Abtak Media Google News

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ રૂડા દ્વારા વાર્ષિક ૩ લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે ઇડબલ્યુએ-૧ અને ઇડબલ્યુએસ-ર કેટેગરીના ફલેટ બનાવવામાં આવનાર છે. શહેરીની એચડીએફસી બેંકની શાખાઓમાં વિતરણ થઇ રહેલા ફોર્મને મેળવવા માટે લકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનારી સ્માર્ટ ઘર 1-2-3 ના કુલ 2176 આવાસ માટેના ફોર્મ વિતરણ તારીખ 1 જુલાઈથી રાજકોટ  (ICICI) બેન્કની  વિવિધ 14 શાખા પરથી શરૂ થઈ ગયેલ છે.આ ફોર્મનું વિતરણ એક મહિના સુધી થવાનું છે અને ફોર્મમાં  જરૂરી માહિતી ભરી તારીખ 31 જુલાઈ સુધીમાં રાજકોટ મહાનગર પાલિકાના 6 સિવિક સેન્ટર અને રાજકોટની ICICI બેન્કની વિવિધ જે તે શાખા પર પરત કરવાના રહેશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ધર–EWS-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.