Abtak Media Google News

આયુર્વેદ આજે નહીં તો ક્યારે?

શ્રમ, યોગ, વ્યાયામ, રસોડાના ઔષધોને જીવનમાં વરણી લેવા: આયુર્વેદ તબીબો

વાયુ,પીત-કફનું અસમતોલન બીમારીઓનું ઘર: અગિન માંદિયની સારવાર હિતવાહ

જીવનશૈલી બદલાય છે ત્યારે હાઇપર ટેન્શન અને હાઈબ્લડપ્રેશર જેવી સમસ્યાઓ શરીરમાં ઉદ્ભવે છે. શ્રમનો અભાવ આહારમાં અયોગ્ય ખોરાક જે આરોગવામાં આવે છે.તેનું પાચન યોગ્ય રીતે થતું નથી તેના કારણે બ્લડ જાડુ થતું હોય છે.શરીરના તમામ ભાગોમાં હૃદય લોહી પહોંચાડે છે.લોહી જાદુ થતા હૃદયને ખૂબ વધુ પ્રેશર સાથે લોહી પહોંચાડવાની મહેનત કરવી પડે છે.જેથી બ્લડ પ્રેશર વધુ આવતું હોય છે.

અન્ય બાબતોમાં તણાવગ્રસ્ત જીવન, ધંધા રોજગારની પણ સમસ્યાનું ટેન્શન,ભોજન ની અનિયમિતતા ભોજન ગ્રહણ કરવાની અનિયમિતતા,નિંદ્રાની પણ અનિયમિતતા,યાંત્રિક ઉપકરણો સાથે કામ કરવા સતત ટેવ પડવાથી જેના અભાવે શારીરિક ક્રમ ખૂબ ઘટી ગયો છે. શ્રમના અભાવે શરીરમાં લોહી જાડુ થઈ જતું હોય છે.ત્યારે બ્લડપ્રેશનનું પ્રમાણ વધારે જોવા મળે છે.આનું મુખ્ય નિવારણ જીવનશૈલી પર આધારિત છે આવી સમસ્યાઓ શરીરમાંથી દૂર કરવા અથવા આવી સમસ્યાઓથી બચવા જીવનશૈલીની તમામ ટેવમાં ફેરફારો કરવા અનિવાર્ય છે.

હાઈ બ્લડ પ્રેશર અને હાઇપર ટેન્શનથી બચવા શ્રમ, યોગ, વ્યાયામને આપણા જીવનમાં વર્ણવી લેવી જરૂરી છે. આયુર્વેદમાં જણાવ્યું છે આપણો પાચનશક્તિ સારો રહે.

શારીરિક પ્રવૃત્તિ કરવી રસોડાની અંદરના ઔષધો જેવા કે અજમો, જીરૂ, વરિયાળી, લસણ, હળદર, આનાથી આપણી પાચન શક્તિ સારી રહે છે. આપણા રોજિંદા જીવનમાં રસોડાની આ ઔષધોનો ઉપયોગ કરવાથી ગ્રહણ કરેલો ખોરાક સરળતાથી પચી શકે છે.આમ કરવાથી 50 ટકા હાઇપર ટેન્શન અને હાઈ બ્લડ પ્રેશરને અટકાવવામાં સફળ થઈ શકે છીએ. હાઇપર ટેનશન,હાઇ બ્લડપ્રેશરની તકલીફોને આયુર્વેદના ઉપચારથી દૂર કરી શકાય આ પરનો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા રાજકોટ શહેરના આયુર્વેદના નિષ્ણાંત તબીબો સાથે ખાસ વાતચીત કરી રજૂ કર્યો છે.

મનુષ્યને સર્પગંધા અર્જુન જેવી ઔષધીઓની આયુર્વેદની મોટી ભેટ

અર્જુનના છાલનો ઉપયોગ કરવો, અર્જુનનો સિરપાક ગ્રહણ કરવો,સર્પગંધા બ્લડપ્રેશર નીચું કરે છે.આવી ઘણી ઔષધો આયુર્વેદ એ આપેલી છે જેને રોજે રોજ લઈ શકાય છે.

 Screenshot 10 10

બીમારીની શરૂઆતમાં નિષ્ણાંત આયુર્વેદ તબીબનો સંપર્ક કરવો:ડો.ભાનુ મહેતા

વૈદ્ય ભાનુભાઈ મહેતાએ જણાવ્યું કે, લોકોને હું નમ્ર અપીલ કરીશ કે બીમારીની શરૂઆતમાં જ તેઓ આયુર્વેદના ઉપચાર શરૂ કરી દે જો બીમારીના જન્મમાંથી દૂર કરવી હોય અથવા 50 ટકા બીમારીઓને અટકાવી હોય તો આયુર્વે ચિકિત્સા પદ્ધતિથી શરીરને સ્વસ્થ રાખવાની કામગીરી શરૂ કરવી જે આવનારા સમયમાં મોટાભાગની બીમારીઓને રોક લગાવે છે.

Screenshot 11 6

સ્વયમ શિસ્ત અને નિયમિતતા રોગોને દૂર રાખે:વૈદ્ય કેતના દેસાઈ

વૈદ્ય કેતનાબેન દેસાઈએ જણાવ્યું કે,આયુર્વેદની દ્રષ્ટિએ કોઈ પણ બીમારીને લેવી હોય.ત્યારે અમે અગ્નિ માંદિયનિ સાથે દર્દીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આયુર્વેદમાં અગ્નિ એટલે સાત ધાતુનો બનેલો છે ધાતવા અગ્નિ માંદી હતી કોલેસ્ટ્રોલ વધે છે ચરબીનું પ્રમાણ વધે છે ઓવર વેટ મેદસ્વિતાનું પ્રમાણ વધે છે જેનું પ્રેશર લોહીની નળીઓ ઉપર આવવી જતું હોય છે એના કારણે પણ બ્લડપ્રેશર વધી શકે છે. જેમાં અગ્નિ માંદિય સારવાર કામ લાગે છે.આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. લોકોએ સ્વયંમ શિસ્ત અને નિયમિતતા ની ટેવ રાખવી જે રોગોના મૂળને દૂર રાખે છે.

Screenshot 12 5

સદવૃત જીવનના વલણના સુધારામાં મહત્વનો ભાગ ભજવે:વૈદ્ય સુનિલ હાપલીયા

વૈદ્ય સુનિલ હાપલીયાએ જણાવ્યું કે, સદવૃત સારવારએ વ્યવહાર જે સમાજમાં રહેવાસી માંડી આપણા જીવન કાર્યમાં વર્ણાયેલો છે. હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગો માં ક્યાંક ને ક્યાંક કારણભૂત છે.જીવનનો વલણ સુધારવામાં સદવૃતનો મુખ્ય ભાગ ભજવે છે. આયુર્વેદમાં આવી સમસ્યાનું નિવારણ ઘણા વર્ષો પહેલાં ઋષિમુનિઓએ આપ્યું છે.ઋતુના ફેરફારથી વાતાવરણ સહિત માનવ શરીર પર પણ તેની ઘણી અસર પડે છે.જ્યારે ઋતુજન્યમાં રોગચાળો વધુ જોવા મળે છે.આયુર્વેદમાં આવા ઋતુજન્ય રોગચારા સામે ટકવા માટેના પણ ઘણા સિદ્ધાંત અને સારવાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.