Abtak Media Google News

ત્રણ પરિવારના 9 સભ્યો કોરોના સંક્રમીત થતા આરોગ્ય શાખામાં દોડધામ: માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન જાહેર

શહેરમાં કોરોનાએ ફરી માથુ ઉંચકયુ છે. વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર આવેલી કોપર હાઇટ્સ બિલ્ડીંગમાં જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ત્રણ પરિવારના 9 સભ્યો કોરોનાની અડફેટે ચડી ગયા છે. એક બિલ્ડીંગ નવ કેસો મળી આવતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોગ્ય શાખામાં પણ દોડધામ મચી જવા પામી છે. બિલ્ડીગને માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યુ છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો. લલીત વાજાએ જણાવ્યુ હતુ કે શહેરના વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોકમાં આવેલા કોપર હાઇટ્સ નામના બિલ્ડીંગમાં ગત 15મી માર્ચના રોજ કોરોનાનો એક કેસ મળી આવ્યા બાદ છેલ્લા ચાર દિવસમાં ત્રણ પરિવારના 8 સભ્યો કોરોનાથી સંક્રમીત થયા છે. હાલ પરિવારના તમામ સભયોને હાઇરીકસ પર મૂકી દેવામાં આવ્યા છે. અને અન્ય સભ્યોના પણ રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે. ત્રણ પરિવારના 9 સભ્યો કોરોનાગ્રસ્ત મનતા આજે કોરોના કોપર હાઇટ્સ બિલ્ડીંગને માઇક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

શહેરમાં જાણે કોરોના બ્લાસ થયો હોય તેમ બપોર સુધીમાં કોરોનાના 45 કેસો નોંધાયા છે ગઇકાલે દિવસ દરમિયાન 98 કેસો મળી આવ્યા બાદ આજે બપોર સુધીમાં 45 કેસો મળી આવતા એવુ લાગી રહ્યુ છે કે રાજકોટમાં આજે કોરોના સદી ફટકારશે. ટેસ્ટીંગ પણ ડબલ કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.