Abtak Media Google News

અબતક,રાજકોટ

ખૂબજ જુની અને ભરોસામંદ ગણાતી ઝેગોસ્લાવીયાની જાવા અને યેઝદીએ તેના આકર્ષક ત્રણ બાઈક એક સાથે લોન્ચ કર્યા છે. મૈસુર બેઝક જાવા કંપનીની 1060 બાઈકનુંથી વહેચાણ થઈ રહ્યું છે. યેઝદી પણ તેની જ એક બ્રાન્ડ છે. ત્યારે 2019માં ત્રણ મસ્કયુટોસ તરીકે ઓળખાતા આનંદ મહીન્દ્રા, બમન ઈરાની, અનુપમ ધરેજા દ્વારા આ બ્રાન્ડને ટેકઓવર કરાઈ અને 15 નવેમ્બર 2018ના રોજ રીલોન્ચ કરાઈ હતી. ત્યારે પણ જાવાએ પોતાના આકર્ષક બાઈક લોન્ચ કર્યા હતા. ત્યારબાદ ફરી 13 જાન્યુઅરીના રોજ યેઝદીએ ત્રણ બાઈક સ્કેમબલર, રોડસ્ટર, અને એડવેન્ચર લોન્ચ કર્યા છે.

ત્રણ આકર્ષક બાઈકનું એક સાથે લોન્ચીંગ: કલ્પેશ કોઠારી

પ્રોગેસીવ પ્રો બાઈકીંગના મેનેજીંગ ડાયરેકટર કલ્પેશ કોઠારી દ્વારા જાવા યેઝદીએ કરેલ બાઈક લોન્ચીંગ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે 13 જાન્યુઆરીના લોન્ચ થયેલ યેઝદી બ્રાન્ડ દ્વારા તેના ત્રણ આકર્ષક મોડલનું એક સાથે લોન્ચીંગ કરાયું આ તકે રોડસ્ટરની ખાસીયત વિશે વાત કરીએ તો રોડસ્ટરએ ક્રૂઝર બાઈક છે. જયારે એડવેન્ચરએ ઓફ રોડીંગ બાઈક તરીકે વાપરી શકાશે. આ ઉપરાંત સ્કેન્બલરમાં બંનેનું મિકસયર જોવા મળશે.

જાવાના નવા મોડલ રોયલ એન્ફીલડને ટકકર આપશે !
લિકિવડ કુલ એન્જીનની સાથે ઘણા આકર્ષક ફીચર્સમાં કરાયો વધારો

ત્યારે આ ત્રણે બાઈકમાં 334.જીનું એન્જીન અપાયું છે. પરંતુ ટોર્ક અને વાઈન્ડ ટયુનિગ બાઈખની ખાસીયત પ્રમાણે અલગ અલગ અપાયો છે. આ તકે રોડસ્ટરમાં 5 એડવેન્ચરમાં 3 અને સ્કેમ્બલરમાં 6 કલર અપાયા છે.સ્કોમ્બલર અને એડવેન્ચરમાં સ્પોક વીલ પણ અપાયા છે. કંપની દ્વારા મેકસીમ પાવર રોડસ્ટરમાં 29.7પીએસ, સ્કેમ્બરમાં 20.1પીએસ, એડવેન્ચરમાં 30.2 પીએસ અપાયો છે. હવે વિશેષતાની વાત કરીએ તો આ ત્રણે બાઈકમાં લીકવીડકુલ એન્જીન અપાયા છે. જેના લીધે હીટીંગની સમસ્યા ખૂબ ઓછી રહેશે. આ ઉપરાંત કંપનીની આફટર સેલ્સ સર્વીસ પણ લોકોને ખૂબ આરી મળી રહેશે. કોઈપણ પાર્ટની જરૂરીયાત પડે તો મેકસ ટુ મેકસ 4 દિવસમાં મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.