Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહમાં  સંતકબીર રોડ, છપ્પનીયા ક્વાર્ટર, શક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી 23 પશુઓ, વેલનાથ, કોઠારીયા ગામ, ડ્રીમલેન્ડ, ખોડલધામ સોસાયટી, તિરૂપતિનગર, ગાયત્રીનગર, ગીતાજલિ પાર્ક વિગેરે વિસ્તારોમાંથી 45 પશુઓ, ગાંધીગ્રામ, ભારતીનગર, મોચીનગર, અક્ષરનગર તથા આજુબાજુમાંથી 35 પશુઓ, રૈયાગામ, મુંજકા, મીરાનગર, તથા આજુબાજુમાંથી 29  શેઠનગર, શિતલપાર્ક, ઘનશ્યામનગર, મારૂતિનંદન તથા આજુબાજુમાંથી 38 પશુઓ, પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, ગંગોત્રી પાર્ક તથા આજુબાજુમાંથી 22 પશુઓ, જડેશ્વર સોસાયટી, માધવ વાટીકા સોસાયટી, ગોકુલ પાર્ક, માનસરોવર તથા આજુબાજુમાંથી 10  પશુઓ, જય જવાન જય કિશાન, ગાંધી સ્મૃતિ, મોરબી રોડ, રણછોડનગર તથા આજુબાજુમાંથી 17 પશુઓ, મનહરપુર, અયોધ્યા રેસીડેન્સી, જે.કે. ચોક તથા આજુબાજુમાંથી 23 પશુઓ, આજી ડેમ, શ્યામ પાર્ક સોસાયટી, ગોંડલ રોડ, કોઠારીયા સોલવન્ટ તથા આજુબાજુમાંથી 28 પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 402 પશુઓ પકડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.