Abtak Media Google News

રાજકોટ રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ તાજા વાલા વનડે ટુર્નામેન્ટ માં રાજકોટ ગ્રામ્ય અને પોરબંદર જિલ્લા વચ્ચે ટક્કર થઈ હતી અને રાજકોટ નો નવ રને વિજય થયો હતો, રાજકોટ ટીમે ટોસ જીતીને દાવ લીધો હતો અને 48.4 ઓવરમાં285 નો સ્કોર બનાવ્યો હતો જેમાં કેવિન જીવરાજાની એ 112દડામાં એક છક્કો અને પાંચ ચોગ્ગા સાથે 87 રન બનાવ્યા હતા. તરંગ ગોહિલે 46 દડામાં એક છક્કો 10 ચોગ્ગા સાથે 60 રન બનાવ્યા હતા દેવેન્દ્ર પોરીયાએ ત્રણ વિકેટ લીધી હતી. એક મેડન અને 8 ઓવરમાં 44 રન આપ્યા હતા અને સ્નેહસલાટે 58 રન આપીને 8.4 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી યુવરાજ ડોડીયા ના ભાગે ત્રણ વિકેટ આવી હતી સામા પક્ષે પોરબંદર એ 50 ઓવરમાં સાત વિકેટના નુકસાન ઉપર 276 રન કર્યા હતા આમ રાજકોટે નવ રણે મેચ જીતી હતી.

Advertisement

રેલવે સામે કચ્છનો વિજય

રાજકોટ રેલવે ગ્રાઉન્ડ ઉપર ચાલી રહેલી તાજાવાળા વન ડે ટુર્નામેન્ટ માં કચ્છ અને રેલ્વે વચ્ચે મેચ થયો હતો રેલ્વે એ ટોસ જીતીને દાવ આપવાનું નક્કી કરતાકચ્છ ના 48.5ઓવરમાં 240 રન થયા હતા જેમાં કેપ્ટન અમિત રંજને 90દડામાં10 ચોક્કા સાથે 81 રન કર્યા હતા મનીષ યાદવે 102 દડામાં ત્રણ ચોગ્ગા એક છક્કા સાથે 64રન ફટકાર્યા હતા હાર્દિક રાઠોડ અને સોનુ બોથમે ત્રણ ત્રણ વિકેટ લીધી હતી બીજા દાવમાં રેલવે41 ઓવરમાં 203 રન કરીને ઓલ આઉટ થઈ ગઈ હતી અને કચ્છ આ મેચ 37 રને જીતી ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.