Abtak Media Google News

હજુ ઘણા અંશે આપણે ચીન ઉપર નિર્ભર તે વાસ્તવિકતા, પણ સ્થિતિ ઘણી સુધારા તરફ

વડાપ્રધાન મોદીનું મેડ ઇન ઇન્ડિયા રંગ લાવી રહ્યું છે. આજે ભારતમાં તમામ અદ્યતન પ્રોડકટ બની રહી છે. જો કે એ પણ હકીકત છે કે લો કોસ્ટના સૂત્રને વરેલા ચીન ઉપર આપણે ઘણા અંશે નિર્ભર છીએ પણ અત્યારની સ્થિતિ પહેલા કરતા તો ઘણી સારી છે.

Advertisement

ટાટા ગ્રૂપ ભારતની એક વિશ્વસનીય બ્રાન્ડ છે. ટાટા ગ્રૂપ પહેલાંથી જ કાર બનાવવાથી લઈને દરેક નાના-મોટા બિઝનેસમાં સામેલ રહ્યું છે પણ હવે આ ગ્રૂપ મોબાઈલની દુનિયામાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. તેની શરૂઆત આઈફોન 15 સાથે થશે. ખરેખર ટાટા ગ્રૂપ ભારતમાં આઈફોન 15 ની એસેમ્બલિંગ કરવા કરાર કરી રહ્યું છે. એનો અર્થ એ થયો કે આ વખતે એપલ કંપનીના આઈફોન 15 સંપૂર્ણપણે ભારતમાં બનશે. આ પીએમ મોદીના મેડ ઈન ઈન્ડિયા અભિયાનની દિશામાં એક મોટું પગલું ગણાશે.

એપલે પહેલાં જ સ્પષ્ટતા કરી હતી કે તે ચીનથી તેની નિર્ભરતા ઘટાડવા માગે છે. ચીનની તુલનાએ એપલે ભારતની પસંદગી કરી છે. તેનું કારણ ભારતમાં સ્માર્ટફોનનું મોટું માર્કેટ હોવું છે. સાથે જ ભારત ટેક્નોલોજી હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. આ ઉપરાંત ભારતમાં લેબર કોસ્ટ ચીનની તુલનાએ સસ્તી છે. એવામાં ભારતમાં આઈફોન 15ની એસેમ્બલિંગ બેવડો લાભ કરાવશે.

એક અહેવાલ અનુસાર ટાટા ગ્રૂપ એપલના અપકમિંગ મોડલ આઈફોન 15 અને આઈફોન 15 પ્લસને  ભારતમાં જ એસેમ્બલ કરશે. અગાઉ ભારતમાં ફોક્સકોન, પેગાટ્રોન અને લક્સશેયર જેવી કંપનીઓ આઈફોનની એસેમ્બલિંગ કરતી રહી છે પણ હવે આ રેસમાં ટાટા ગ્રૂપ સામેલ થઈ રહ્યું છે. ટાટા ગ્રૂપ ભારતમાં આઈફોન બનાવનાર ચોથી કંપની બની જશે. ટાટા ગ્રૂપે વિસ્ટ્રોનની ઈન્ડિયન પ્રોડક્શન લાઈનનું અધિગ્રહણ કર્યું છે જ્યાં આઈફોન 15 સિરીઝને એસેમ્બર કરાશે.

આ તો માત્ર એક ઉદાહરણ છે પણ આવી તો તમામ ક્ષેત્રની અનેક પ્રોડકટ છે. જેમાં ભારત પહેલા બીજા ઉપર નિર્ભર રહેતું હતું. પણ મેડ ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે સરકારે અનેકવિધ પગલાં લીધા જે સફળતાની દિશામાં રહેતા આજે અનેકવિધ મસમોટી પ્રોજેકટ ભારતમાં ઘરઆંગણે જ બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.