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી.

આજની વિઝિટમાં  મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડેપ્યુટી સિટી એન્જી. એચ. એમ. સોંડાગર હાજર રહ્યા હતા.

શહેરના રૈયા વિસ્તારને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. જ્યાં અલગ-અલગ ત્રણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો અત્યાર સુધીમાં 92 ટકા જેટલી કામગીરી થઇ ચુકી છે. જેમાં માત્ર 10 ટકા જેવી કામગીરી હવે બાકી રહેવા પામી છે. બે વખત મુદ્તમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં કામગીરી પૂર્ણ ન થતાં હાલ કોન્ટ્રાક્ટરના 25.66 કરોડ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. જ્યારે અટલ સરોવર ડેવલપ પ્રોજેક્ટની 85 ટકા જેવી કામગીરી થઇ ચુકી છે અને હજુ 15 ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામ પુરૂં કરવા માટે પણ બે વખત મુદ્તમાં વધારો કરાયો છે. ચૂકવેલ બિલમાંથી 16 ટકા મુજબ 7 કરોડ રૂપિયા હાલ અટકાવી દેવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા પ્રોજેક્ટ એવા પાન સિટીમાં અત્યાર સુધીમાં 87 ટકા કામગીરી થઇ ચુકી છે. જેમાં પણ કોન્ટ્રાક્ટરની મુદ્તમાં એક વખત 62 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. ટેન્ડરની શરત મુજબ કામ થતું ન હોવાના કારણે રૂ.1.74 કરોડની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ માટે રૂ.980 કરોડ મંજૂર થઇ ગયા છે.

જે પૈકી કેન્દ્ર સરકાર દ્વારા 392 કરોડ, રાજ્ય સરકાર દદ્વારા 195 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા 196 કરોડ સહિત 783 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. અટલ સરોવરનું કામ 30 સપ્ટેમ્બર સુધીમાં પુરૂં કરવા માટે કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે. આ અવધિમાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પુરૂં કરવા સૂચન કરાયું છે. જ્યારે પાન સિટીનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે. ટૂંકમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વર્ષના અંત સુધીમાં પૂરો થઇ જાય તેવી શક્યતા હાલ જણાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.