Abtak Media Google News

ન્યારી ડેમ ખાતેથી 600 કિલો કચરો એકત્રીત કરાયો

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે હેતુથી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ  ખાતે પ્લોગીંગ રનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડે.મેયર દર્શિતાબેન શાહ, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, નાયબ ઇજનેર વલ્લભભાઈ જિંજાળા તથા આસી. મેનેજર દીપેન ડોડીયા અને મેનેજર મનીષ વોરા અને પ્રસંગે સ્વચ્છતાનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયેલ પુજાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

મહત્વના પર્યટનના સ્થળ એવા ન્યારી ડેમ સાઈટ ખાતે રોટરી કલબ, બેડમિન્ટન સ્મેશ ટીમ અને ઈન્ટરેકટ ટીમ, ગેલેક્સી સ્કુલ (વાડી)ના સહયોગથી રવિવારે ન્યારી ડેમ સાઈટ ખાતેથી કચરો એકત્રિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રોટરી કલબના હરસુખભાઈ પટેલ ખાસ  ઉપસ્થિત રહ્યાં હતા. ન્યારી ડેમ સાઈટ ખાતેથી 500 થી 600 કિલો જેટલો કચરો એકત્રિત કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.