Abtak Media Google News

દોઢેક વર્ષ પહેલાં કોરોનાની પહેલી લહેર ભારતમાં આવી હતી. જે બાર તાજેતર માજ કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત ભારતમાં આવી હતી.  બીજી લહેરને કારણે રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોને હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી સાથેજ દવાની પણ અછત સર્જાઈ હતી.હાલ રાજ્યમાંથી કોરોનાની બીજી લહેર જતી રહી છે. પરંતુ તજજ્ઞોના મત પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા છે.

જેમાં બાળકોને સૌથી વધારે અસર થવાની શકયતા સેવાઇ રહી છે. ત્યારે કોરોનાની સંભવત ત્રીજી લહેર સામે લડવા સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રાહી છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જોલ્લામાં કોરોનાની સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયારીઓ કરવાંમાં આવી છે. જેમાં બાળકોના ડોકટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વિગતો અને જરૂરી સુવિધાઓનો રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મોકલવામાં આવશે.

કોરોનાથી લડવા હાલ વેકસીન જ હથિયાર માનવામાં આવે છે. ત્યારે કલેકટર તંત્ર અને જુદા જુદા એનજીઓ સાથે મળીને દિવ્યાંગો અનેં જુદી જુદી ઇન્ડસ્ત્રીમાં કામ કરતા મજૂરો અને પરિવાર જનોને વેકસીન આપવાની કામગીરી પણ કરવામાં આવશે.

હીરાસર એરપોર્ટના રનવે માંથી પસાર થતા વહેંણને બોક્સ કનવર્ડ બનવીને ડાયવર્ટ કરાશે

કોરોના બાદ હીરાસર એરપોર્ટની કામગીરીને લઈ મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં મોટા ભાગના વિભાગોનું કામ ઝડપથી થઈ રહ્યું છે. અને સરકાર તરફથી રીવ્યુ લેવામાં આવ્યું હતું. એરપોર્ટનું કામ સમય સર ચાલી રહ્યું છે અને સમય સર પૂરું પણ થઈ જશે. હીરાસર એરપોર્ટ ખાતે રનવે પર પાણીનું વહેણ પસાર થાય છે. જેને બોક્સ કનવર્ડ બનાવીને એ વહેંણને ડાયવર્ટ કરવામાં આવશે. જે માટે આર્થિક સહાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપશે.

જિલ્લા કલેકટર તંત્ર જુદા-જુદા એનજીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે મળી વેકસીનેસનને ઝડપી કરાશે

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીડિયાટ્રિકઝ એડલટ અને ચિલ્ડ્રન એમ અલગ અલગ ડોકટરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા વધારવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનો પ્રાથમિક અહેવાલ મુખ્યમંત્રીને મોકલવામાં આવનાર છે. પીડિયાટ્રિક અને ચિલ્ડ્રન સ્પેસિયલ ડોકટર સાથે બેઠક કરવામાં આવી હતી. વાલીઓને વેકસીન લેવા માટે પણ સુચનો આપવામાં આવ્યા છે.

કદાચ ત્રીજી લહેર આવે તો તેમની અસર ઓછો થાય તે માટે બધાને વિનંતી છે કે 18 ઉપરના તમામ લોકો અને તેમના પરિવાર જનો જરૂરથી વેકસીન લે. દિવ્યાંગો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રી છે શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં તેમના એસોસિએશનને બોલાવી તમામ વર્કરો અને તેમના પરિવાર જનોંને વેકસીન આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીઝ પર જ તે લોકોનું વેકસીનેશન થાય તે માટેની પણ વ્યવસ્થા કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મજૂરોનો ડેટા બેઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે મજૂરો પાસે ડોક્યુમેન્ટ નથી તેમના માટે પણ અલગ થી વ્યવસ્થા આવનારા દિવસોમાં કરવામાં આવશે. તેમજ જે લોકો દિવ્યાંગ છે અને તેમની પાસે સર્ટિફિકેટ છે. અને જે સંસ્થા દિવ્યાંગો માતે માટે કામ કરી રહી  છે તેમને સાથે રાખીને દિવ્યાંગોને વેકસીન આપવાની કામગીરી કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીનેસને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા ગામોમાં વેકસીનને લઈ લોકોમ ડર અનેં અંધશ્રધ્ધા છે તો ત્યાં પણ સમજાવીને લોકોને વેકસીનેશન આપવા માટે એનજીઓ અધિકારિયો અને યુવાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.