Abtak Media Google News

કરન બારોટ, જેતપુર

બાળકો કોઈ પણ સ્થળે રમત રમતા હોય છે પરંતુ જેતપુરમાં બાળકોને રમત રમવી પાડી ભારે પડી છે પાટા પર રમત રમતી વેળાએ ટ્રેન આવતા ભાગવા જતા હ્રદય કંપાવી દેનાર ઘટના બની છે .જેતપુરમાં ભાદર નદીના કાંઠે એક કરૂણ ઘટના બની છે જેમાં ૨ બાળકો ટેનના પાટા નીચે આવતા તેમના કરૂણ મોત થયા છે. ટ્રેનના પાટા પર રમતા હતા ટ્રેન આવી તેઓએ ભાગવાની કોશિશ કરી પરંતુ કાળનો કોળિયો તેમણે ગળી ગયો.

આ ઘટના ભાદર નદીના પુલ પર બની છે. 1 બાળક પાટા પરથી ભાદર નદીમાં ફાંગોળાઈને પડ્યો હતો. તે ટ્રેન રાજકોટથી સોમનાથ જતી હતી. આ ટ્રેનની હડફેટે બાળકો આવી જતાં તેમનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગયો છે લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંને બાળકોના મૃતદેહ પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.