ચોટીલાના ગઢેચી ગામે જુગાર રમતા રાજકોટના શખ્સો ઝડપાયા

રૂ.1.65 લાખની રોકડ, મોબાઇલ અને ઇક્કો કાર મળી રૂ.3.74 લાખનો મુદામાલ કબ્જે

ચોટીલા નજીક આવેલા ગઢેચી ગામની સીમમાં ઇકકો કારની લાઇટના અંજવાળે જુગાર રમતા રાજકોટના ચાર શખ્સો સહિત છ શખ્સોને ચોટીલા પોલીસે રૂા.3.74 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢેચી ગામની સીમમાં જુગાર રમતા રાજકોટ કોટક સ્કૂલ પાસે વિરમાયા પ્લોટના સુનિલ મનસુખ જાદવ નામનો શખ્સો જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવા નારણકા શિવપુર ગામના નરોતમ હીરજી મકવાણા, સાંઇનગરના સંદિપ નિતીન પોપટ, રાજકોટ પાંજરાપોળના પરેશ જયંતી ખત્રી, સાયલાના નાના હરણીયા ગામના વનરાજ અમરા ખાચર, વાંકાનેરના ચાવડી ચોકના મુરતુજા હાતીમ મલતાણી અને સુનિલ મનસુખ જાદવ નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.1.65 લાખ રોકડા, પાંચ મોબાઇલ અને ઇક્કો કાર મળી રૂા.3.74 લાખનો મુદામાલ ક્બ્જે કરી પી.આઇ. એસ.એસ.વરૂ સહિતના સ્ટાફે વધુ તપાસ હાથધરી છે.