Abtak Media Google News

ત્રણ વર્ષ પહેલા એસ.ઓ.જી.એ દરોડો પાડી 200,500,2000ના દરની નકલી નોટ સાથે ઝડપી લીધા હતા

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી આસ્થા રેસીડેન્સી ની પાછળ મકાનમાં ત્રણ વર્ષ પૂર્વે એસ.ઓ.જી.એ દરોડો પાડી ડુપ્લીકેટ ચલણી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડી રૂપિયા 75 હજારની બનાવટી ચલણી સાથે ઝડપાયેલાં શખ્સ સામેનો કેસ  સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપીને 10 વર્ષની કેદ અને 27 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલી આસ્થા રેસીડેન્સી ની પાછળ મકાનમાં પાછળ રહેતા અરવિંદ ધીરુભાઈ અકબરી નામનો શખસ પોતાના મકાનમાં બનાવટી ચલણી નોટનું છાપકામ કરતો હોવાની એસઓજી ને મળેલી બાતમીના આધારે પીઆઇ આર વાય રાવલ સહિતના સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઝેરોક્ષ મશીન અને ચલણી નોટો માં છાપકામ માટેના કાગડો , શાહીની બોટલો, 200,500 અને 2000ના દર ની મળી 75હજાર નકલી નોટો સાથે અરવિંદ ધીરુ અકબરી ની ધરપકડ કરી પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ પૂર્ણ થતા  જેલ હવાલે કર્યો હતો.

સરકાર તરફે જિલ્લા સ2કા2ી વકિલ એસ.કે.વોરાએ રજુઆતમાં જણાવેલું  કે ગાધીનગર એફ.એસ.એલ. ખાતે પરીક્ષણ અર્થે મોકલવા સિવાય બીજી કોઈ કાર્યવાહી કરેલી નથી. આ પ્રકારની હકિકત હોય ત્યારે પોલીસ અમલદારે પોલીસ તપાસ કરેલ છે . જપ્ત થયેલ મુદામાલ ઉપર લખાયેલ માર્ક તેમજ ગાધીનગર ખાતે મોકલવામા આવેલ મુદામાલના માર્કની વિસગતતા અંગે રજુઆત કરવામા આવેલ કે, આરોપીના ઘરેથી જપ્ત થયેલ તમામ મુદામાલ ગાધીનગર મોકલવામા આવેલ ન હતો. ફકત બનાવટી ચલણી નોટો જ ગાધીનગર ખાતે મોકલાયેલ હતી, તેથી મોકલવામા આવેલા મુદામાલને ફકત માર્ક નવેસરથી અપાયેલા છે. તેથી મુદામાલના માર્કના તફાવત છે જે સ્વાભાવિક છે. આ સિવાય આરોપી તરફે બીજો કોઈ જ બચાવ લેવામા આવેલો ન હોવાની રજૂઆત ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ પી.એમ. ત્રિવેદીએ આરોપી અરવિંદ ધીરુ અકબરને તકસીરવાન ઠેરવીને 10 વર્ષની કેદ  27 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો.

આ કેસમા  સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સજયભાઈ કે. વોરા તથા મદદગારીમા અધિક પી.પી. પરાગભાઈ શાહ રોકાયેલા હતા.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.