Abtak Media Google News

પરિક્રમાના ટ્રાફિકને પહોંચી વળવા ૮મી નવેમ્બરી ૫ દિવસ સુધી રાઉન્ડ ધ કલોક બસ મુકાશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરવા ગીરનારના ખોળામાં યોજાતી લીલી પરિક્રમા કરવા દેશ-વિદેશી ભાવિકો આવતા હોય છે. આ ભાવિકોના ટ્રાફિકને પહોંચી વળવા રાજકોટ એસટી ડિવિઝન દ્વારા અલાયદુ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગામી ૮મી નવેમ્બરથી ૧૨ નવેમ્બર સુધી એટલે કે, ૫ દિવસ સુધી રાજકોટથી જૂનાગઢ ૬૦ જેટલી બસ રાઉન્ડ ધી કલોક દોડાવવામાં આવશે.

Advertisement

તા.૮ને શુક્રવારથી રાજકોટથી જૂનાગઢ ગિરનાર પરિક્રમે માટે અલગ જ વ્યવસ કરવામાં આવશે. જ્યાં એકસ્ટ્રા ફાળવેલી ૬૦ જેટલી બસ રાઉન્ડ ધી કલોક દોડશે. રાજકોટ ઉપરાંત ગોંડલથી પણ લીલી પરિક્રમા માટે ૨૦ જેટલી બસો મુકાશે જે નોન સ્ટોપ જૂનાગઢ જશે.

Untitled 1

આ મામલે રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશ-વિદેશી લીલી પરિક્રમા કરવા આવતા લોકો માટે જૂનાગઢ જવાની ખાસ વ્યવસ કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી રાજકોટ એસટી ડીવીઝનમાં લીલી પરિક્રમા કરનારાઓનો ખાસ ધસારો જોવા મળશે. જેને લઈ ૬૦ જેટલી મોટી બસ રાજકોટથી સીધી જૂનાગઢ સુધી દોડાવવામાં આવશે. લોકોને સરળ પરિવહન સાથે સુવિધા મળી રહે તે માટે પાંચ દિવસ એકસ્ટ્રા બસો રાજકોટથી જૂનાગઢ વચ્ચે ફેરા કરશે. આ ૬૦ જેટલી એકસ્ટ્રા બસોને લીધે એસટી ડિવિઝનની પણ આવકમાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.