Abtak Media Google News

આઈ-વે પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાના કંટ્રોલ‚મની મુલાકાતે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

રાજકોટ ટ્રાફિક દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની મીટીંગ તાજેતરમાં મળી હતી. જેમાં રાજકોટ ટ્રાફિકને લગતા નાના મોટા પ્રશ્ર્નો, ટ્રાફિક બ્રિગેડને લગતી ચર્ચાઓ અને આરટીઓની કામગીરી પીજીવીસીએલ તેમજ મનપા એસટી બોર્ડ, સહિતના ટ્રાફિકને લગતા વિષય ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

Advertisement

આ મીટીંગમાં રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ટ્રાફિક ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, જીસીબી ભટ્ટ, ઉપપ્રમુખ જયેશ ઉપાધ્યાય, હિતેશ બગડાઈ, પરાક્રમસિંહ, જગદીભાઈ દોંગા, યોગેશભાઈ પુજારા, નિતીનભાઈ ભગદેવ, ગીરીશભાઈ દેવળીયા, કમલેશભાઈપારેખ, મનોજભાઈ ફીનાવા, ડી.વી.મહેતા, અતુલભાઈ સંઘવી, એસટી ડવીઝનલ કંટ્રોલર જેઠવા ભાઈ પીજીવીસીએલ અધિક્ષક વ્યાસભાઈ રાજકોટ મનપાના એક.કે.ગોહિલ, એસીબી ટ્રાફિક ઝાલા વગેરે ઉપસ્તિ રહ્યાં હતા.

આ મીટીંગમાં એસ.ટી. ડિવીઝનલ કંટ્રોલર જેઠવા ડ્રાઈવરોને સધન તાલીમ તા સરકારના બાવીસ હજાર પત્રો આપી તેમના પરિવાર પ્રત્યે સહાનુભુતિ દર્શાવી અને દરેકને પોતાના પરિવારનો ફોટો પોતાના ખીસ્સામાં રાખે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. ટ્રાફિકની પુરતી સ્ટ્રેન્થમાં, ટ્રાફિક બ્રિગેડો પર આકરી કામગીરી તા આઈ-વે પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

તેમજ આ મીટીંગમાં ઉપસ્તિ આરટીઓ વિભાગના જેવી હાહ ટ્રાફિકના વાહનો નામ, નંબર અંગે દંડાત્મક કાર્યવાહી વિશે તેમજ વિધ-વિધ સ્કુલોમાં જઈ ટ્રાફિક એજયુકેશન આપવાની ચર્ચા કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે આ મીટીંગના અંતે સૌરાષ્ટ્ર ખાતે રાજકોટ શહેર પોલીસ અન્ય શહેરોની સરખામણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.