Abtak Media Google News
  •  એક વિદ્યાર્થી તરીકે રાજકોટે મને શીખડાવેલા પાઠ આજે દેશ સેવા માટે ખૂબ જ કામ આવી રહયા છે:મોદી
  •  દુનિયામાં સિરામિકનું જે કામ થાય છે તેનું 13 ટકા એકલા મોરબીમાં થાય છે: નરેન્દ્ર મોદી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીજીનું સૌભાગ્ય હતું કે પોરબંદરમાં જન્મ્યા અને રાજકોટમાં પાઠશાળા મળી તેમ મારુ સૌભાગ્ય હતું કે ઉત્તર ગુજરાતમા જન્યો અને રાજકોટમાં રાજકારણના પહેલા પાઠ શિખ્યો.રાજકોટ મારી પહેલી પાઠશાળા છે.રાજકોટનું રૂણ કયારેય પુરુ ન કરી શકાય. હું રાજકોટનો કર્જદાર છું. એક વિદ્યાર્થીના રૂપમાં રાજકોટવાસીઓથી ઘણુ શિખ્યો છું.તેમ રાજકોટ  ખાતે વડાપ્રઘાન  રૂ.6990 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ જંગી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.

Whatsapp Image 2022 10 20 At 8.47.49 Am 1

રાજકોટમાં એરપોર્ટથી રેસકોર્સ સુધીના રોડ-શોમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓએ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી  પર  ફુલોનો વરસાદ  કરી આવકાર્યા હતા.વડાપ્રઘાને  નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખુલ્લી જીપમાં સવારી કરી રાજકોટવાસીઓનું અભિવાદન સ્વીકાર્યુ હતું.

Whatsapp Image 2022 10 20 At 8.47.47 Am

તેઓએ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ જાહેર સભાને સંબોધતા રાજકોટવાસીઓના હાલ ચાલ પૂછ્યા હતા.કેમ છો બધા આનંદમાં છો ને?નવરાત્રિમાં તો જલશો પડી ગયો હશે ને?બે વર્ષ બાદ નવરાત્રિ ઉજવી.દિવાળીની તૈયારીઓ કેવી ચાલે છે. રાજકોટમાં તો અત્યારે જ દિવાળી દેખાય છે.આજે તો રાજકોટે રંગ રાખ્યો છે. રાજકોટમાં ભવ્ય કાર્યક્રમ થયો પ્રેમથી લોકોએ મારુ સ્વાગત કર્યું મને આશીર્વાદ આપ્યા હું રાજકોટને સત સત પ્રણામ કરું છું.દિવાળી એટલે કરેલા કામોનો હિસાબ આપવાનો અવસર અને નવું વર્ષ એટલે નવા સંકલ્પ કરવાનો અવસર.રાજકોટ સહિત પુરા સૌરાષ્ટ્રના વિકાસ માટે આજે અનેક પ્રોજકેટ પુરા થયા તેને દિવાળીની ભેટ તરીકે જનતાના ચરણોમાં ઘર્યા છે. કેટલાક લોકો રાજકારણમાં આવીને એમના મકાનો મોટા કર્યા પણ ગરીબોના ઘરનો વિચાર ન હતો કર્યો.આજે નવી ટેકનોલોજી થકી બનેલા મકાનોની ચાવી માતા અને બહેનોને સોંપી છે.

Whatsapp Image 2022 10 20 At 8.47.04 Am 1

દિવાળીના પાવન અવસર આવી રહ્યો છે.ત્યારે તેઓના ઘરમાં માં લષ્મી વાસ કરે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ.મકાનની ચાવી આપતી વેળાએ હું લોકોને પૂછતો હતો કેવા બન્યા છે મકાન ત્યારે તમામે વખાણ કર્યા હતાં. તેમના  ચહેરા પરની ખુશી જ બતાવી દેતી હતી કે તેઓ કેટલા ખુશ છે.દુનિયાની ઉત્તમ ટેકનોલોજી થકી દેશના છ શહેરોમાં આવાસ બનાવમાં આવ્યા છે તેમાં રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી.ટેકનોલોજી હતી પણ કોરોનાના કપરા કાળમાં ગુડ ગવરનન્સ અને કમિટમેન્ટ જરૂર હોય છે જે ભારત સરકારના મંત્રી હરદીપસિંધ પુરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી બતાવ્યું જેના માટે હું અભિનંદન પાઠવું છું.આજે સંપૂર્ણ સેવાભાવ અને સમર્પણ ભાવ સાથે વિકાસ કામોનો ભેટ આપું છું.આપણું ગુજરાત સશક્ત બને,સમૃદ્ધ બને તે ખુબ જરૂરી છે. કારણ કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને સમૃધ્ધ ભારત માટે સમૃદ્ધ ગુજરાતની આવશ્યકતા છે.

Whatsapp Image 2022 10 20 At 8.47.00 Am

પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું હતું કે,વિકાસના કાર્યોથી નાગરીકોને ખૂબ લાભ મળવાનો છે. આજે નવી ટેકનીકથી સુંદર મકાનો બનેલા છે તેમના માલિક બનેલા બહેનોને વંદન. ગત 21 વર્ષમાં ગુજરાતની જનતાએ અનેક સપના જોયા તેને સાકાર કરવાનો ભાજપ સરકારે પ્રયાસ કર્યો છે. મારા માટે રાજકોટ પહેલી પાઠશાળા હતી.  રાજકોટની જનતાના આશિર્વાદની તાકાત છે કે અમારી જવાબદારી વધતી જ જાય છે. આપણા વજુભાઇએ સિટ ખાલી કરી અને મને રાજકોટ મોકલ્યો અને રાજકોટવાસીઓએ મને વઘાવી લીધો અને આ યાત્રાના કારણે ગુજરાત સાથે દેશ વિકાસની નવી ઉંચાઇ સર કરી રહ્યો છે. રાજકોટનું રૂણ કયારેય પુરુ ન કરી શકાય. હું રાજકોટનો કર્જદાર છું. એક વિદ્યાર્થીના રૂપમાં રાજકોટવાસીઓથી ઘણુ શિખ્યો છું.

Whatsapp Image 2022 10 20 At 8.46.56 Am

તેઓએ વધુમાં જણાવ્યું કે, હમણા દેશના વિવિધ રાજયોના ખેલાડીઓ ગુજરાતમાં રમત સ્પર્ધામાં માટે આવ્યા હતા ત્યારે નવરાત્રીનો તહેવાર હતો, કેટલાક ખેલાડીઓએ ગુજરાતનો અનુભવ શેર કર્યો  કે ગુજરાત અને રાજકોટ જોઇ મોઢામાં આંગળા નાખી ગયા. પહેલા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અસામાજીક તત્વોનું વર્ચસ્વ હતું જનસંઘ તે સમયે લડાઇ લડતું આજે ભાજપની સરકાર બન્યા પછી કાયદો અને વ્યવસ્થા સહજ બની ગયા છે. દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું પોતાના ઘરનું ઘર લેવાનું એક સ્વપ્ન હોય તેને ભાજપ સરકારે પુર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે.  કેટલાક લોકો રાજકારણમાં આવીને એમના મકાનો મોટા કર્યા પણ ગરીબોના ઘરનો વિચાર ન હતો કર્યો. આજે ગુજરાત અને રાજકોટ ઉદ્યોગમાં આગળ છે. ગુજરાતમાં 10 લાખ પાકા ઘરની યોજના જાહેર કરી છે જેમાથી 7 લાખ ઘરો તો લાભાર્થીઓને સોપી દીધા છે. ભાજપ સરકાર નવ યુવાનોને પ્રોત્સાહીત કરી રહી છે.

Whatsapp Image 2022 10 20 At 8.46.24 Am 1

દુનિયામાં સસ્તુ ઇન્ટરનેટ ભારત લાવ્યું. આ ગુજરાતમાં વિમાન પણ બનશે, આ રાજકોટમાં વિમાનના સ્પેરપાર્ટ પણ બનતા થઇ જશે. પુરી દુનિયામાં સિરામિકનું જે કામ થાય છે તેનું 13 ટકા એકલા મોરબીમાં થાય છે. આજે જે વિકાસના કાર્યો થઇ રહ્યા છે તેનાથી સંતોષની લાગણી અનુભવું છું. મેં ભૂતકાળમાં વર્ષો પહેલા કહ્યું હતું કે,રાજકોટ, મોરબી અને જામનગર મીની જાપાન બનશે ત્યારે મારો મજાક ઉડાડવામાં આવતો હતો.પણ આજે મારી આગાહી સાચી પડી રહી છે.આજે રાજકોટનો એન્જીનીયરિંગ ઉધોગનો વિશ્વભર બોલબાલા છે. દુનિયાનો એકપણ ખૂણો એવો નહી હોય જ્યાં રાજકોટની બનેલી વસ્તુ ન પહોંચતી હોય.ગાડીઓ ગમે ત્યાં બને તેના પાર્ટ્સ રાજકોટમાં બને છે.હવે ગુજરાતમાં વિમાન પણ બનશે અને તેના પુરજા રાજકોટમાં બનતા હશે.

Whatsapp Image 2022 10 20 At 8.46.22 Am 2

બે દશકામાં રાજકોટે કમાલ કરી છે.રાજકોટની વિવિધ કંપનીઓના સ્ટેજ પરથી નામ બોલી સમગ્ર દુનિયામાં રાજકોટનું નામ આ કંપનીઓ રોશન કર્યું છે તેમ તેઓએ જણાવ્યું હતું.આ તકે  કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર,પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજય સરકારના  મંત્રી   જીતુભાઇ વાઘાણી, બ્રિજેશભાઇ મેરજા,  અરવિંદભાઇ રૈયાણી,  વિનોદભાઇ મોરડીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા,ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, લાખાભાઇ સોગઠીયા, ગોવિદભાઇ પટેલ,શ્રીમતી ગીતાબા જાડેજા, કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટના મેયર ડો. પ્રદિપભાઇ ડવ,જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોડર,સાબર ડેરીના ચેરમેન શામળભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

  •  રાજકોટ તો નરેન્દ્રભાઈ મોદીના હૈયે વસેલું શહેર છે:મુખ્યમંત્રી

Screenshot 10 2

ગુજરાતના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ એટલે દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના સક્રિય રાજનીતીક જીવનની શરૂઆત થઇ હતી. નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતે શહેરીકરણને વિકાસનો અવસર બનાવી જનસુખાકારીના અવનવા પ્રકલ્પો સાકાર કર્યા છે. રાજકોટ શહેર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હૈયે વસેલુ છું. વડાપ્રઘાનના માર્ગદર્શનમાં ગુજરાતના સંર્વાગી વિકાસની નેમમાં રાજકોટ બે દાયકાથી સતત વિકાસ પામી રહ્યુ છે.  ગુજરાતને રિવરફ્રન્ટ,બી.આર.ટી.એસ, મેટ્રો ટ્રેન જેવા આકર્ષણો અને સુવિઘાઓ ગુજરાતના શહેરોને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ની દીર્ધદ્રષ્ટીથી મળ્યા છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારોએ રાજયના નગરો અને મહાનગરોને પાયાની સુવિઘા સાથે વૈશ્વિક કક્ષાની અર્બન એમેનીટીસ આપી છે. આવનાર દિવસમાં વડાપ્રઘાનના માર્ગદર્શનમા ગુજરાતનો વિકાસને નવી ઉંચાઇ પર લઇ જવાનો છે.

  •  એકપણ નેતાનું નામ બોલ્યા વિના જ ભાષણ શરૂ કર્યુ..!!

રાજકોટમાં 6990 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકપણ નેતાનું નામ લીધા વિના સિધુ ભાષણ શરુ કરી દીધું હતું.તેઓ મુખ્યમંત્રીનું પણ નામ બોલ્યા ન હતા.જો કે ભાષણ દરમિયાન પીએમએ બે વાર ભુપેન્દ્રભાઈ પટેલના વખાણ કર્યા હતા.પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.અને જનસંઘના જુના જોગી સ્વ.ચીમનભાઈ શુક્લ અને સૂર્યકાન્તભાઈ આચાર્યના નામનો ઉલ્લેખ કર્યો હતો.સામાન્ય રીતે પીએમ પોતાના ભાષણની શરૂઆતમાં મંચ પર હાજર તમામ નેતાના નામ લઇને કરતાં હોય છે.પરંતુ તેઓએ રાજકોટમાં આ પરંપરા તોડતા થોડું આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું હતું.

  •  ગુજરાત વિકાસની નવી ઉચાઇ પ્રાપ્ત કરશે:હરદીપસિંધ પુરી

Whatsapp Image 2022 10 20 At 8.47.47 Am 2

કેન્દ્રીયમંત્રી હરદીપસિંઘ પુરીએ સંબોધન કરતા જણાવ્યું કે, શહેરનો વિકાસ યોગ્ય દિશામાં કરવાની આપણી કેન્દ્રની સરકાર પર એક મોટી ચેલેન્જ હતી જેને સહજતાથી સ્વિકારી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં પુરી કરવાનો પ્રયાસ કર્યો છે.  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા પછી ગુજરાતના મહાનગરોનો વિકાસ દેશ માટે ઉદાહરણ રૂપ બન્યું છે. ગુજરાત આજે દેશનું વિકાસ મોડલ બન્યું છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતને વિકાસના અનેક કામોની ભેટ મળી છે અને આવનાર સમયમાં ગુજરાત વિકાસની નવી ઉચાઇ પ્રાપ્ત કરશે.

  • રામ મંદિર, ખેસ, પાઘડી, શાલ, ભગવતગીતા, હળ અને રેટિયાથી વડાપ્રધાનનું અભિવાદન

Whatsapp Image 2022 10 20 At 8.46.28 AmWhatsapp Image 2022 10 20 At 8.46.28 Am 1Whatsapp Image 2022 10 20 At 8.46.27 Am

રાજકોટના આંગણે આવેલા  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ મંત્રીઓ, અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિવિધ સોગાદો અર્પીને આવકાર આપવામાં આવ્યો હતો.આ તકે મુખ્યમંત્રી દ્વારા નિર્માણ પામી રહેલા રામ મંદિરનું સ્મૃતિચિહ્ન  વડાપ્રધાનને એનાયત કરવામાં આવ્યું હતું.મંત્રીઓ દ્વારા રેંટિયો અને હળના સ્મૃતિચિહ્ન આપીને આવકારવામાં આવ્યા હતા. રાજકોટના મેયર તથા અન્ય અધિકારીઓ દ્વારા સૌરાષ્ટ્રની આગવી ઓળખ એવા પટોળાની ખેંસ અને પાઘડી પેહરાવીને અને ભગવદ્ ગીતા અને શાલ વડે વડાપ્રધાનને આવકાર્યા હતા. રાજકોટ  અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખઓ દ્વારા વિવિધ સ્મૃતિચિહ્નો અને સામજિક અગ્રણીઓ દ્વારા સ્વામી વિવેકાનંદની મૂર્તિ એનાયત કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.