Abtak Media Google News

ચોમાસુ નબળુ છતાં શહેર અને ડેમોમાં પાણીની સ્થિતિ અને શાસકોની તૈયારી અંગે જાણવા ‘અબતક’નો પ્રયાસ

ચાલુ વર્ષે ચોમાસુ નબળુ જવાના એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે શહેરને પાણી પૂરુ પાડતા ડેમમાં પાણી તળીયે પહોંચી ગયું છે પરંતુ મહાનગરપાલિકાના સતાધીશોએ રાજકોટવાસીઓને પાણી પ્રશ્ર્ને કોઈ મુશ્કેલી નહીં થાય તેવી પાણીદાર ખાતરી આપી છે. શહેરીજનો માટે પાણી નર્મદા

માંથી પમ્પીંગના માધ્યમથી લાવવામાં આવે તેવી તૈયારી ચાલી રહી છે. રાજકોટને ૨૪૦ એમએલડી પાણીની જ‚રીયાત છે. સરકાર દ્વારા હાલ તો પૂરતુ પાણી આપવામાં આવે છે. આ પાણી મહાનગરપાલિકાના ૮ ફિલ્ટર પ્લાન્ટમાંથી પીવા લાયક થઈ લોકો સુધી પહોંચે છે. શહેરમાં હાલ નળ કનેકશન દીઠ મહાનગરપાલિકા ૨૦૦ લીટર પાણી આપતી હોવાનો દાવો કરે છે. આ પાણી માટે

રાજકોટ મહાનગરપાલિકા ૧૦૦૦ લીટર દીઠ .૬ની કિંમત ચુકવે છે અને રાજકોટ મહાનગરપાલિકા લાેકો પાસેથી પાણીકર પેટે રૂ.૮૪૦ વસુલ કરે છે. આ વર્ષે ચોમાસુ મોડુ અથવા નબળુ રહેવાની શકયતાને ધ્યાને લઈએ તો પણ આખુ વર્ષ પાણી ૨૦ મીનીટ સુધી મળશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે. પાણીની અછત હોવા છતા કેટલાક લોકો પાણીનો બગાડ કરતા હોવાના કારણે પાણીની વધારે અછત સર્જાતી હોય છે. હાલ તો શહેરના ડેમો ખાલી છે ત્યારે ‘અબતક’ની ટીમ દ્વારા ડેમો-શહેરમાં પાણીની સ્થિતિ અને શાસકોની તૈયારી અંગે જાણવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં અધિકારીઓ શહેરીજનોને પૂરતુ પાણી મળશે તેવી ખાતરી આપી રહ્યા છે.

ભાજપના શાસકોમાં પાણી છે એટલે રાજકોટની જનતાને પાણી મળશે…મળશે… અને મળશે જ: મેયર

તળીયા ઝાટક બનેલી આજી અને ન્યારીના પાણી પ્રશ્ર્ન અંગે ચર્ચા કરતા મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતુકે હાલ

રાજકોટને પાણી પૂ‚ પાડતા એક પણ ડેમમાં પાણી નથી આજી અને ન્યારીમા નહિવત પાણી છે. જયારે ભાદરમાથી આપણે ઉપાડવાનું બંધ કરી દીધું છે. ત્યારે આપણે ત્યાં જે પાણી આવે છે એ સંપૂર્ણ રીતે નર્મદા આધારીત છીએ અને રાજકોટની પાણીની બધી જ જ‚રીયાતો નર્મદાના પાણીથી સંતોષાય છે. આપણી જ‚રીયાત ૨૭૦ એમએલડી પાણીની છે. જેમાંથી ૨૬૦

jainam upadhya |
jainam upadhya |

એમએલડી પાણી આપણે નર્મદામાથી મેળવીએ છીએ ન્યારીમાં મે મહિના સુધી ચાલે એટલુ પાણી છે. રાજકોટનાં કુલ ૧૮ ઝોન છે જેમાંથી લતા મુજબ પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ વાત બલ્ક વોટરની છે વધુ જથ્થામાં આવતુ પાણીનું વિતરણ કરવામાંમં આવે છે.

વધુમાં તેમણે ડીએસ તવિશે ચર્ચા કરતા જણાવ્યું હતુ કે ટીડીએસ બોરનાં પાણીમા વધુ હોય છે. આપણા પાણીમાં ટીડીએસનો બહુ સવાલ આવતો હોતો નથી છતાય નર્મદાનું પાણી આઈએસ કોડ મુજબ જે ૫૦૦ ટીડીએસ હોવા જોઈએ એ બદલે માત્ર ૧૫૦ ટીડીએસનું જ પાણી હોય છે. આ પાણી ખૂબજ સા‚ પાણી કહેવાય છતાં આપણે એને ફિલ્ટર કરીએ છીએ એટલે સંપૂર્ણ પીવાલાયક પાણી આપણે રાજકોટની જનતાને આપીએ છીએ.

વધૂમાં તેમણે જણાવ્યું હતુ કે રાજકોટની જનતા ખૂબ જ સમજુ છે. પાણીનો બગાડ ન થાય એ સમજે છે. છતા પણ અમુક જગ્યાએ જો પાણીનો બગાડ થતો હાય તો અમે શિક્ષાત્મક પગલા લઈએ છીએ રાજકોટના લોકોને અપાતું પાણી સાડાપાંચસો કિલોમીટર દૂરથી આવે છે. આશા રાખીએ છીએ કે ચોમાસુ સમયસર થાય, છતા પણ જો કદાચ વરસાદ ખેંચાય તો પણ નર્મદાના સુંદર આયોજન થકી રાજકોટની જનતાને પાણીની કોઈપણ મુશ્કેલી નહી નડે અને આવનાર દિવસોમાં સૌની યોજનાથી ઓગષ્ટ મહિના પહેલા આપણો આખો આજી ડેમ પાણીથી ભરાઈ જશે ડેમમાં પાણી આવે કે ન આવે ભાજપના શાસકોમાં પાણી છે એટલે રાજકોટની જનતાને પાણી મળશે, મળશે અને મળશે જ.

જૂન સુધીમાં આજીડેમને નર્મદાના નીરથી ઓવરફ્લો કરી દેવાશે: પુષ્કરભાઇ પટેલ

રાજકોટને પાણી પૂ‚ પાડનાર આજી અને ન્યારી સાવ ખાલીખમ છે. ત્યારે તે અંગે ‘અબતક’ સાથે ચર્ચા કરતા સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતુ કે રાજકોટના તમામ વોર્ડમા છેલ્લા બે વર્ષથી આજી અને ન્યારી ખાલી ર

હેવા છતા અવિરત રીતે પાણી પૂ‚ પાડવામાં આવે છે. રાજ સરકાર દ્વારા આપણને જોઈ એટલુ પાણી પૂ‚ પાડવામાં આવે છે. વિજયભાઈના નેતૃત્વમાં આપણને બસો પાસઠ એમએલની પાણીની જ‚રીયાતમાં એક પણ દિવસનાં ડિસ્ટબન્સ વગર જે પ્રમાણે પાણીની જ‚રીયાત પડી છે એ પ્રમાણે રાજય સરકાર દ્વારા આપણને પાણી મળ્યું છે અને એના માધ્યમથી જ રાજકોટ મહાનગરપાલીકાએ નળ વાટે ફિલ્ટર વોટર રાજકોટની જનતાને વિતરણ કરી રહ્યું છે.કુલ ચાર જગ્યાએ અલગ અલગ રીતે આપણને નર્મદાનું પાણી મળી રહ્યું છે. એમાં ન્યારા, ખંભાળા, બેડી અને આજી ઉપર આપણને રો વોટર મળે છે. ત્યારબાદ એની ફિલ્ટરનેશનની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને રાજકોટના દરેક વોર્ડના વિતરણ માટે

puskar patel
puskar patel

કુલ મળીને આશરે ૧૮ જેટલા ઝોન પાડેલા છે. એના માધ્યમથી દૈનિક પાણી વિતરણ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.પાણીના બગાડ અંગે વધુ ચર્ચા કરતા પુષ્કરભાઈ એ જણાવ્યું હતુ કે દર વખતે ઉનાળામાં જયારે પાણીના પ્રશ્ર્નો ઉભા થાય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા જાહેર જનતાને પાણીનો બચાવ કરવા અપીલ કરવામાં આવે છે. અને એ કામગીરીને વધુ સફળ બનાવવા બેનર, હોર્ડીંગ પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમો કરી લોકોનો સાથ સહકાર માંગવામાં આવે છે. સ્વાભાવિક રીતે આપણી કાઠીયાવાડી પરંપરા મુજબ ફળીયા ધોવાની કાયમી ટેવ પડેલી હોવાથી આ બાબતમાંથી બહાર આવતા લોકોને થોડો સમય લાગશે વધુ તેમણ કહ્યું હતુ કે મને કહેતા ખૂબજ આનંદ થાય છે કે આ છેલ્લુ એવું ચોમાસુ છે કે જયારે આપણે આ પ્રકારની ચર્ચા કરીએ છીએ કે એક પણ પ્રકારનો ડેમ ભરેલો નથી રાજ સરકાર અને વિજયભાઈના માર્ગદર્શન હેઠળ સૌની યોજના માટે રાજકોટનો ૨૦૧૯માં જે વારો હતો તેમાં અંગત રસ લઈ હાલ યુધ્ધના ધોરણે ૫૦૦ કરોડ ‚પીયાના ખર્ચે સૌની યોજનાની લાઈનથી આવતા મે અથવા જૂનનાં એન્ડ સુધીમાં આજીને ઓવર ફલો કરી અપાશે એવી વિજયભાઈએ ખાતરી આપી છે એટલે પાણીરનો કોઈ પ્રશ્ર્ન છે જ નહી અને રાજકોટવાસીઓએ પાણી બાબતે કોઈ ચિંતા કરવાની જ‚ર નથી.

કટોકટી વખતે ભાદરમાંથી પણ પાણી લેશું: બંછાનીધી પાની

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતુ કે રાજકોટ મહાનગરપાલીકા અત્યારે ૨૭૦ એમએલડી પાણી રાજકોટની જનતાને પૂ‚ પાડે છે. અત્યારે પાણી નર્મદા આધારીત રાજકોટ છે. અને આ તમામ વ્યવસ્થા તંત્ર

રીવ્યુ સમય ગાળા અંતર્ગત કરવામાં આવે છે. રાજકોટની જનતાને પાણી માટે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ ગઈ છે.

આપણે નર્મદા આધારીત છીએ એના ઉપરાંત મચ્છુમાંથી પાણી પંપીંગ કરીને આજીમાં નાખવામાં આવશે અને આજીમાંથી પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે હાલમાં ન્યારીના ડેમમાં પણ પાણી ઉપલબ્ધ છે. અને એ પાણી આપણે રીઝર્વેશન તરીકે રાખ્યું છે. આ વખતે કોઈ પણ અગવડ થાય અથવા સમયસર વરસાદ ન આવે તો એના માટે ન્યારીનું રીઝર્વેશન છે એ થોડુ મોડુ

bandhanidhi pani
bandhanidhi pani

કરીને લોકોને પાણીની સંપૂર્ણ વ્યવસ્થા કરાવામા આવશે.ભાદરમાં પણ પાણી છે. એટલે ભાદરમાં અત્યારે આપણે ડ્રો કરવા ઓછુ કરી નાખ્યા છે. અને સંપૂર્ણ પણે સ્ટોપ કરી નાખ્યું છે. એટલે જયારે કટોકટીનો સમય હશે ત્યારે ભાદરમાંથી પાણી પાણી લઈ શકીશુ તેથી રાજકોટ મહાનગરમાં અને કોઈ પણ પ્રકારની પાણીની મુશ્કેલી નહી થવા દઈએ સંપૂર્ણ રીતે વ્યવસ્થા તંત્ર કાર્યરત છે. અત્યારે જે એકસપ્રેસ ફિટર લાઈન છે. તેનું પણ કામ પૂર્ણ થયું છે. જેનું ટુંક સમયમા લોકાર્પણ કરવામાં આવશે જેથી આપણને એક ઝોનમાંથી બીજા ઝોનમાં સીફટ કરવા માટે આપણને અનુકુળ પડશે. મચ્છુ નદીમાં ઓલરેડી નર્મદાનદીનું પાણી આવી ગયું છે. તે પાણી પંપીંગ દ્વારા આજી નદી ભરી દેવામાં આવશે. લોકોને અગવડતાન પડે તે માટે સૌની યોજના અંતર્ગત મચ્છુ નદીમાંથી પાણી પૂ‚ પાડવામાં આવશે જેનું કામ અત્યારે લગભગ પૂર્ણ થવાના આરે છે. એટલે ૭૦% જેટલુ કામ થઈ ગયું છે. અને બાકીનૂં ૩૦% કામ છે તે ટ્રાયલ કરીને તાત્કાલીક પૂર્ણ કરવામાં આવશે.

૨૦૨૫ સુધી ફિલ્ટર પાણી પૂરું પાડવાની મહાપાલિકાની ક્ષમતા: ચિરાગ પંડયા

રાજકોટના પાણીના પ્રશ્ર્નો અંગે રાજકો મહાનગરપાલીકાનાં સીટી એન્જીનીયર ચિરાગ પંડયાએ ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે રાજકોટ મહાનગર પાલીકા દ્વારા પ્રતિદિન ૨૪૦ થી ૨૪૫ એમએલડી પાણી રાજકોટની જનતાને

chirag pandya
chirag pandya

પૂ‚ પાડવામાં અાવે છે. પાણીના જુદા જુદરા શોર્ષ જેવા કે આજી ડેમ, ન્યારી ડેમ, નર્મદા અને હાલ ભાદરનું પાણી લેવાનું બંધ છે. ત્યારે નર્મદાનું પાણી જુદા જુદા હેડવર્ક પરથી આવે છે. અને એ પાણી ફિલ્ટર કરી અને અમારા જુદા જુદા ૧૮ હેડવકર્સ છે ત્યાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. અત્યારે જે રાજકોટ મહાનગરપાલીકા પાસે પાણી ફિલ્ટરીંગ કેપેસીટી ત્રણસો પોઈટ પાંચ એમએલની છે જે ૨૦૨૫ સુધીની વસ્તીને આપણે પાણી પૂ‚ પાડી શકીએ એવી ક્ષમતા છે.

સૌની યોજના હેઠળ સરકાર રાજકોટમાં પાઇપ લાઈનનું કામ યુધ્ધના ધોરણે ચલાવી રહી છે: દલસુખભાઇ જાગાણી

હાલ રાજકોટ શહેરના પાણીના જે બે મુખ્ય સ્ત્રોત છે. એટલે કે આજી અને ન્યારીમાં સહેજ પણ પાણી ન હોવાથી લોકોમાં એક ભયની લાગણી છવાઈ છે. આ બાબતે જયારે વોટરવર્કસનાં ચેરમેન દલસુખ જાગાણીને પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું હતુ કે ભલે આજી અને ન્યારીમાં પાણીના હોય પરંતુ ભાજપની સરકાર પાણીવાળી સરકાર છે જેથી કોઈ પણ વિકટ સમસ્યા ઉદભવશે તો પણ આરએમસી અને રાજય સરકાર રાજકોટની જનતાને પીવાનું પણી આપવા કટીબધ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે હાલની સ્થિતિમાં આરએમસી રાજકોટની જનતાને નર્મદાનું પાણી આપે છે. તેને અનુસંધા

dalsukh jagani
dalsukh jagani

ને રાજકોટના ૧૮ હેડવર્ડઝથી લઈ ૮ ફિલ્ટર પ્લાન્ટથી પાણી ફિલ્ટર કરી લોકોને પાણી પૂ‚ પાડવામાં આવે છે. આ તકે તેમણે વધુમાં કહ્યું કે રાજકોટની જનતાને આરએમસી પ્રતિદિવસ ૨૪૦ એમએલડી પાણી આપે છે. અને એક નળ કનેકશન દીઠ ૨૦૦ લીટર પાણી આપવામાં આવે છે. સૌની યોજના હેઠળ રાજય સરકારે રાજકોટમાં એકસપ્રેસ ફીડરની લાઈનનું કામ યુધ્ધના ધોરણે ચલાવી રહી છે. જેથી કોઈ પણ ઝોનમાંથી કોઈ પણ જગ્યાએ પાણીનું વિતરણ કરી શકાશે રાજય સરકારે રાજકોટની જનતાને આશ્ર્વાસન આપતા જે વાત જણાવી હતી કે સૌની યોજના હેડળ રાજકોટના આજી અને ન્યારી ડેમને ભરી દેવામાં આવશે તે વાત ઉપર સરકાર પૂર્ણ રૂપથી કટીબધ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.