Abtak Media Google News

ચૂંટણી લક્ષી કાર્યો અંગે માર્ગદર્શન પુરૂ પાડતા અધિક જિલ્લા અધિકારી

વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે ચૂંટણી મદદનીશ ખર્ચ નિરીક્ષકોની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ તાલીમમાં વિવિધ વિધાનસભાની બેઠકની હિસાબ નિરીક્ષક, ફલાઈંગ સ્કવોડ, સ્ટેટીક સર્વેલન્સ, વીડિયો સર્વેલન્સ અને વીડિયો વ્યુઈંગ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે પ્રેઝન્ટેશન મારફતે દરેક ટીમને કાયદાની જોગવાઈ મુજબના ચૂંટણી ખર્ચના હિસાબોની વિગતવાર જાણકારી આપી હતી. આચારસંહિતાનો ભંગ ન થાય, લાંચ અને વગ જેવા દૂષણોથી જનતાને સુરક્ષિત રાખીને પૂરી તટસ્થતાં સાથે વિધાનસભાની ચૂંટણી યોજાય તે રીતે કામગીરી કરવા કલેકટરે જણાવ્યું હતું. વિવિધ ટીમને ખર્ચને લગતાં જરૂરી ફોર્મ વિશે ઝીણવટતાંપૂર્વક સમજાવ્યું હતું.

ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા સર્વે ટીમના અધિકારીઓને પોતાના કાર્યક્ષેત્રની કામગીરીનો અભ્યાસ કરવા ઉપર કલેકટરશ્રીએ ભાર મુક્યો હતો. દરેક અધિકારીઓને તેમની બેઠકના કાર્યક્ષેત્રમાં પોલીસ સ્ટેશનો, ચેક પોસ્ટ અને બુથની જાણકારી મેળવી લેવા જણાવ્યું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી દેવ ચૌધરીએ હિસાબી નિરીક્ષકોને વિશેષ ધ્યાન રાખવા માટે જરૂરી સૂચનો આપતાં જણાવ્યું હતું કે, દરેક અધિકારીઓએ તેમનું ફિલ્ડ વર્ક, ઓફિસમાં નિભાવવા માટેના રજિસ્ટરો અને જરૂરી ફોર્મ માટેની સમજ પહેલાંથી કેળવી લેવી જોઈએ જેથી સમગ્ર ચૂંટણી દરમિયાન અવ્યવસ્થા ઊભી થવાાની શક્યતા નહીવત રહે. આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ખાચરે ચૂંટણી સંબંધિત જરૂરી એપ્લીકેશન વિશે પણ જાણકારી પૂરી પાડી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.