Abtak Media Google News

‘શું આપને મદદની જરૂર છે’ના બોર્ડ પોલીસ સ્ટેશને જોવા મળે છે. પોલીસ પ્રજાના મીત્ર ગણાય છે પણ… પોલીસ ખરા અર્થમાં મીત્રની ભૂમિકા કેવી રીતે અદા કરી શકે તેનો દાખલો રાજકોટના પોલીસ જવાને બેસાડયો હોવાની એક ઘટના સામે આવી છે.

રાજકોટ શહેર પોલીસના માનવસેવાના અનેક કિસ્સાઓ નજર સામે આવતા હોય છે. પોલીસની બહાર દેખાતી કઠોરતાની અંદર એક કોમળ હૃદય પણ છુપાયેલું હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. પોલીસ હેડ કવાટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જય મુકેશભાઈ આદ્રોજા ગત રાત્રીએ ડયુટી પુરી કરીને ઘરેજઈ રહ્યા હતા ત્યારે નાનામૌવા સર્કલ પાસે આશરે ત્રણ વર્ષની બાળકી રસતા પર જોવા મળી રસ્તાની વચ્ચો વચ્ચે ઉભેલી બાળકી જોઈને કોન્સ્ટેબલ જય આદ્રોજાએ પોતાનું બાઈક સાઈડમાં રાખી બાળકીને તેડીને તેનુંનામ પૂછવાનો પ્રયત્ન કર્યો.

પરંતુ બાળકી કંઈ જ બોલતી નહોતી શ્રમિક દંપતીની પુત્રી હોઈ તેવો પહેરવેશ જણાતા આસપાસના ઝુપડાઓમાંતેના માતા પિતાને શોધવાના પ્રયત્નો શરૂ કર્યા પોતાના મિત્રોને પણ ફોન કરીને નાનામૌવા સર્કલ પાસે બોલાવ્યા, બાળકીને સાથે રાખી નાનામૌવા સર્કલથી મવડી ચોકડી તરફ પગપાળા ચાલીને બાળકીના માતાપિતા શોધવાનો પ્રયાસ શરૂ કર્યો રસ્તામા દેખાતા દરેક શ્રમિક તેમજ આસપાસના વિસ્તારમાં બાળકીને તેડીને અનેક લોકોની પૂછપરછ કરી પરંતુ બાળકીના પરિવારજનોના કોઈ સગડ મળ્યા નહિ.

બાલાજી હોલ પાસે પહોચતા એક શ્રમિક મહિલા દોડીને કોન્સ્ટેબલ પાસે આવી અને કોન્સ્ટેબલના હાથ રહેલી બાળકીને તેડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પોતે બાળકીની માતા હોવાનું જણાવેલ તેમજ નાનામૌવા સર્કલ પાસે લોટ દરાવતી વખતે બાળકી વિખુટી પડી ગયેલ હોવાની કથની વર્ણાવેલ લગભગ એકાદ કલાકની શોધખોળ અને બાળકીના પરિવારની શોધખોળના અંતે બાળકીના માતાને શોધી હેમખેમ પહોચાહી માનવતાનું ઉતમ ઉદાહરણ કોન્સ્ટેબલ જયભાઈ દ્વારા પૂરૂ પાડવામા આવેલ. મે આઈ હેલ્પ યુય શું આપને મદદની જરૂર છે. તેવા પાટીયા માત્ર પોલીસ ચોકી આગળ લટકાવી રાખવાથી પ્રજા પોલીસની મીત્ર બની જતી નથી જય આદ્રોજા જેવા પોલીસ જવાન જ ખરા અર્થમાં પોલીસ પ્રજાના મિત્રના સંબંધો સાર્થક કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.