Abtak Media Google News

અબતક,રાજકોટ

બાર એસોસીએશનની ચૂંટણીના પડઘમ વાગતા ઉમેદવારી માટે મુરતિયાઓ માં થનગનાટ જોવા મળ્યો છે. પ્રમુખ અને હોદ્દેદારો તેમજ મહિલા કારોબારી સહીત 16 પદ માટે તારીખ 17 ને શુક્રવારે સવારે 9 થી 3:00 મતદાન કરવામાં આવશે અને મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.ભાજપ લીગલ સેલ માંથી બે જૂથ એ ઉમેદવારી નોંધાવી છે જ્યારે બે ટર્મ સુધી સેક્રેટરી પદે રહેલા  જીગ્નેશ જોશી અને અન્ય બે ઉમેદવારોએ સ્વતંત્ર રીતે પ્રમુખ પદ માં ઉમેદવારી નોંધાવી છે. તારીખ 9મી ડિસેમ્બરે  ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

ઢોલ-નગારા સાથે અનૂભવી અને સિનિયરોએ વિજય મુર્હુતમાં ઉમેદવારી નોંધાવી

રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જમ્યો છે. જીનિયસ પેનલે ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે સમરસ પેનલના ઉમેદવારોએ આજે વાજતે ગાજતે ફોર્મ ભર્યા હતા.  જ્યારે સતત ત્રણ વર્ષ સુધી બાર એસોસીએશનમાં સેક્રેટરી રહેલા જીજ્ઞેશ જોષીએ પ્રમુખ પદ પર ઉમેદવારી નોંધાવી છે. બાર એસોસિયેશનની ચૂંટણીમાં ત્રિપંખીયો જંગ જમતા વકીલોમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સમરસનો દબદબો જાળવી રાખવા ભાજપ લીગલ સેલના એક જુથ દ્વારા  એડી ચોટીનું જોર

રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં રાજકોટ શહેરમાં વકીલોમાં વર્ષોથી દબદબો ધરાવતી સમરસ પેનલના પ્રમુખ સહિતના તમામ ઉમેદવારોએ આજરોજ શુભ મુહુતમાં મંત્રોચાર અને પુજાઅર્ચના કરી ફટાકડા ફોડી ભવ્ય આતીશબાજી, ઢોલ સાથે વકીલો તથા સમર્થકોની મોટી સંખ્યાની હાજરીમાં ફોર્મ ભરતા વકિલોમાં એકતરફી વાતાવરણ ઉભું થયું છે. સમરસ પેનલમાં પ્રમુખ પદ પર ભગત અમીતકુમાર, ઉપ-પ્રમુખ પદ પર જાડેજા સિધ્ધરાજસિંહ, સેક્રેટરી પદ પર દિલીપ મહેતા, જોઈન્ટ સેક્રેટરી પદ પર સખિયા ધર્મેશ, ખજાનચી પદ પર પારેખ જીતેન્દ્ર, લાઈબ્રેરી સેક્રેટરી પદ પર વોરા સુમિત ઉમેદવારી પત્રો ચુંટણી અધિકારોઓ સમક્ષ રજુ કરી ઉમેદવારી નોંધાવી છે.

સમરસ પેનલમાં હંમેશા પક્ષાપત્તિથી દુર રહી વકિલોના પ્રશ્નો માટે હંમેશા કામ કરતા જમીન સાથે જોડાયેલા ઉમેદવારોની પસંદગી કરાતી હોય છે. સમરસ પેનલના તમામ ઉમેદવારો હંમેશા વકિલોના પ્રશ્નોને વાચા આપતા હોય લીગલ સેલ ભાજપનું પણ સમર્થન મળી રહ્યુ છે. વકીલ આલમમાં ભાજપ લીગલ સેલના સભ્યો તથા હોદેદારો જમીની કાર્યકર્તા તરીકે તમામ વકીલોનું ખડેપગે કામ કરે છે. ભાજપ લીગલ સેલ  મોટી સંખ્યામાં સભ્યબળ ધરાવતી સંસ્થ

બાર એસોસીએશનની ચુંટણી ભાજપ માટે એસિડ ટેસ્ટ સમાન

સૌરાષ્ટ્રનું પાટનગર  સમાન રાજકોટનાં બાર એસો.ની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ લીગલ સેલના બે જુથોએ ઉમેદવારી નોંધાવતા ઠંડીના ચમકારા વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. શિસ્તબઘ્ધ ગણાતી ભાજપ પક્ષે દરેક ચુંટણી પાર્ટીની ગાઇડ લાઇન મુજબ યોજાતી હોય છે. ત્યારે સ્નેહમિલનના કાર્યકમથી જુથવાદના લબકારા જોવા મળ્યા હતા બાદ તાજેતરમાં યાર્ડના હોદેદારો ની ચુંટણીમાં પણ જુથવાદ ઉપસી આવ્યો હતો વિધાનસભાની ચુંટણીને ગણતરી મહીના બાકી છે ત્યારે બાદથી ચુંટણીમાં ભાજપ લીગલ સેલના બે જુથ એકબીજાને ભરી પીવા માટે ખાંડાં ખખડાવી રહ્યા છે. ત્યારે પેનલને શહેર ભાજપનો છુપા આશીર્વાદ હોવાનું ચર્ચાય રહ્યું છે. ત્યારે એક જુથને આગેવાનનો ટેકો સાપડી રહ્યું છે. તા. 17 ડીસેમ્બરે દુધનું દુધ અને પાણીનું પાણી થશે.

બારની પ્રતિષ્ઠાભરી ચૂંટણી જંગમાં સ્વતંત્ર ઉમેદવારી કરતા જીજ્ઞેશ જોષી

પ્રમુખપદમાં પાંચ ફોર્મ ઉપડયા

રાજકોટ બાર એસો. ની ચુંટણીમાં ‘કહો દિલ સે જોષી ફિરસે’ ના સૂત્રોચ્ચાર સાથે ડો. જીજ્ઞેશ જોશીની પ્રમુખપદે માટે દબદબાભેર સ્વતંત્ર  ઉમેદવારી નોંધાવી.રાજકોટ રવકીલ મંડળની પ્રતિષ્ઠાભરી ચુંટણી જંગમાં બારના યુવા, નિડર અને સક્રિય હાલના છેલ્લા ત્રણ વર્ષથી સતત સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સ્વતંત્ર ઉમેદવાર તરીકે ડો. જીજ્ઞેશ એમ. જોશીએ આજરોજ પ્રમુખ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ડો. જીજ્ઞેશ એમ. જોશી દ્વારા રાજકોટ બાદ એસોસીએના સેક્રેટરી પદે રહી વકીલ હિતો અનેક કાર્યો કરેલાં હતા. જેમાં જુનીયર એડવોકેટ માટે ટ્રેનીંગ કેમ્પ, જજની પરીક્ષા માટે વર્ગનું આયોજન, પ્રવાસ, લીગલ સેમીનાર નેત્રયજ્ઞ કેમ્પ, વકીલોને હેલ્મેટમાંથી મુકિતની માંગ, રમત ગમત ટુર્નામેન્ટ, ફાયર સેફટી, કાર પાકીંગ, વકીલોના પ્રશ્ર્નોનું તાત્કાલીક નિરાકરણ સહીતના કામગીરી કરી હતી. વધુમાં ડો. જીજ્ઞેશ જોષીએ વર્ષ 2022 ના વર્ષે તેઓ પ્રમુખપદ ચુંટાઇ આવશે તો રાજકોટના વકીલશ્રીઓ માટેની કાર્ય યોજના પણ જાહેર કરેલ હતી. જેમાં કોલ આપેલહતો.તેમની ઉમેદવારી નોધાવવા સમયે એડવોકેટ અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ઇન્દુભા રાઓલ, સાગર હપાણી, નાનાલાલ માંકડીયા, પરેશભાઇ પંડયા, કમલેશ કોઠીબાર, પ્રહલાદસિંહ, નીતીન અમૃતીયા, અનીલ  હિતેન્દ્રસિંહ જાડેજા સહીતના અનેક એડવોકેટઓ જોડાયા હતા.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.