Abtak Media Google News

કોર્પોરેશન દ્વારા બાઈક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે જેને સારી એવી સફળતા મળી છે. આગામી વર્ષે પબ્લીક સાયકલ શેરીંગ પ્રોજેકટનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રેસકોર્સ અને બીઆરટીએસ ખાતે સાયકલ શેરીંગ પ્રોજેકટ કાર્યરત છે. પરંતુ તે પર્યાપ્ત નથી હવે આગામી દિવસોમાં લોકોની સુગમતા ખાતર શહેરમાં વધુ 22 સ્થળોએ સાયકલ શેરીંગ સ્ટેશનો શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા માત્ર પરીવારમાંથી કોઈ એક વ્યકિતને જ સાયકલ ખરીદવા માટે 1000 હજારની સબસીડી આપવામાં આવતી હતી. પરંતુ હવે સાયકલ શેરીંગનો વ્યાપ વધારવા માટે પરીવારના એક વ્યકિતને બદલે પરીવારમાં જેટલા વ્યકિતઓ સાયકલની ખરીદી કરે તે તમામને વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સબસીડીની રકમ તેમના ખાતામાં જમા થઈ જશે. ગત વર્ષે અંદાજે 3000 લોકોને સાયકલ ખરીદી બદલ સબસીડી આપવામાં આવી હતી પરંતુ આ વર્ષે સાયકલ સબસીડી માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.