Abtak Media Google News

ટચુકડા પડદા ભણી ટબુડીયાઓની દોટ….

‘અબતક’ ની મુલાકાતમાં સીલેકટેડ બાળકોના મમ્મી-પપ્પાએ સહર્ષ જણાવી બાળકોની સફળતાની ગાથા

ભણતર સાથે ગણતર અને જીવનનું ઘડતર આજના સમયની માંગ છે. રાજકોટમાં યોજાયેલ ‘નચલે દિવાને’ ડાન્સ રિયાલીટી શોમાં ચમકેલ ખુશવંત રાડીયાના પિતા ડો. કલ્પેશભાઇ રાડીયા, મમ્મી જલ્પાબેન રાડીયા, અને હિનાયા રાધનપરાના પિતા વિસ્મયભાઇ રાધનપુરા અને મમ્મી શ્ર્વેતાબેન રાધનપુરાએ પોતાના બાળકોની આ સિઘ્ધી બાળકોની ધગશ અને શિક્ષકોના માર્ગદર્શનને આભાર હોવાનું જણાવ્યું હતું.

Advertisement

રાજકોટના આંગણે ગુજરાત સ્ટેટ ડાન્સ એસો. દ્વારા ‘નચલે દિવાને’ ટી.વી. રિયાલીટી શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ઉપરાંત બરોડા, અમદાવાદ, જામનગર, ધોરાજી, વેરાવળ અને સુરતના બાળકોએ ભાગ લીધો હતો.ઓડિશન બાદ સિલેકટેડ બાળકોને ક્ધફર્મ લેટર  નેકસ્ટ લેવલ માટે આપવામાં આવ્યા હતા. જેનું ઓડિશન આજ મહિનાના અંત સુધીમાં બોમ્બે અથવા દિલ્હી કરવામાં આવશે. ત્યાં સિલેકટ થનારા બાળકો ફાઇનલ શુટીંગમાં રોકાશે.

રાજકોટના પોદાર જમ્બો કીડઝ અક્ષર માર્ગ પુજા હોબી સેન્ટરના 40 થી વધુ બાળકોએ ઓડિશન આપ્યું હતું. જેમાં બે ગ્રુપ ડાન્સ, બે ડયુએટ ડાન્સ તથા 16 સોલા ડાન્સ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સોલો  ડાન્સમાં ખુશવંત રાડીયા તથા ગ્રુપ ડાન્સમાં ખુશવંત રાડીયા તથા હિનાયા રાધપરા સિલેકટ થયા છે. આ બાળકો છેલ્લા ઘણા સમયથી સખ્ત પ્રેકટીશ કરી રહ્યા છે. ફકત એક જ મિનિટનો સમય બાળકોને આપવામાં આવ્યો હતો તેમાં બાળકોએ પોતાની પ્રતિભા બતાવી હતી.

આશ્રી એન્ટરટેઇનમેન્ટના સન્ની એડવર્ડ, વિશાલ રાય બન્ને નવયુવાનો રાજકોટ આવ્યા હતા. બાળકોની પ્રતિભા વખાણી હતી. અને ગુજરાતી ગરબાની ધમાલ પણ બાળકો તથા યુવાનો સાથે મચાવી હતી. પસંદ થનાર તમામ બાળકોને દોઢ મીનીટની બે કોરીયોગ્રાફી કરવાની છે. નચલે દિવાને નેશનલ ટી.વી. ચેનલ પર પ્રસ્તુત થવાની છે. રાજકોટમાં સૌપ્રથમવાર 19 થી વધારે  બાળકો એકસાથે નચલે દિવાને રિયાલીટી શો માટે પસંદ થયા છે.ગુજરાત સ્કેટ ડાન્સ એસો..ના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, ઉપપ્રમુખ જવાહરભાઇ ચાવડા, સેક્રેટરી પુષ્પાબેન રાઠોડ, પુજા રાઠોડ તથા ખજાનચી દિપુદીદી એ ઉપરોકત બાળકોને અભિનંદ પાઠવ્યા છે.

બાળકોને ભણતર સાથે ઇતર પ્રવૃતિ માટે મોકળાશ મળવી જોઇએ: ડો. કલ્પેશ રાડીયા

નચલે દિવાને ડાન્સ રિયાલીટી શોમાં ઓડીશન માટે સીલેકટ થઇ નેશનલ ઓડીશન ભણી પગલા માંડનાર ખુશવંતના પિતા ડો. કલ્પેશભાઇ રાડીયાએ ‘અબતક’ ની મુલાકાતમાં જણાવેલ કે, બાળકોના સર્વાગી વિકાસમાં શિક્ષણની સાથે ઇતર પ્રવૃતિનું મહત્વ છે. બાળકોને તે માટે મોકળાશ એટલે કે પ્રોત્સાહન, સહમતિ અને સહકાર આપવો જોઇએ.

બાળકોના સર્વાગી વિકાસમાં વાલીઓ જેટલું જ શિક્ષકોનું મહત્વ:વિસ્મય રાધનપરા

નચલે દિવાને ડાન્સ રીયાલીટી શોાના ઓડીસનમાં સીલેકટ થતા હિનાયા રાધનપરાના પિતા વિસ્મયભાઇએ જણાવેલ કે બાળકોના સર્વાગી વિકાસ સફળતામાં માતા-પિતાથી વિશેષ શિક્ષકોની મહેનત કારણભૂત બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.