Abtak Media Google News

રાજકોટની નર્સિંગ સ્કોલર સોસાયટીએ “અવર નર્સ” “અવર ફ્યુચર” થીમ પર  આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ. અનુ ગૌબાજી દ્વારા વર્ચ્યુઅલ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ડૉ. અમનદીપ બાજવા જી એમસીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ડૉ. દીપિકા ખાખાજીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

ડૉ. બિમલા કપૂર જી, ગેસ્ટ ઑફ ઓનર ડૉ. આશિયા કુરેશી જી, ફાઉન્ડર આશ્રયદાતા ડૉ.એસ.નરુલા-ખન્નાજી અને એનએસએસના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. બિનુ જો મિસ નાઈટીંગેલનો ઈતિહાસ અમારા છ પ્રતિભા વક્તાઓ (ડૉ. અલકા તાજને, ડૉ. ઈન્દ્રા મોઝા, ડૉ. રૂપા વર્મા, ડૉ. દિનેશ રાય. પ્રોફેસર હિમાંશુ ત્રિવેદી અને ડૉ. મુટ્ટુ ચાવદન્નવા) દ્વારા વર્ણન કરવામાં આવ્યો હતો.

મુખ્ય મહેમાન ડો. દીપિકા ખાખા જી ભારત સરકારના નર્સિંગ સલાહકાર અને અતિથિ વિશેષ ડો. બિમલા કપૂર જી અને ગેસ્ટ ઓફ ઓનર ડૉ. આશિયા કુરેશીજીએ 157 નવી સરકારી નર્સિંગ કોલેજો ખોલીને ભારત સરકાર દ્વારા લેવામાં આવનાર મહત્વના પગલાઓ શેર કર્યા હતા. ઉપરાંત, ભારતીય નર્સોની તરફેણમાં કરવામાં આવનાર અન્ય ઘણા સુધારાઓ વિશે અમને જણાવ્યું.

તમામ નોમિનેટેડ NSS સભ્યોની યાદી ડો. બિનુ જો દ્વારા શેર કરવામાં આવી હતી. NSS પ્રમુખ આભારવિધિ ડૉ. અમનદીપ બાજવાજીએ કર્યું હતું અને સત્ર સંયોજક ડૉ. અનુ ગૌબા જી દ્વારા મુલતવી રાખવામાં આવ્યું હતું. તેવું આજ ની યાદી માં Dr. Priyesh Jain, NSS VICE-PRESIDENT  દ્વારા જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.