Abtak Media Google News

છેલ્લા પાંચ વર્ષમાં 425 ટાઉન પ્લાનિંગ સ્કીમો સફળતાપૂર્વક લોન્ચ કરી

કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં ગુજરાતના બે સાંસદોનું પ્રમોશન અને નવાત્રણ સાંસદોને રાજય કક્ષાના મંત્રી બનાવવા, સંગઠન માળખામાં ફેરફશર અને કેન્દ્રીય મંત્રીઓની જન આશિર્વાદ યાત્રાથી હાલ એવી અટકળો વહેતી થઈ છે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી નિર્ધારિત સમય કરતા વહેલી યોજાશે. જોકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહેલી ચૂંટણી યોજાશે તે વાત અને અટકળોનો છેદ ઉડાડી દીધો છે. તેઓએ ભાર પૂર્વક એક કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે. વહેલી ચૂંટણી માત્ર અફવા છે.

આગામી વર્ષ 2022માં ઉતર પ્રદેશ સહિત દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારી ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી રહી છે. વિધાનસભાની મુદત ડિસેમ્બર-2022માં પૂર્ણ થાય છે. ત્યારે સમય કરતા આઠ માસ વહેલી ચૂંટણી યોજાશે તેવી વાતો વહેલી થઈ રહી છે. નર્મદા જિલ્લાના રાજપીપળાના જીતનગર ખાતે આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, હું નથી માનતો કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવે રાજયમાં સમયસર જ ચૂંટણી યોજાશે.

ઉતરપ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવાદેવા નથી અમે સતત કામ કરનારા લોકો છીએ ભાજપ કોઈપણ યોજનાને ચૂંટણી લક્ષી બનાવતો નથી. કોંગ્રેસ ચૂંટણી સમયે જ લોકોની વચ્ચે દેખાય છે. રાજયમાં વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે તેમ કહી મુખ્યમંત્રીએ વહેલી ચૂંટણી યોજાશે તે વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. રૂપાણી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં માત્રને માત્ર વિકાસ કામોને જ પ્રાધાન્ય આવ્યું છે.

શહેરોનો સર્વાંગી અને સંતુલીત વિકાસ થાય તે માટે રાજય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 425 ટાઉન પ્લાનીંગ સ્ક્રીમો લોન્ચ કરવામાં આવી છે. વર્ષોથી જે ટીપી સ્કીમો મંજૂરરીના વાંકે અટકી હતી તેને બહાલી આપી વિકાસના દ્વાર ખોલવામાં આવ્યા છે. કોરોનાના અતિ કપરાકાળમાં પણ રૂપાણી સરકારે વિકાસને ઉની આંચ આવવા દીધી નથી અને પૈસાના વાંકે મહાનગરો, શહેરો કે ગામડાઓનો વિકાસ અટકવા દીધો નથી. પાંચ વર્ષમાં 425 ટીપી સ્કીમોને મંજૂરી આપી સરકારે એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે.

રાજકોટ સહિત રાજયના આઠ શહેરોને 3939 કરોડનું ‘વિકાસ’ બુસ્ટર

રાજયની વર્તમાન રૂપાણી સરકારે વિકાસને જ મુખ્ય પાયો બનાવ્યો છે અને તે રોડમેપ પર જ સરકાર કામ કરી રહી છે. વર્તમાન સરકારને પાંચ વર્ષ પૂરા થતા સુશાસનના પાંચ વર્ષની ઉજવણી સતત નવ દિવસ સુધી કરવામાં -આવી હતી. રાજયના શહેરી વિસ્તારોમાં 5001 કરોડના અંદાજે 471 વિકાસ કામો જનતા-જનાર્દનને સમર્પીત કરવામા આવ્યા છે. અથવા આ વિકાસ કામોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યુ છે.

રાજકોટ સહિત રાજયના આઠ મોટા શહેરોમાં 3939 કરોડના પ્રોજેકટ આપવામાં આવ્યા છે. વિકાસના મીઠા ફળ છેવાડાના માનવી સુધી પહોચે તે માટે રાજયની 156 નગરપાલિકાઓમાં 1061 કરોડના વિકાસ પ્રોજેકટ આપવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરીટી અને બેચરાજી શહેરની વિકાસ યોજનાને રાજય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજય સરકાર વિધાનસભાની આગામી ચૂંટણી પણ વિકાસના મૂદા પર જ લડવા માગે છે. પાંચ વર્ષની ઉજવણી સેવાપરી સાથે કરી સરકારે એ પ્રસ્થાપીત કરી દીધું છે કે સરકાર માટે જનતા જ સર્વોપરિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.