Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ શહેરી વિકાસ સતામંડળ રૂડાની 165મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં આજે મળી હતી.આ બોર્ડ બેઠકમાં નાણાંકીય વર્ષ 2020-21ના કુલ રૂ.186.57 કરોડની આવક તથા રૂ.279.20 કરોડના ખર્ચને મંજૂરી આપતા વાર્ષિક હિસાબને બહાલી આપવામાં આવી. તેમજ રૂડા દ્વારા વિક્રમજનક સમયમાં બનાવાયેલ ટી.પી.સ્કીમ નં. 77(વાજડી ગઢ)માટે રજુ થયેલી વાંધા સુચનો બોર્ડ સમક્ષ મુકવામાં આવ્યા હતાં. જે અંગે ચર્ચા વિચારણાના અંતે નિયમોનુસાર આ ટી. પી. સ્કીમ સરકારમાં સત્વરે મોકલવા નક્કી કરાય હતી. આ ઉપરાંત લાપાસરી ગામથી રિંગ રોડ-2 (ફેઝ-3) ને જોડતા 1.00 કિમી લંબાઈના અંદાજીત રકમ રૂ.1.04 કરોડના ખર્ચે કરવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.

માત્ર 150 દિવસમાં ટીપી સ્કિમ તૈયાર કરી વાંધા સૂચનોનો નિકાલ કરી
હવે સરકારની મંજૂરીમાં મોકલવાનો બોર્ડમાં લેવાયો નિર્ણય

આ બોર્ડ બેઠકમાં રૂડા ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, રિજિયોનલ કમિશ્નર (નગરપાલિકાઓ)ના ધીમંતકુમાર વ્યાસ, સ્ટેન્ડીંગ કમિટી  ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રૂડાના સી.ઈ.એ. એન. એફ. ચૌધરી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે જે.પી પટેલ તથા સીટી એંજીનિયર દોઢીયા હાજર રહેલ હતાં.

બોર્ડ બેઠકમાં ટી.પી.સ્કીમ નં.77(વાજડી ગઢ)ના વાંધાસુચનોનો નિકાલ કરાયો હતો.

ગુજરાતના શહેરોના ઝડપી અને સુનિયોજિત વિકાસ બાબતની સરકારની પ્રાથમિકતાને ધ્યાને લઈ રૂડા દ્વારા ફક્ત ત્રણ મહિનાના વિક્રમજનક સમયમાં ટી.પી.સ્કીમ નં. 77(વાજડી ગઢ)નો મુસદ્દો ઘડી, ઓનર્સ મીટિંગ પૂર્ણ કરી તા.24.01 .22 ની બોર્ડ મીટિંગમાં રજુ થયેલ વાંધા સુચનો ચર્ચા માટે મુકવામાં આવેલ. હવે આ સ્કીમ સરકારની મંજૂરી અર્થે સાદર કરવામાં આવશે.

લાપાસરી ગામથી રીંગરોડ-2 (ફેઝ-3)ને જોડતો એક કિ.મી.નો રસ્તો રૂા.1.04 કરોડના ખર્ચે ડામરથી મઢાશે

ઇરાદો જાહેર કર્યા તારીખથી ઓનર્સ મીટિંગની કામગીરીનો સમય 7 થી 10 માસ તા.27/08/21 રોજ ઇરાદો જાહેર કરી તા.28/09/21ના રોજ ઓનર્સ મીટિંગ યોજવામાં આવી હતી.

જમીન માલિકોના વાંધા-સૂચનો મેળવી તે અંગે નિર્ણય કરી બોર્ડની મંજૂરી મેળવી સરકારની મંજૂરીએ સાદર કરવાનો સમય   1-માસ માટે વાંધા-સૂચનો મેળવવાનો સમય ત્યાર બાદ 1-માસમાં બોર્ડની મંજૂરી મેળવવાનો સમય રાખવામાં આવ્યો હતો.

બોર્ડની મંજૂરી મેળવી સરકારને સાદર કરવામાં આવશે.

આમ સામાન્ય રીતે એક વર્ષમાં તૈયાર થતી ટી.પી. સ્કીમ રૂડા દ્વારા માત્ર 150 દિવસ જેટલા સમયમાં તૈયાર કરી સરકારમાં મોકલવા બોર્ડની મંજુરી લેવામાં આવેલ હતી.

અધિનિયમની જોગવાઈ અનુસાર ટી.પી.સ્કીમનો ઇરાદો જાહેર થયેથી તે વિસ્તારમાં વિકાસ પરવાનગીની કામગીરી સ્થગિત કરવાની થાય. પરંતુ રૂડા દ્વારા વિક્રમજનક ટૂંકા સમયમાં ટી.પી.સ્કીમનો મુસદ્દો ઘડી સરકારની મંજૂરીએ સાદર કરવાને કારણે આ વિસ્તારનો વિકાસ ફક્ત ત્રીજા ભાગના સમય માટે જ સ્થગિત થશે. વિકાસ પરવાનગીની કામગીરી ટુંક સમયમાં પુન: શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.