Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પડધરી પો.સ્ટે.ની  જી.આઇ.ડી.સી.ના કારખાનાની ઓરડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૨૮૪ રૂપિયા.૯૧,૮૪૦/- નો મુદ્દામાલ આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમ જપ્ત કર્યો.

Advertisement

રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ , આર.આર.સેલના પો.સ.ઇ એમ.પી.વાળાને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના માણસોને હકીકતની જાણ થતાં પડધરી પો.સ્ટે. વિસ્તારની જી.આઇ.ડી.સી.માં આવેલ ખાનભાઇ રે.પડધરી વાળો પોતાના કારખાનાની ઓરડીમાં સુભાષ યાદવ રે.રાજકોટ મુળ-યુ.પી. વાળા મારફતે ઇંગ્લીશ દારુ મંગાવી સંગ્રહ કરી વેચાણ કરે છે જેથી તુરત જ અમો તથા સ્ટાફના કુલદીપસિહ ચુડાસમા તથા શક્તિસિહ ઝાલા તથા શિવરાજભાઇ ખાચર નાઓ હકીકત વાળી જી.આઇ.ડી.સી.ની ઓરડી ચેક કરતા ઓરડીમાંથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૨૮૪ કિ.રૂ.૯૧,૮૪૦/- નો મુદ્દામાલ મળી આવેલ તથા કારખાનેદાર ખાનભાઇ રે.પડધરી તથા સુભાષ યાદવ રે.રાજકોટ મુળ-યુ.પી. વાળાઓ હાજર મળી આવેલ ન હોય બંન્ને વિરૂધ્ધ પડધરી પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.