Abtak Media Google News

વેબસાઈટ મારફત ઈ – પ્રતિજ્ઞા લઈને અચૂક મતદાન કરવા ચૂંટણી

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 માં દરેક નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાઈ તે માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અંગે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા સર્વે મતદાતાઓ કોઈપણ જાતના ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને પ્રલોભિત થયા વિના, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં જોડાય તે માટે ઈ-પ્રતિજ્ઞા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૂંટણી પંચે મતદારો માટે https://chunavsetu.gujarat.gov.in/docs/epledge/epledge.aspx  લિંક જાહેર કરી છે. આ લીંક ઉપર જઈને મતદારે પોતાનું નામ લખવાનું રહેશે. નામ લખ્યા બાદ મતદાર ઈ-પ્રતિજ્ઞાનું સર્ટિફિકેટ ડાઉન લોડ કરી શકશે. ત્યાર ેજિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સર્વે મતદાતાઓને લોકશાહીને વધુ સશક્ત બનાવવા ઈ – પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.