Abtak Media Google News

ગુજરાતભરમાં પ્રથમ વખત બોર્ડઝના વિદ્યાર્થીઓને પરીક્ષા ભય દૂર કરવા માટે મનોવિજ્ઞાન ભવન દ્વારા મુહિમ શરૂ કરવામાં આવેલ છે. તારીખ 8 ફેબ્રુઆરીના રોજ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના આશરે 500 વિદ્યાર્થીઓને પરીક્ષાના મનોભારને દૂર કરવા માટેનું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન બાલ ભવનના હોલ, રેસકોર્સમાંસવારે 10 વાગ્યે રાખવામાં આવેલ હતું.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન, અધ્યક્ષ ડો યોગેશ જોગાશણ, ડો ધારા દોશી તેમજ ચાવડા સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પહેલ શરૂ કરવાનો મુખ્ય હેતુ વધુમાં વધુ શાળાઓ વિધાર્થીઓ માટે આવા સેમિનારનું આયોજન કરે. કોરોના કાળ બાદ આ વિદ્યાર્થિઓ સૌ પ્રથમ વખત બોર્ડ ની પરીક્ષા આપી રહ્યા છે, જેથી તેઓમાં બોર્ડ ની પરીક્ષાનો ભય વધુ જોવા મળે છે.આ કારણથી વિધાર્થીઓમાં નિરાશા, તણાવ, અનિંદ્રા, હતાશા માતા પિતાનું દબાણ, શિક્ષકોની અપેક્ષાઓ વગેરે વિષયો આધારીત પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન, અધ્યક્ષ ડો યોગેશ જોગાશણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં હવે બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે મનોવિજ્ઞાન ભવન દ્વારા એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિધાર્થીઓ વધુ તણાવ અનુભવે છે. બાળકો ની આ ચિંતા દૂર કરવા રાજકોટની દરેક શાળામાં જઈને તેમની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એમાં પણ કે વિદ્યાર્થિઓને વધુ ગંભીર પ્રશ્નો સતાવી રહ્યા છે તેમનુ પર્સનલ કાઉન્સિલ કરવામાં આવી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.