Abtak Media Google News

ભોમેશ્વર પ્લોટમાં સયુક્ત માલિકીની મિલકત વેચવાના પ્રશ્ને ચાલતા ઝઘડાથી કંટાળી શરીરે છાંટયું કેરોસીન

પોલીસ કમિશનર કચેરીએ હાથમાં કેરોસીન સાથે ઘસી આવેલા પ્રૌઢે શરીરે છાંટી દિવાસળી ચાંપવાનો પ્રયાસ કરે તે દરમિયાન પોલીસ સ્ટાફે તેની અટકાયત કરી પ્ર.નગર પોલીસ હવાલે કર્યો હતો. વિપ્ર પ્રૌઢની પૂછપરછ દરમિયાન ભોમેશ્ર્વર પ્લોટ શેરી નંબર 3માં સયુક્ત માલિકીનું મકાન વેચવાના પ્રશ્ર્ને ચાલતા પારિવારીક ઝઘડાના કારણે આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભોમેશ્ર્વર પ્લોટ શેરી નંબર 3માં રહેતા દિપક કેશવલાલ વ્યાસ નામના 47 વર્ષના વિપ્ર પ્રૌઢ બપોરે પોલીસ કમિશનર કચેરી ખાતે આવી શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપવા પ્રયાસ કર્યો હતો. અચાનક પોલીસ કમિશનર કચેરીએ ઘસી આવી આત્મવિલોપનનો પ્રયાસ દિપક વ્યાસે કરતા ઉપસ્થિત પોલીસ સ્ટાફે સમય સુચકતા સાથે દિપક વ્યાસને આત્મવિલોપન કરતા અટકાવી પ્ર.નગર પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

દિપક વ્યાસની પ્ર.નગર પી.આઇ. એલ.એલ.ચાવડા અને એએસઆઇ સંજયભાઇ દવે સહિતના સ્ટાફે પૂછપરછ કરતા ભોમેશ્ર્વર પ્લોટ શેરી નંબર 3માં સયુકત માલિકીનું મકાન આવેલું છે તે વેચાવા અંગે પોતાના ભાઇઓ સાથે વિવાદ ચાલતો હોવાથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કર્યાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.