Abtak Media Google News
  • i-Hub, SUSEC, Force FEDSMI  જેવી કંપનીઓ સોલાર સ્ટાર્ટઅપની સહભાગી બની
  • સોલાર સ્ટાર્ટ અપ્સ થકી સોલર ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટરોને થશે મોટો ફાયદો

Vlcsnap 2022 09 14 13H40M10S205

રાજકોટ પીજીવીસીએલ દ્વારા સોલાર સ્ટાર્ટ અપ્સ ડેમો ડે કાર્યક્રમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.શ-ઇીંબ,જઞજઊઈ, ઋજ્ઞભિય  ઋઊઉજખઈં જેવી કંપનીઓ આ કાર્યક્રમની સહભાગી બની હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ રીન્યુબલ એનર્જીમાં સ્ત્રોતથી સોલારમાં ઇન્ડસ્ટ્રીમાં નવા સંશોધનથી સ્ટાર્ટ અપ શરૂ કરવામાં આવે તેમજ ઇન્વેસ્ટરોને પણ ખૂબ જ સારો લાભ થાય સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેકિંગ ઇન્ડિયાના સપના અંતર્ગત સોલાર સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવશે.આ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે પીજીવીસીએલના ચેરમેન તેમજ એમ.ડી.જીયુવીએનએલ જય પ્રકાશ શિવહરે વર્ચ્યુલી હાજરી આપી હતી.

Vlcsnap 2022 09 14 13H39M48S139

તેમજ પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રીતિ શર્મા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.ગિરીશ ભીમાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.સોલર ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટ કરવા ઇચ્છતા હોય એવા ઇન્વેસ્ટરોને આ પ્લેટફોર્મ થકી ઇન્વેસ્ટમાં ફાયદો થશે.સોલાર સેન્ટરને નવા વિચારો પુરા પાડવામાં આવશે.પીજીવીસીએલ ઇનોવેશન ચેલેન્જ માં ઘણા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પણ સોલર સ્ટાર્ટ અપ માં શીખવાની મોટી તક મળશે. સાથોસાથ તેમના વિચારોને પણ આવરી લેવામાં આવશે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પીજીવીસીએલ પદાધિકારીઓ અધિકારીઓ તથા કર્મચારીઓએ જેહમત ઉઠાવી હતી.

  • સોલાર સ્ટાર્ટ અપ્સથી રીન્યુબલ એનર્જીને પ્રોત્સાહન મળશે: પ્રીતિ શર્મા

 

Vlcsnap 2022 09 14 13H39M23S412

રાજકોટ પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રીતિ શર્માએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,કોલેટી ઓફ પાવર સપ્લાય,રેગ્યુલર પાવર સપ્લાય આને કમ કરવા માટે રેન્યુબલ એનર્જી તરફ મંડાણ કર્યું છે.રીન્યુબલ એનર્જી ને પ્રોત્સાહન મળશે.તેમજ પીજીવીસીએલ ઇનોવેશન ચેલેન્જ માં ઘણા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને શીખવાની મોટી તક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.