Abtak Media Google News

આરપીએફની ટીમે રૂ.૧૯૪૭૦ની ટિકિટો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

પશ્ર્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા લાયસન્સ વિના ઈ-ટીકીટ આપતા ટિકીટ એજન્ટને પકડવાનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રેલવે સુરક્ષા દળને ખબર મળી પટેલ ટુ એન્ડ ટ્રાવેલ્સ, મેઈન બજાર, મોટી ખાવડી, જિલ્લો જામનગરમાં રેલવે ઈ ટીકીટનો ગેરકાનુની વ્યાપાર થાય છે. ત્યારે આ સૂચનાના આધારે આરપીએફના ઈન્સ્પેકટર દીપક મારીચી, સબ ઈન્સ. મહારાજસિંહ, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ, કોન્સ્ટેબલ અલ્પેશ મકવાણા દ્વારા પટેલ ટુસ એન્ડ ટ્રાવેલ્સમાં રેડ પાડવામાં આવી હતી જેમાં ૩૩ વર્ષિય રાજેશ પટેલને પકડી પાડયા હતા.

Advertisement

ઉપરાંત રાજેશ પટેલે સ્વેચ્છાએ તેનોગુન્હો કબુલ કર્યો હતો. રેલવે અધિનિયમ દ્વારા ૧૪૩ના ગુન્હા હેઠળ કલબ ૧૭૯ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.તેની પાસેથી ૯ રેગ્યુલર ટીકીટ જેની કુલ કિંમત રૂ. ૧૯૪૭૦ અને ૪ યાત્રા થયેલ ટીકીટ ૧ સીપીયુ એસેમ્બલ, ૧ સેમસંગ મોબાઈલ, ૩ ડોંગલ, ૨ વિજીટ કાર્ડ, ૧ ડાયરી અને નગદ રૂ. ૭૦૬ જપ્ત કર્યા હતા રાજકોટ મંડળના રેલ પ્રબંધક પી.બી. નિનાવે અને મંડળ સુરક્ષા આયુકત મિથુન સોનીએ આરપીએફ દ્વારા થયેલ ત્વરીત કામગીરીને સરાહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.