Abtak Media Google News

મેયર બંગલે બેઠક બાદ ૬ દિવસમાં ફરી મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સો બેઠક બોલાવતા પદાધિકારીઓ: બજેટમાં મુકેલા પ્રોજેકટો ઝડપી શરૂ કરવા પણ તાકીદ

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના મહાપાલિકાના પદાધિકારીઓએ આજી છ દિવસ પૂર્વે મેયર બંગલા ખાતે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની અને ત્રણેય ડીએમસી સો ગુપ્ત મીટીંગ બોલાવી હતી. દરમિયાન આજે ફરી બપોરે મેયરની એન્ટીક ચેમ્બરમાં પદાધિકારીઓએ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સો બેઠક યોજી હતી અને કડક ભાષામાં એવી તાકીદ કરી હતી કે, સફાઈ કામગીરીમાં કોઈ કદાસ ચલાવવામાં આવશે નહીં. સતત સમીક્ષા કરવામાં આવશે અને જ‚ર જણાશે તો ખુદ મેયર ચેકિંગ ર્એ ફિલ્ડમાં ઉતરશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દેશના સ્વચ્છ ૫૦ શહેરોમાં રાજકોટનો ૧૮મો ક્રમાંક આવ્યો છે. સ્વચ્છતામાં રાજકોટને દેશનું શ્રેષ્ઠ શહેર બનાવવા માટે મહાપાલિકાના ભાજપના શાસકો કટીબધ્ધ છે. તાજેતરમાં મેયર બંગલા ખાતે મ્યુનિ.કમિશનર અને ત્રણેય ડીએમસી સો બેઠક બોલાવવામાં આવી હતી. દરમિયાન આજે બપોરે ફરી કોર્પોરેશન કચેરી ખાતે પદાધિકારીઓએ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સો બેઠક યોજી હતી. જેમાં કમિશનરને એવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે શહેરમાં સફાઈ કામગીરી વધુ સઘન બનાવવામાં આવે, સફાઈમાં અમે કોઈપણ કચાસ છોડવા માંગતા ની. ગંદકી અંગે લોકોની ફરિયાદ આવશે અને જ‚ર જણાશે તો મેયર ખુદ ચેકિંગ ર્એ ફિલ્ડમાં ઉતરશે.

હાલ શહેરમાં અલગ અલગ ઝોનમાં ચાલતા વિકાસ કામો કયારે પુરા શે તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. આટલું જ નહીં વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મુકવામાં આવેલા વિવિધ પ્રોજેકટો ઝડપી શ‚ કરવામાં આવે તેવી પણ તાકીદ કરવામાં આવી છે. બજેટમાં સુચવેલા પ્રોજેકટ નિયત સમય મર્યાદામાં પૂર્ણ ાય અવા ચાલુ ઈ જાય તે માટે આગામી દિવસોમાં પણ સતત બેઠકોનો ધમધમાટ ચાલુ રાખવામાં આવશે. વિકાસ કામોને વેગ આપવા અને સફાઈ કામગીરી સુદ્રઢ બનાવવાનો પ્રમ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં ત્રણેય ઝોન કચેરીના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર સો બેઠક બોલાવવામાં આવશે અને ત્યારબાદ શાખા અધિકારીઓ સો પણ મીટીંગ બોલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છ દિવસ પૂર્વે મેયર બંગલા ખાતે યોજાયેલી મીટીંગમાં ઝોનવાઈઝ પદાધિકારીઓની જવાબદારીઓ પણ ફીકસ કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં ચાલતા અલગઅલગ પ્રોજેકટની સમીક્ષા ખુદ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય કરશે. જયારે વેસ્ટ ઝોનમાં ચાલતા પ્રોજેકટની સમીક્ષા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરાના શીરે રહેશે. ઈસ્ટઝોનમાં ચાલતા પ્રોજેકટની સમીક્ષાની જવાબદારી ડે.મેયર દર્શિતાબેન શાહ અને શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણીને સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.