બાંધકામ ઉદ્યોગ ટોપ ગીયરમાં હવે રાજકોટ બનશે મિની દુબઈ

હાઇરાઇઝ બિલ્ડીંગો વિકાસને આભની ઊંચાઈ આપે છે,રોકાણકાર માટે રાજકોટ શહેર “હોટ ફેવરિટ”

સૌરાષ્ટ્રના પાટનગર ની શાન ધરાવતા રાજકોટમાં વિકાસને આભની ઊંચાઈએ લઈ જવામાં બાંધકામ ઉદ્યોગ નો સિંહ ફાળો રહ્યો છે.અત્યારે શહેરના તમામ વિસ્તારોમાં બાંધકામોની સાઇટો ધમધમી રહી છે. હજારો લોકોની રોજગારી અને કરોડો રૂપિયાના રોકાણ ને સતત આગળ ધપાવતા બાંધકામ ઉદ્યોગ ના પાયાના પથ્થર જેવા નાના-મોટા બિલ્ડરો દ્વારા મુકવામાં આવતા અવનવા પ્રોજેક્ટોના કારણે રોકાણકારો અને રાજકોટમાં આવીને વસવા માંગતા પરિવારો માટે અત્યારે રાજકોટમાં ત્રણ લાખથી લઈને સાત કરોડ રૂપિયા સુધીના ફ્લેટની એક વિશાળ “જમીનથી લઈને આસમાન” સુધીની સુવિધા અને રોકાણ માટેની એક નવી દુનિયા વસી રહી છે .

જોકે બાંધકામ ઉદ્યોગ ના માંધાતાઓને પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ “સાહસને જ સિદ્ધિ” વરેલી હોય તેમ અનેક પડકારો છતાં રાજકોટના બાંધકામ ઉદ્યોગને એક નવી દિશા આપનાર ખાનગી બાંધકામ ઉદ્યોગ ના સંચાલકો દ્વારા સતત કંઈક નવું આપવાના સંશોધન અને પ્રયાસ થકી અત્યારે સૌરાષ્ટ્ર નહિ પણ ગુજરાતમાં ક્યાંય નથી એવો બાંધકામ નો વિકાસ રાજકોટમાં દેખાઈ રહ્યો છે.

કોમર્શિયલ બાંધકામ, લોરાઈઝ એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ બંગલા અને હવે મુંબઈ કલકત્તા ની જેમ રાજકોટમાં હાઇરાઇઝ બિલ્ડિંગોની હારમાળા સર્જાઇ રહી છે. નવા વિકસિત રાજકોટમાં અને એક સાઇટો પર હાઇરાઇઝ લોકેશન જોવા માટે ખરીદદારોની સતતપણે ચહેલ પહેલ રહેવા પામે છે. બાંધકામ ઉધોગના હરણફાળ જેવા વિકાસમાં બિલ્ડરો વચ્ચેની સ્પર્ધા માં ગ્રાહકોનો” વિશ્વાસ અને પૈસા” નું પૂરેપૂરું વળતર મળી રહે તેવા “જેનયૂન પ્રોજેક્ટ” ની પણ એક આગવી સ્પર્ધા ઊભી થઈ છે.

સંપૂર્ણપણે કાયદેસરની મંજૂરી અને મંજૂરી મુજબના બાંધકામો થી લઈને વર્ષો સુધી ટકી રહે તેવા ભૂકંપ થી લઈને વેધર પ્રુફ હાઇરાઇઝ બિલ્ડિંગમાં પાર્કિંગ થી લઈને પાણી અને લિફ્ટ થી લઇ સર્વિસ અને સિક્યુરિટી સુધીની ફૂલ પ્રુફ સુવિધા આપવાના આયોજનમાં ગ્રાહકો રોકાણ કરવામાં પાછું વળીને જોતા નથી.તેવા સંજોગોમાં બિલ્ડરો પણ હવે પોતાના વ્યવસાયમાં વેપાર કરતા વિશ્વાસને વધુ મહત્વ આપતા થયા હોવાનો એક આખો માહોલ ઉભો થયો છે

શહેરના સુ સીક્ષિત રોકાણકારો હોય કે ગામડામાંથી શહેરમાં આવીને વસવા માંગતાં ભોળા ગ્રાહકો હોય, કોઇ વર્ગને રોકાણ કરીને પસ્તાવું ન પડે તે અભિગમ સાથે મોટાભાગે હવે કલીન ક્લિયર અને કલેવર પ્રોજેક્ટમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે.બાંધકામ ઉદ્યોગ ના જૂના જોગીઓ ની સાથે સાથે હવે ફ્રેશર એન્જીનિયર અને બિલ્ડરોની યુવા પેઢી પણ બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે કાર્યરત થઈ ગઈ છે.

રાજકોટમાં પ્રોજેક્ટ મુકવા માટે વિદેશમાં જઈને બાંધકામ ઉદ્યોગ નો અભ્યાસ કરી રાજકોટને વિશ્વ કક્ષાના હાઉસિંગ રેસીડેન્સી પ્રોજેક્ટ આપનારા યુવાવર્ગ નો પણ ઉમેરો થઈ રહ્યો છે ત્યારે હવે રાજકોટમાં અગાઉની જેમ બાંધકામ ઉદ્યોગમાં “લાલીયાવાડી” ચલાવનારાઓ માટે ધંધો મુશ્કેલ થઈ પડયો છે.પ્રોજેક્ટ માં કોઈપણ જાતની ખામી ન રહે તેવા અભિગમ સાથે કાર્યરત બાંધકામ ઉદ્યોગ અત્યારે ટોપ ગેરમા ચાલી રહ્યો છે.

હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી વોટર મેનેજમેન્ટ સિક્યુરિટી થી લઈ પરંપરાગત પાર્કીંગની સુવિધાઓ સાથે સાથે હવે વધતી જતી વાહનોની સંખ્યા અને જરૂરિયાતોને લઈને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સ્ટેટમેન્ટ ની બદલે પ્રથમ એકથી પાંચ માળના પાર્કિંગ, ફૂલી એલિવેટેડ લોકેશન અને ભૂકંપ પ્રુફ બાંધકામ સહિત ના સ્ટ્રકચર પર ધ્યાન આપવામાં આવે છે.જોકે ઘણા બિલ્ડરો ભૂકંપ પ્રુફ બિલ્ડીંગ હોવાની વાત ને નકારી પણ રહ્યા છે.

સારી સુવિધા અને બેસ્ટ ક્વોલિટી માટે ગોળ નાખો એવું મીઠું થાય તેની જેમ રોકાણકારો માટે વધેલો ભાવ વધારો સુવિધા સામે સ્વીકાર્ય બની રહ્યો છે.અત્યારે શહેરમાં સરકારી આવાસ ના ત્રણ લાખથી લઈને લક્ઝરી એપાર્ટમેન્ટ માં 7 કરોડ રૂપિયા સુધીના ફ્લેટની વિશાળ રેન્જ ઉપલબ્ધ બની છે. રાજકોટનો બાંધકામ ઉદ્યોગ એક આગવી રીતે વિકસી રહ્યું છે.બાંધકામ ઉદ્યોગમાં વધતી જતી મોંઘવારી અને માલસામાનના વધતા જતા ભાવ ની સાથે સાથે કામદારોની અછતની સમસ્યા પણ બિલ્ડરો માટે પડકારરૂપ બની રહી છે.

સાઇટ્સ પર મજૂરોની સેફટી બિલ્ડરોની પ્રથમ પ્રાથમિકતા

પ્રમાણિક ધોરણે વ્યવસાય કરતા બાંધકામ ઉદ્યોગના માંધાતાઓ દ્વારા મજૂરોને પણ સારી સવલત આપવામાં આવી રહી છે. શ્રમિકોના બાળકોને શિક્ષાથી લઈ સારી રીતે પરિવાર ને સાચવવા માટેની,મજૂરોને રહેવા માટે  સાઈટથી દુર વ્યવસ્થા, હાઇરાઇઝ બિલ્ડિંગમાં કોઈ અકસ્માત ન થાય તે માટેના તમામ સેફટી કીટ ની સુવિધાઓ, શ્રમિકોના વિમાથી લઈને નિયમિત આરોગ્ય ચકાસણીની સાથે સાથે પારિવારિક ભાવનાનો માહોલ ઉભો રહે અને શ્રમિકો પોતાના પરિવાર સાથે આનંદનો સમય પસાર કરે તે માટે બિલ્ડરો દ્વારા હવે પંદર દિવસ કે મહિના દિવસે  સ્નેહ મિલન જેવા કાર્યક્રમના પણ આયોજનો કરવામાં આવે છે.

બીજી તરફ સરકારી તંત્ર અને ખાસ કરીને કોર્પોરેશન દ્વારા બાંધકામની મંજુરી ની પ્રક્રિયા પણ સરળ રાખવામાં આવતી હોવાનો બિલ્ડરો એ સામે આવીને તંત્રના સહકારની પણ સરાહના કરી છે. બાંધકામની મંજૂરી પ્રક્રિયામાં અને સર્ટિફિકેટમાં જો હજુ પણ ઝડપ આવે તો બિલ્ડરો પોતાનું કામ સારી રીતે કરી શકે તેવો સૂર અનેક નાના-મોટા બિલ્ડરોએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં પુરાવ્યો હતો.

બિલ્ડર લોબીને ઇન્ડસ્ટ્રીઝનો દરજ્જો મળવો જોઈએ, રેરાથી હેરાન છીએ, બિલ્ડર ચોર નથી હોતો : પરેશ ગજેરા (RBA પ્રમુખ)

રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિલ્ડરોને GDCR ના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ફાયરના નિયમો અલગથી હોઈ છે તે પણ ખુબજ મહત્વનું છે.હાલમાં ફાયર અને GDCR ના નિયમો સરખા થઈ જાય તે માટે RBA પ્રયત્ન કરી રહ્યું છે.પરેશભાઈ એ જણાવ્યું હતું કે ભૂકંપ પ્રુફ બિલ્ડીંગ ની ગેરેન્ટી કોઈ ન આપી શકે.કેટલા રેક્ટર સ્કેલ નો ભૂકંપ આવે તે સ્ટ્રકચર કેવું છે તેના પર બધું આધારિત હોય છે.

2001  માં ભૂકંપ આવ્યા બાદ ગુજરાત સરકારે સ્ટ્રક્ચર ના નિયમો કડક કર્યા .7 કે 7.5 સુધી ભુકંપ આવે અને અમુક સેક્ધડ થી વધારે આ ભૂકંપ રહે તો કોઈ પણ બિલ્ડીંગ ધરાશાયી થઈ શકે.અત્યારે જે બિલ્ડીંગો બની રહી છે તે 2001 માં આવેલ ભુકંપ ફરી આવે તો પણ વધુ નુકશાન ન થાય તેવું સ્ટ્રકચર બનાવવામાં આવે છે.દરેક બિલ્ડર ને દરેક વસ્તુ કોન્ટ્રાક બેઇઝ પર હોઈ છે.આપણે ચણતર પ્લાસ્ટર ,RCC તેનો કોન્ટ્રાક જુદો હોઈ છે.દરેક કોન્ટ્રાક્ટરે તેના વર્કરની સેફટીની જરૂર પડે છે.તેના એગ્રીમેન્ટ બિલ્ડરો સાથે સાઈન કરવાના હોય છે. ફેબ્રિકેશનની એજન્સી આવે.સ્ટીલ બાંધવાની એજન્સી આવે .

બિલ્ડરના મજૂર સાઇટ પર પાણી છાટવા હોઈ છે.દરેક મજૂર કોન્ટ્રાક્ટરના મજૂરો હોઈ છે.સાથોસાથ બિલ્ડર પણ એ મજૂરોનું ધ્યાન રાખતા હોય છે.મજૂરોની સાઇટ નો વીમો બિલ્ડર પણ લ્યે છે.મજૂરોને કોન્ટ્રાક્ટર તરફથી નાના મોટી તકલીફ ન થાય તે ખ્યાલ રાખવામાં આવે છે.બિલ્ડર એસોસિએશન દ્વારા લોકડાઉન માં 30,000 કીટ સાઇટ પર મજૂરો ને આપો હતી.રેરાથી હેરાન છીએ અમે .રેરા સારી બાબત છે પરંતુ કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો રેરા ને એક્શનમાં આવવું જોઈએ. ક્ધસ્ટ્રકશન ક્વોલિટી રાજકોટ જેવી આખા ભારતમાં ક્યાંય નથી.અહીંયા કસ્ટમર અને બિલ્ડરનો નાતો પારિવારિક જેવો છે. રેરા ઓથોરિટી છાપામાં ચેનલમાં એવી રીતે જાહેરાત આપે છે કે જાણે બિલ્ડર ચોર હોઈ પણ હકીકતમાં એવું નથી હતું.MSME થી માંડી અનેક ઉદ્યોગોને ગવર્નમેન્ટ સબસીડી આપે છે.

વિજળી ના બિલમાં સબસીડી આપે પરંતુ બિલ્ડરોને એક પણ પ્રકારની સહાય ગવર્મેન્ટ કરતી નથી .બિલ્ડરને ઇન્ડસ્ટ્રીઝ નો દરજ્જો ગવર્મેન્ટએ આપ્યો નથી.ઘણું રિસ્ક લઈ ને બિલ્ડર પોતાની સાઇટ બનાવતો હોઈ છે ત્યારે રેરાને પણ એટલો સહકાર આપવો જોઈએ. જ્યારે પણ કોઈ કસ્ટમર ફરિયાદ કરે તો બિલ્ડર સામે એક્શન લો પણ ફરિયાદ વગર જ બિલ્ડરોને હેરાનગતિ ન હોવી જોઈએ.

બિલ્ડીંગની સ્ટેબીલીટી માટે એલ ટાઈપ કોલમ મહત્વના : દિલીપ લાડાણી ( ઉપપ્રમુખ , RBA )

લાડાણી ગ્રુપના ઓનર , RBA ના વાઇસ પ્રેસિડેન્ટ દિલીપભાઈ લાડાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા તમામ પ્રોજેક્ટમાં સરકાર તરફથી ખુબજ સારો સહકાર મળી રહ્યો છે.રાજ્ય સરકારે GDCR ના નિયમો કર્યા છે તેનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.સાઇટ પર સેફટી ગ્રીલ સહિતની સગવળો લેબર્સ ને આપીએ છીએ.

મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા આવ્યા ત્યારથી તમામ બિલ્ડીંગ સાઇટ્સ પર રેગ્યુલર ચેકીંગ , મજૂરોને વેક્સીનેશન સહિતની સગવળો આપવામાં આવી છે.બધી જ સાઇટ્સ પર તેમની સીધી નજર હોઈ છે.

જૂનું રેરાનું પોર્ટલ છે તેના પર જ હવે ચાલવાનું છે.એલ ટાઈપ કોલમ સ્ટ્રક્ચર નો વિષય છે.જે બિલ્ડીંગ નો લે આઉટ હોઈ તે પ્રમાણે મુકવામાં આવે  છે. બિલ્ડીંગ ના લોકેશન અને સાઇટ પ્રમાણે એલ ટાઈપ કોલમ ઘણા સારા રહે.સાઇટ પર કાસ્ટિંગ કરવું એલ ટાઈપ કોલમ તે થોડું અઘરું હોઈ છે.સ્ટેબીલીટી માટે એલ ટાઈપ કોલમ સારી વાત છે.તમામ બિલ્ડીંગ ઝોન પ્રમાણે ડિઝાઇન થતી હોય છે.

સોઈલ કન્ડિશન જોઈને ભુકંપ સામે ટકી શકે તેવું બિલ્ડીંગ બનાવાતું હોઈ છે.ટ્વીન ટાવર પ્રોજેક્ટ માં સૌરાષ્ટ્ર માં સારામાં સારો પ્રોજેક્ટ છે.3 લેવલ સુધી પાર્કિંગ કરવામાં આવ્યું છે. જેથી ટ્રાફિક સમસ્યા ન રહે.લિકેજ ને લઈ ને  ભવિષ્યમાં તકલીફ ન પડે તે પ્રમાણે બિલ્ડીંગ બનશે.ટ્વીન ટાવર પ્રોજેક્ટ સીટી એરિયામાં સૌરાષ્ટ્ર લેવલે એક ઉદાહરણ રૂપ પ્રોજેક્ટ બની રહેશે.રાજકોટ બિલ્ડર એસોસીએશન હંમેશા માટે તેની સાઇટ પર કામ કરતા તમામ લોકોનું ધ્યાન રાખે છે કોઇપણ કોન્ટ્રાકટર મારફત પણ મજુરોને કનડગત ન થાય તેની સતત વોચ પણ રાખે છે.

લેબર્સ બિલ્ડરો માટે મહત્વનો અંગ, લેબર્સ સેફટી અતિ મહત્વની : જય ટીલાળા ( સંસ્કાર સાનિધ્ય ગ્રુપ )

સંસ્કાર સાનિધ્ય ગ્રુપના જય ટીલાળાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાઇરાઇઝ ક્ધસ્ટ્રક્શન પર નિયમો ઘણા હોઈ છે જે નિયમોનું ઘણી સાઇટ્સ પર પાલન થતું નથી.અમારી સાઇટ સંસ્કાર સાનિધ્યમાં તમામ નિયમોનું અમે પાલન કરીયે છીએ.અમારા લેબર્સ માટે રહેવાની સગવડ બિલ્ડીંગથી દૂરના વિસ્તારમાં રાખેલ છે જેથી ક્ધસ્ટ્રકશન દરમ્યાન તેમના બાળકોને જાનહાની ન થાય .

5 થી ઉપર ના માળે સેફટી નેટ લગાડતા હોઈએ છીએ જેથી કોઈ મજૂર પડે કે પછી ઉપરથી પથ્થર પડે તો કોઈને નુકશાન થતું નથી.મજૂરો માટે લેબર ઇન્સ્યોરન્સ અમે લીધેલ હોઈ છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તો અમે તાત્કાલિક સારવાર અપાવી શકીએ સાથે જ મેડીકલેમ પણ લીધેલ છે જેથી કરીને હોસ્પિટલ સહાય સારી રીતે મળી શકે.સંસ્કાર સાનિધ્ય ગ્રુપ દર 5 મહિને ઘરે પ્રસંગ હોઈ તેમ લેબર સાથે રહી સેલિબ્રેશન કરીએ છીએ. અઠવાડિયામાં 2 વાર મેડિકલ વાન બોલાવીએ છીએ.

એજ્યુકેશનમાં કાંઈ મદદ જોઈતી હોય તો તમામ મદદ પુરી પાડીએ છીએ.એલ ટાઈપ કોલમ લો રાઈઝ બિલ્ડીંગ માં વાયેબલ બેસે , હાઇરાઇઝ બિલ્ડીંગમાં એલ ટાઈપ કોલમથી પાર્કિંગ ના સ્પેસ ઘટી જતાં હોય છે. જે તમારા સ્ટોરેજ ની જગ્યાઓ પણ કપાઈ જતી હોય છે. રેરા ખુબજ સારો કાયદો છે.ગ્રાહકને સંતોષ પૂર્વક કામ આપવા રેરા ખૂબ જ સારું છે.બિલ્ડર અને કસ્ટમર બન્ને ને ફાયદો છે.હાઇરાઇઝ બિલ્ડીંગમાં અનેકવિધ પરમિશન લેવી પડે છે જેમાં 1 વર્ષ જેટલો સમય લાગી જાય છે.તંત્ર ને વિનંતી છે તમામ પ્રક્રિયા જો 3 મહિનામાં પૂર્ણ થઈ જાય તો અમે અમારો પ્રોજેક્ટ જલ્દી શરૂ કરી શકીએ.

માત્ર  શહેરની મધ્યમાં નહીં, સીમાળા સુધી લોકો ફ્લેટ ખરીદતા થયા છે : ગોપી પટેલ ( ધ લાઈફ સ્ટાઇલ ગ્રુપ )

જામનગર રોડ પર તૈયાર થયેલ ધ લાઈફ સ્ટાઇલ ગ્રુપના બિલ્ડર ગોપી પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ સ્માર્ટ સીટી પહેલા હતું અને હવે પણ ગણાય છે.રાજકોટ ના રિયલ એસ્ટેટ ની વાત કરીએ તો પહેલા પણ પ્રીમિયમ પ્રોજેક્ટ ડિઝાઇન થતા હતા.અને હજુ ભવિષ્યમાં પણ પ્રોજેક્ટ સામે આવી રહ્યા છે.કોટેચા ચોક કે  કે.કે.વી હોલ ચોકથી આગળ કોઈ હાઇરાઇઝ બિલ્ડીંગ માં જવા તૈયાર ન હતું .

પરંતુ હવે મોટા મૌવા, મઉડી , જામનગર રોડ, રોણકી સહિતની જગ્યાએ લોકો જગ્યાઓ ખરીદતા થયા છે.વિવિધ હાઇરાઇઝ પ્રોજેક્ટ બનાવતા થયા છે. લોકોની મેન્ટાલીટી બદલાઈ છે હવે લોકો દૂર સુધી જતા થયા છે.લોકોને તેમના બજેટમાં 2બવસ થી માંડી 4-5 બવસ પ્રોજેક્ટ સહેલાઇથી મળે છે. મારો.પ્રોજેક્ટ ધ લાઈફ સ્ટાઇલ પ્રોજેક્ટ 4બવસ જામનગર રોડ પર છે.રેસકોર્સ , એઇમ્સ હોસ્પિટલ સૌથી નજીક છે.મારા પ્રોજેક્ટ માં સૌરાષ્ટ્રની જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે.

પ્રીમિયમ ફેસિલિટી સાથે 3બવસ ના ભાવમાં 4બવસ ફ્લેટ બનાવ્યા છે.અમદાવાદ બરોડા સુરત ની સરખામણીમાં રાજકોટ શહેરમાં પરમિશનની પ્રક્રિયા ખુબજ સરળ છે.નવા નિયમો ઘણા આવ્યા છે જે મુજબ સરકાર તરફથી તપાસ થતી હોય છે .આપણે નિયમ મુજબ નું બાંધકામ જ કરવું જોઈએ.રેરા નો નિયમ સારા બિલ્ડરો માટે નોર્મલ વસ્તુ છે.આ નિયમો અમે પહેલેથી જ પાડી બિલ્ડીંગ બનાવતા હોઈ છે.

સિસ્ટમથી જેને કામ કરવું છે તેને રેરાથી કોઈ જ તકલીફ નથી : વિપુલ માકડીયા ( સવન બિલ્ડર્સ )

સવન બિલ્ડર્સના ઓનર વિપુલ માકડીયાએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારો હાઇરાઇઝ ટાવર નો રૈયારોડ પર સવન સરફેશ પ્રોજેક્ટ ચાલુ છે .સેફટી ના તમામ નિયમોનું પાલન થાય તે માટે અમે પૂરતી તકેદારીઓ રાખીયે છીએ.તમામ લેબર્સના ઇન્સ્યોરન્સ તેમજ તેમની તમામ સેફટિકિટ પૂરતા પ્રમાણમાં રાખીયે છીએ. રાજકોટ ઝોન 03 માં આવે છે.

ઝોન 03 માં જે નિયમો મુજબ સ્ટીલ ની જરૂરિયાત , સ્ટ્રક્ચર ની જરૂરિયાત તે મુજબ નું બાંધકામ ખુબજ જરૂરી છે.બિલ્ડીંગ પરમિશનમાં થોડું ઘણું પલ્સ માઇનસ રહે છે.હાલમાં કોર્પોરેશન માં ખુબજ સારો સપોર્ટ મળે છે. જેને સિસ્ટમથી અને સારું કામ કરવું છે તેને રેરાથી કોઈ પણ તકલીફ નથી.

બિલ્ડરોને અગવડતા ન પડે તે માટે  ટીપી શાખા સતત કાર્યરત : એમ.ડી.સાગઠીયા ( ટીપીઓ  કોર્પોરેશન)

રાજકોટ મનપા ના TPO એમ.ડી.સાગઠીયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં બિલ્ડર જ્યારે કોઈ પણ પ્લાન રજુ કરે છે ત્યારે 3 થી 4 દિવસમાં તેમની ચકાસણી કરવામાં આવે છે.

ચકાસણી કર્યા બાદ જો કોઈ પણ કવેરી હોઈ તો તેને 7 દિવસની સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.7 દિવસમાં જો પુરતતા કરવામાં આવે તો એન્જીયરિંગ લેવલથી માંડી મ્યુનિસિપલ કમિશ્નર સુધી મંજૂરી આપવામાં આવે છે.લેખિતમાં કવેરી આપીએ તો ક્યારેક ટેક્નિકલ કવેરી માં બિલ્ડર ને સમજ ન આવે તો તેમને રૂબરૂ બોલાવીને સમજાવવામાં આવે છે. અને સાથે મળી ને તેને સોલ્વ કરવામાં આવે છે.

સરકાર દ્વારા ઈ – GDCR દ્વારા જે નિયમો છે તેનું પાલન કરવાનું હોય છે.બિલ્ડીંગ નું કામ ચાલુ થાય ત્યારે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા ફિલ્ડ વિઝીટ કરવામાં આવે છે.જે બિલ્ડીંગ પ્લાન રજૂ કર્યો તે મુજબ નું જ બાંધકામ થયું છે કે કેમ તે ચકાસણી કરવામાં આવે છે.જો બાંધકામ નિયમ મુજબ ન હોઈ તો નોટિસ આપી બાંધકામ અટકાવવામાં આવે અને દૂર કરાવવામાં છે.

રાજકોટમાં પણ દુબઈ જેવી જ ઇમારતો બનશે બન્ની પટેલ (ગ્રીનફીલ્ડ ગાર્ડન્સ ગ્રુપ )

ગ્રીનફીલ્ડ ગાર્ડન્સ તેમજ ઓરબીટ ગાર્ડન્સ ગ્રુપના બન્ની પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 22 માળનું હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવી રહ્યા છીએ.જો કોઈ પણ બિલ્ડર તેમ કહેતા હોય કે તેમનું બિલ્ડીંગ ભુકંપ પ્રુફ છે તે વાત સદંતર ખોટી છે.આ નેચરલ ડિઝાસ્ટર કહેવાય ધરતીકંપ કોઈના હાથમાં નથી હોતું .સ્ટ્રક્ચર ડિઝાન , બિલ્ડીંગ નું ફુટિંગ કેટલું ઊંડું લઈ જઈએ છીએ ,લોખંડની ડિઝાઇન કેવી કરીયે છીએ તે મહત્વનું છે.

કોન્ક્રીટ કેટલા ગ્રેડનું છે લોખંડ કેટલા સ્ટ્રેન્થ નું છે એ મુદ્દાઓ પણ મહ્ત્વ ના છે.રેરા વિશે તેમણરા જણાવ્યું હતું કે રેરા થી હેરાન નથી.જેને માત્ર ચોખ્ખું બાંધકામ જ કરવું છે તેના માટે રેરા ખૂબ સારું છે .પારદર્શકતા ખુબજ આવી ગઈ છે. બહારગામના ઈન્વેસ્ટર્સ જે રૂબરૂ નથી આવી શકતા તેઓને કાંઈ માહિતી જોઈતી હોય તો રેરાની વેબસાઈટમાં ડિટેઈલ્સ ડેટા મળી રહે છે.

રેરામાં થોડા ફેરફાર જરૂરી છે. આપણે ફાઇલ ઇનપુટ કરીયે છીએ ત્યારે કેટલું સ્પીડી થાય છે તે મહત્વનું છે રાજકોટમાં રેરા નું ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ માં કોઈ નથી તે અહીં હોવા જોઈએ.સીએની ઇન્કવાઈરી એડવોકેટની ઈન્કવાઇરી આવી હોય તો તાત્કાલિક સોલ્વ થઈ શકે.બિલ્ડરે પ્લોટ લીધો હોય ત્યારથી બાંધકામ શરૂ કરવાનો સમયગાળો હોઈ તે ખુબજ મહ્ત્વ નો હોઈ છે. કોર્પોરેશનમાં તમામ કાગળો સાથે પ્લાન ઇનવર્ડ કર્યા બાદ પરમિશન જલ્દી મળી જાવી જોઈએ.બિલ્ડરોને સરખો સપોર્ટ મળતો રહેશે તો નજીકના ભવિષ્યમાંજ રાજકોટમાં દુબઈ જેવી જ ઇમારતો બનશે.

22 માળના 5 હાઇરાઇઝ બનાવી રહયા છીએ,લોકોને સીધો જ લાભ મળશે : ઉત્સવ લાડાણી ( ઓરબીટ ગાર્ડન્સ )

ઓરબીટ ગાર્ડન્સ ગ્રુપના બિલ્ડર ઉત્સવ લાડાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી સાઇટ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ છે.અમે 4  5 BHK ફ્લેટ બનાવી રહયા છીએ.22 માળના 5 હાઇરાઇઝ બિલ્ડીંગ પણ બનાવી રહ્યા છીએ.અમારા પ્રોજેક્ટ માં મેઈન પાર્ટ લેબર્સનો છે.કોરોના મહામારીમાં પરિવારજનોની જેમ જ રાજકોટ બિલ્ડર એસોસિએશન સાથે રહી ને મદદ કરેલ હતી.તમામ બિલ્ડરોને રાજકોટ મનપા તરફથી ખુબજ સપોર્ટ મળી રહ્યો છે.

અમારા હાઇરાઇઝ બિલ્ડીંગ બનતા હોવાથી રેગ્યુલર સેફટી નેટનો ઉપયોગ કરી બિલ્ડીંગ ફરતે બાંધી ને કામ કરી રહ્યા છે.રસ્તા પર ચાલતા રાહદારીઓના જીવને પણ નુકશાન ન થાય તેની તકેદારી અમે રાખી રહ્યા છીએ.તમામ કાગળો ક્લિયર હોઈ અને કોઈ પણ કવેરી ન હોઈ તો સરકારી તંત્ર એ બિલ્ડર ને તેના બાંધકામ માટે વધુ સમય ન બગાડી જલ્દીથી સપોર્ટ કરી મંજૂરી આપવી જોઈએ.ધીમે ધીમે વિદેશની ટેકનોલોજી રાજકોટમાં આવતી જાય છે અને રાજકોટ શહેરમાં અનેકવિધ ટેકનોલોજીયુક્ત બિલ્ડીંગ બની રહી છે જેનો સીધો જ ફાયદો શહેરની અને સૌરાષ્ટ્રની જનતા ને મળશે.

GDCR ના નિયમોનું પાલન ખુબજ જરૂરી : ધવલ ટીલાળા (સંસ્કાર ગ્રુપ)

સંસ્કાર ગ્રુપના ધવલ ટીલાળાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંસ્કાર એલિગન્સ પ્રોજેક્ટ અમારો છે.3  4 બવસ ફ્લેટ બનાવીયે છીએ.હાઇરાઇઝમાં ઘણા નિયમો છે તે તમામ નિયમો પાડવા ખુબજ જરૂરી છે.લેબર્સ અમારું અંગ છે.અમે ખુબજ ધ્યાન રાખીયે છીએ.કોરોનાના સમયમાં મજૂરોને કાંઈ પણ ઇફેક્ટ ન થાય તે માટે મેન્ટલી અને ફાયનાસ્યલી સપોર્ટ કરેલ છે. હાઇરાઇઝ બિલ્ડીંગમાં કામ ચાલુ હોય ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓને નુકશાન ન થાય તેના માટે તકેદારીઓ રાખતા હોય છે. અમુક બિલ્ડીંગ માં કામ ચાલુ હોય ત્યારે અવાજ વધુ આવતો હોય છે ત્યારે આસપાસના લોકોને તકલીફ ન પડે તેવા સમયમાં અમે કામ કરીએ છીએ.